1
યોહાન 5:24
પવિત્ર બાઇબલ C.L.
“હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. તેનો ન્યાય તોળાશે નહિ, પરંતુ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે.
Сравни
Разгледайте યોહાન 5:24
2
યોહાન 5:6
ઈસુએ તેને ત્યાં પડેલો જોયો અને તેમને ખબર પડી કે આ માણસ લાંબા સમયથી બીમાર છે. તેથી તેમણે તેને પૂછયું, “તારે સાજા થવું છે?”
Разгледайте યોહાન 5:6
3
યોહાન 5:39-40
તમે શાસ્ત્રનું અયયન કરો છો; કારણ, તમે એમ માનો છો કે તેમાંથી જ સાર્વકાલિક જીવન મળે છે, પરંતુ એ શાસ્ત્રો તો મારે વિષે સાક્ષી પૂરે છે. છતાં જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.
Разгледайте યોહાન 5:39-40
4
યોહાન 5:8-9
ઈસુએ તેને કહ્યું, “ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.” તે માણસ તરત જ સાજો થયો, અને પોતાનું બિછાનું ઉપાડીને ચાલવા લાગ્યો. વિશ્રામવારે એ બન્યું.
Разгледайте યોહાન 5:8-9
5
યોહાન 5:19
તેથી ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: પુત્ર પિતાને જે કરતા જુએ છે તે સિવાય પુત્ર પોતે કશું જ કરી શક્તો નથી. જે પિતા કરે છે, તે પુત્ર પણ કરે છે.
Разгледайте યોહાન 5:19
Начало
Библия
Планове
Видеа