પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો. તેમણે રોટલીઓ લીધી, ભાંગી અને લોકોને વહેંચવા માટે પોતાના શિષ્યોને આપી. બે માછલીને પણ તેમણે બધા વચ્ચે વહેંચી. બધાંએ ધરાઈને ખાધું. પછી શિષ્યોએ રોટલી અને માછલીના વધેલા ટુકડાઓથી બાર ટોપલીઓ ભરી.