“જ્યારે ફારુન તમારી સાથે વાત કરતાં કહે, ‘તમારી તરફથી ચમત્કાર બતાવો, ’ ત્યારે તું હારુનને કહે, ‘તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખ કે તે સર્પ થઈ જાય.’” અને મૂસા તથા હારુન ફારુનની પાસે ગયા, અને યહોવાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે તેઓએ કર્યું, અને હારુને પોતાની લાકડી ફારુનની આગળ તથા તેના સેવકોની આગળ જમીન પર નાખી, એટલે તે સર્પ થઈ ગઈ.