માથ્થી 7

7
આરોપ નો લગાડો
(લૂક 6:37-38,41-42)
1કોયની ઉપર આરોપ નો લગાડો, જેથી પરમેશ્વર તમારી ઉપર પણ આરોપ નય લગાડે. 2કેમ કે, જે રીતે તમે બીજાઓની ઉપર આરોપ લગાડશો. એમ જ તમારી ઉપર પણ આરોપ લગાડવામાં આયશે, અને જે રીતેથી તમે બીજાઓનો ન્યાય કરો છો, એમ જ તમારો હોતન ન્યાય કરવામાં આયશે.
3તું એક નાના પાપ હાટુ પોતાના સાથી વિશ્વાસી ભાઈનો ન્યાય કેમ કરે છે, જે એની આંખમાં કાક કણાની જેમ છે, જઈ તારા જીવનમાં એક મોટો પાપ છે જે તારી પોતાની આંખમાં પડેલા મોટા કસરાની જેમ છે. 4જઈ તારા પોતાની જ અંદર મોટા પાપો છે, તો તારે તારાથી નાના પાપવાળા ભાઈને મદદ કરવાની કોશિશ નો કરવી જોયી. 5અરે ઢોંગી, પેલા તું તારા માથી જ મોટા પાપોને સુધાર, પછી જ તું તારા મિત્રની આંખમાં કણાને જોયને કાઢી હકય, અને બીજાઓને તેઓના નાના પાપોને સુધારવામાં મદદ કરી હકય. 6જે વસ્તુઓ પરમેશ્વર તરફથી છે ઈ કુતરાઓને નો આપો. નકર ઈ તમારી ઉપર હુમલો કરી હકે છે અને તમે મુલ્યવાન મોતી ડુંકરાઓની આગળ નો ફેકો; કેમ કે, તેઓ એને છૂંદી નાખશે. એમ જ પરમેશ્વરની હારી વાતો ઈ લોકોને નો જણાવો તમે જાણો છો કે, એની બદલે ઈ ભુંડા કામ કરશે.
જે જોયી ઈ પરમેશ્વર પાહે માંગવું
(લૂક 11:9-13)
7તમારે જે જોયી ઈ પરમેશ્વર પાહેથી માગો, અને ઈ તમને આપશે, ગોતશો તો તમને જડશે, અને ખખડાવો તો તમારી હાટુ ઉઘાડવામાં આયશે. 8કેમ કે, જે કોય માગે છે, એને મળશે; અને જેટલા ગોતે છે, એને ઝડે છે; અને જે ખખડાવે છે, એની હાટુ ઉઘાડવામાં આયશે. 9તમારામાં એવો કોણ માણસ છે કે, જે પોતાનો દીકરો એની પાહે રોટલી માગે તો એને પાણો આપશે? 10એવી રીતે, કોય પણ માણસ પોતાના દીકરાને માછલી માગે તો એને ઝેરીલો એરુ આપશે નય. 11કા તમે ખરાબ હોવા છતાં પણ તમે તમારા દીકરાને હારાવાના આપવાનું જાણો છો, તો તમારા સ્વર્ગમાના બાપ એની પાંહે માંગવાવાળા લોકોને હારાવાના કેમ નય આપે? 12ઈ કારણે જે કાય તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો; કેમ કે, નિયમ અને આગમભાખીયાઓનું શિક્ષણ ઈ જ છે.
સ્વર્ગ અને નરક નો મારગ
13તમે ખાલી હાકડા કમાડેથી જ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર ઘરી હકો છો કેમ કે, જે માર્ગ વધારે હેલો છે, ઈ નાશમાં પુગાડે છે અને એનું કમાડ પહોળું છે, ને ઘણાય લોકો એમાંથી અંદર ઘરે છે. 14કેમ કે, ઈ ફાટક બોવ હાક્ડું અને અઘરૂ છે, ઈ મારગ જે અનંતકાળ જીવનમાં લય જાય છે, અને થોડાક છે, જેઓ એને મેળવે છે.
માણસોના કામોની ઓળખાણ
(લૂક 6:43-44)
15ખોટા આગમભાખીયાઓથી સેતીને રયો, જેઓ ઘા નો પુગાડનાર ઘેટાની જેમ વેશ બદલીને તમારી પાહે આવે છે, પણ મોઢે ફાડી ખાનારા વરુ જેવા છે. 16તેઓના ફળથી તમે ઓળખશો. કોય પણ જાળાઓ પાહેથી ધરાખ કે, કાંટાળા ઝાડ ઉપરથી અંજીર તોડતા નથી. એવી જ રીતે તમે ખોટા આગમભાખીયાઓને એના વેવારથી ઓળખી હકશો. 17એમ જ દરેક હારા ઝાડવા હારા ફળ આપે છે, અને ખરાબ ઝાડવા ખરાબ ફળ આપે છે. 18હારા ઝાડવાને ખરાબ ફળ અને ખરાબ ઝાડવાને હારા ફળ આવતાં નથી. 19જે ઝાડવા હારું ફળ નથી આપતા એને કાપી નાખવામાં આયશે, અને આગમાં બાળી નાખવામાં આયશે, અને ખોટા આગમભાખીયાઓને પણ આ જ રીતે દંડ મળશે. 20એટલે જે કામો તેઓ કરે છે, એની દ્વારા તમે તેઓને ઓળખશો.
હું તમને ઓળખતો નથી
(લૂક 13:25-27)
21જે મને “હે પરભુ! હે પરભુ!” કેય છે, તેઓમાના બધાય સ્વર્ગના રાજ્યમાં જાહે નય, પણ જેઓ મારા બાપની ઈચ્છા પુરી કરે છે, તેઓ જ જાહે. 22ન્યાયને દિવસે ઘણાય બધાય લોકો મને કેહે, હે પરભુ! હે પરભુ! અમે તારા નામથી આગમવાણી કરી હતી, તારા નામથી મેલી આત્માઓને કાઢી છે તારા નામથી ઘણાય બધા સમત્કાર કરયા હતા. 23પછી હું તેઓને સોખું કય દેય કે, “હું તમને ઓળખતો નથી, ઓ પાપ કરવાવાળાઓ તમે મારી પાહેથી આઘા જાવ.”
બે ઘર બાંધનાર
(લૂક 6:47-49)
24“ઈ હાટુ જે કોય મારી વાતો હાંભળે અને ઈ માંને છે, ઈ ડાયા માણસની જેમ કેવાહે, જેણે એનું ઘર પાણાના પાયા ઉપર બાંધ્યુ. 25અને વરસાદ આવ્યો અને પુર આવ્યું, વાવાઝોડુ થયુ, અને ઈ ઘર ઉપર થપાટા લાગ્યા પણ ઈ નો પડયું કેમ કે, એનો પાયો પાણા ઉપર નાખો હતો. 26પણ જે મારી વાત હાંભળે છે અને ઈ માનતો નથી. ઈ એક મૂરખા માણસ જેવો છે, જેણે પોતાનુ ઘર રેતી ઉપર બાંધ્યુ. 27વરસાદ આવ્યો, અને પુર આવ્યુ અને વાવાઝોડુ થયુ, અને ઈ ઘર ઉપર થપાટા લાગ્યા એટલે ઈ પડી ગયુ અને એનો હાવ નાશ થયો.”
28ઈસુ ઈ શબ્દો કય રયો હતો, તઈ એમ થયુ કે, ટોળાનાં લોકો એના શિક્ષણથી સોકી ગયા. 29કેમ કે, ઈસુ યહુદી નિયમના શિક્ષકોની જેમ નય, પણ જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો.

Цяпер абрана:

માથ્થી 7: KXPNT

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце