હું તારા વંશજોને આકાશના તારા જેટલા વધારીશ અને આ બધો પ્રદેશ તારા વંશજોને આપીશ અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓને આશિષ પ્રાપ્ત થશે. કારણ, અબ્રાહામ મારી આજ્ઞાને આધીન થયો હતો અને તેણે મારા આદેશો, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ અને મારા નિયમો પાળ્યાં છે.”