પણ તેઓ આજ સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી જ ઈંટો પાડવાની તેમને ફરજ પાડો; તેમાંથી કંઈ કમી કરશો નહિ; કેમ કે તેઓ આળસુ છે; એટલે તેઓ પોકાર કરીને કહે છે, ‘અમારા ઈશ્વરની આગળ યજ્ઞ કરવા માટે અમને જવા દો.’ તે માણસોને માથે વધારે સખત કામ નાખો કે તેમાં તેઓ મથ્યા કરે, ને જૂઠી વાતો ગણકારે નહિ.”