પણ તેનું ધનુષ્ય બળભેર રહ્યું,
ને યાકૂબના સમર્થ પ્રભુના હાથથી
તેના ભુજ બળવાન કરાયા.
(ત્યાંથી ઘેટાંપાળક,
એટલે ઇઝરાયલનો ખડક, થયો).
તારા પિતાનો ઈશ્વર
જે તારી સહાયતા કરશે તેનાથી,
ને સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપરના
આકાશના આશીર્વાદોથી તથા
નીચેના ઊંડાણના આશીર્વાદોથી,
સ્તનના તથા ગર્ભસ્થાનના
આશીર્વાદોથી તને આશીર્વાદિત કરશે,
તેનાથી [તું બળવાન કરાશે].