1
માર્ક 10:45
પવિત્ર બાઇબલ C.L.
કારણ, માનવપુત્ર સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે.”
Compare
Explore માર્ક 10:45
2
માર્ક 10:27
ઈસુએ તેમની સામું જોઈને કહ્યું, “માણસો માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વર માટે નહિ; ઈશ્વરને માટે તો બધું જ શકાય છે.”
Explore માર્ક 10:27
3
માર્ક 10:52
ઈસુએ તેને કહ્યું, “જા, તારા વિશ્વાસે તને દેખતો કર્યો છે.” તે તરત જ દેખતો થયો, અને માર્ગમાં ઈસુની પાછળ ચાલવા લાગ્યો.
Explore માર્ક 10:52
4
માર્ક 10:9
એ માટે ઈશ્વરે જેમને જોડયાં છે તેમને કોઈ માણસે અલગ પાડવાં નહિ.”
Explore માર્ક 10:9
5
માર્ક 10:21
ઈસુએ તેની સામે પ્રેમપૂર્વક જોઈને કહ્યું, “તારે એક વાતની જરૂર છે. જા, જઈને તારું સર્વ વેચી દે અને તારા પૈસા ગરીબોને આપી દે; તને સ્વર્ગમાં સમૃદ્ધિ મળશે. પછી આવીને મને અનુસર.”
Explore માર્ક 10:21
6
માર્ક 10:51
ઈસુએ તેને પૂછયું, “તારી શી ઇચ્છા છે? તારે માટે હું શું કરું?” અંધજને જવાબ આપ્યો, “ગુરુજી, મારે દેખતા થવું છે.”
Explore માર્ક 10:51
7
માર્ક 10:43
પણ તમારામાં એવું ન થવું જોઈએ. જો તમારામાંનો કોઈ આગેવાન બનવા માગે, તો તેણે બાકીનાના સેવક બનવું જોઈએ.
Explore માર્ક 10:43
8
માર્ક 10:15
હું તમને સાચે જ કહું છું: જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજનો સ્વીકાર કરતું નથી, તે તેમાં કદી જ પ્રવેશ કરી શકશે નહિ.”
Explore માર્ક 10:15
9
માર્ક 10:31
પણ ઘણા જેઓ હમણાં પ્રથમ છે તેઓ છેલ્લા થશે, અને જેઓ હમણાં છેલ્લા છે તેઓ પ્રથમ થશે.”
Explore માર્ક 10:31
10
માર્ક 10:6-8
પણ શરૂઆતમાં, એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે તો આવું કહેવામાં આવ્યું હતું: ‘ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યાં. અને એટલા જ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ બન્ને એક દેહ થશે.’ તેથી હવે તેઓ બે નહિ, પણ એક છે.
Explore માર્ક 10:6-8
Home
Bible
Plans
Videos