1
ઉત્પત્તિ 42:21
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને તેઓએ માંહોમાંહે કહ્યું, “ખરેખર આપણે આપણા ભાઈ વિષે અપરાધી છીએ. કેમ કે જ્યારે તેણે કાલાવાલા કર્યા, ને આપણે તેના જીવનનું દુ:ખ જોયું ત્યારે આપણે તેનું સાંભળ્યું નહિ; તે માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે.”
Compare
Explore ઉત્પત્તિ 42:21
2
ઉત્પત્તિ 42:6
અને તે દેશનો અધિપતિ યૂસફ હતો; તે દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. અને યૂસફના ભાઈઓ આવ્યા, ને તેઓએ ભૂમિ સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
Explore ઉત્પત્તિ 42:6
3
ઉત્પત્તિ 42:7
અને યૂસફે પોતાના ભાઈઓને જોઈને તેઓને ઓળખ્યા. પણ તે પારકાની જેમ તેઓની સાથે વત્યો, ને તેઓની સાથે કઠોરતાથી વાત કરીને તેઓને પૂછયું, “તમે ક્યાંથી આવ્યા?” અને તેઓએ તેને કહ્યું, “કનાન દેશથી અનાજ વેચાતું લેવાને અમે આવ્યા છીએ.”
Explore ઉત્પત્તિ 42:7
Home
Bible
Plans
Videos