1
લૂક 6:38
પવિત્ર બાઇબલ C.L.
બીજાઓને આપો એટલે તમને પણ અપાશે. માપ ખાસું દબાવીને, હલાવીને અને ઊભરાતું તમારા ખોળામાં ઠાલવવામાં આવશે. કારણ, જે માપથી તમે ભરી આપશો, તે માપથી જ તમને ભરી આપવામાં આવશે.”
Compare
Explore લૂક 6:38
2
લૂક 6:45
સારો માણસ પોતાના દયના સારા ખજાનામાંથી સારી વસ્તુ બહાર કાઢે છે; અને ભૂંડો માણસ પોતાના દયના ભૂંડા ખજાનામાંથી ભૂંડી વસ્તુ બહાર કાઢે છે. કારણ, માણસનું હૃદય જેનાથી ભરેલું હોય છે તે જ તેના મુખમાંથી બહાર આવે છે.
Explore લૂક 6:45
3
લૂક 6:35
પણ તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તેમનું ભલું કરો. કંઈ પાછું મેળવવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો. એથી તમને મોટો બદલો મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો થશો. કારણ, ઈશ્વર અનુપકારીઓ અને દુષ્ટો પ્રત્યે પણ ભલા છે.
Explore લૂક 6:35
4
લૂક 6:36
તમારા ઈશ્વરપિતાની જેમ તમે પણ દયાળુ બનો.
Explore લૂક 6:36
5
લૂક 6:37
“બીજાઓનો ન્યાય ન કરો, એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે; બીજાઓને દોષિત ન ઠરાવો, એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહિ આવે; બીજાઓને ક્ષમા આપો, એટલે તમને પણ ક્ષમા આપવામાં આવશે.
Explore લૂક 6:37
6
લૂક 6:27-28
“પણ તમે જેઓ મારું સાંભળી રહ્યા છો તેમને હું કહું છું: તમારા દુશ્મનો પર પ્રેમ કરો, અને જેઓ તમારો તિરસ્કાર કરે છે તેમનું ભલું કરો. જેઓ તમને શાપ આપે છે તેમને આશિષ આપો, જેઓ તમારું અપમાન કરે તેમને માટે પ્રાર્થના કરો.
Explore લૂક 6:27-28
7
લૂક 6:31
બીજાઓ પાસેથી તમે જેવા વર્તનની અપેક્ષા રાખો છો તેવું જ વર્તન તમે તેમના પ્રત્યે પણ દાખવો.
Explore લૂક 6:31
8
લૂક 6:29-30
જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે, તો તેની આગળ બીજો ગાલ પણ ધરો. જો કોઈ તમારો કોટ લઈ જાય, તો તેને ખમીશ પણ લઈ જવા દો. જો કોઈ તમારી પાસે કંઈક માગે, તો તેને તે આપો, અને જો કોઈ તમારું કંઈ લઈ જાય તો તે પાછું ન માગો.
Explore લૂક 6:29-30
9
લૂક 6:43
“સારા વૃક્ષને ખરાબ ફળ આવતાં નથી, તેમજ ખરાબ વૃક્ષને સારાં ફળ આવતાં નથી.
Explore લૂક 6:43
10
લૂક 6:44
વૃક્ષ તેના ફળ ઉપરથી ઓળખાય છે. તમે થોર પરથી અંજીર તોડતા નથી, અથવા ઝાંખરા પરથી દ્રાક્ષ વીણતા નથી.
Explore લૂક 6:44
Home
Bible
Plans
Videos