YouVersion Logo
Search Icon

નિર્ગમન 7

7
1અને યહોવાએ મૂસાને કહ્યું, “જો મેં તને ફારુનની આગળ ઈશ્વરને ઠેકાણે ઠરાવ્યો છે; અને તારો ભાઈ હારુન તારો પ્રબોધક થશે. 2જે વિષે હું તને આજ્ઞા આપું છું તે બધું તું તેને કહે, અને તારો ભાઈ હારુન ફારુનને કહેશે, ‘ઇઝરાયલીઓને તારા દેશમાંથી જવા દે.’ 3અને હું ફારુનનુમ હ્રદય હઠીલું કરીને #પ્રે.કૃ. ૭:૩૬. મારાં ચિહ્ન તથા ચમત્કારો મિસર દેશમાં વધારીશ. 4પણ ફારુન તમારું નહિ સાંભળે, અને હું મિસર દેશ પર મારો હાથ નાખીને મારાં સૈન્યોને, એટલે મારા લોક ઇઝરાયલીઓને, મોટાં ન્યાયકૃત્યો વડે મિસર દેશમાંથી કાઢી લાવીશ. 5અને જ્યારે હું મારો હાથ મિસર ઉપર લંબાનીને તેઓ મધ્યેથી ઇઝરાયલી લોકોને બહાર કાઢીશ, ત્યારે મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” 6અને યહોવાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે મૂસા તથા હારુને કર્યું. 7અને તેઓએ ફારુનની સાથે વાત કરી ત્યારે મૂસા એંસી વર્ષનો, ને હારુન ત્યાસી વર્ષનો હતો.
હારુનની લાકડી
8અને યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું, 9“જ્યારે ફારુન તમારી સાથે વાત કરતાં કહે, ‘તમારી તરફથી ચમત્કાર બતાવો, ’ ત્યારે તું હારુનને કહે, ‘તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખ કે તે સર્પ થઈ જાય.’” 10અને મૂસા તથા હારુન ફારુનની પાસે ગયા, અને યહોવાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે તેઓએ કર્યું, અને હારુને પોતાની લાકડી ફારુનની આગળ તથા તેના સેવકોની આગળ જમીન પર નાખી, એટલે તે સર્પ થઈ ગઈ. 11ત્યારે ફારુને પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. અને મિસરના તે જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે પ્રમાણે કર્યું. 12કેમ કે તેમાંના પ્રત્યેકે પોતાની લાકડી જમીન પર નાખી, ને તેમના સર્પ બની ગયા; પણ હારુનની લાકડી તેઓની લાકડીઓને ગળી ગઈ. 13અને યહોવાના કહેવા પ્રમાણે ફારુનનું હ્રદય હઠીલું થયું, ને તેણે તેમનું માન્યું નહિ.
મિસર ઉપર અનર્થો
1. લોહી
14અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનનું હ્રદય હઠીલું છે, લોકોને તે જવા દેવાની ના પાડે છે. 15સવારે તું ફારુનની પાસે જા. જો, તે ઘાટ ઉપર જવાનો છે. તું તેને મળવાને માટે નદીએ તીરે ઊભો રહે; અને જે લાકડી સર્પ બની ગિઇ હતી તે તારા હાથમાં લેતો જા. 16અને તેને કહે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવાએ મને તમારી પાસે એમ કહેવા માટે મોકલ્યો છે કે, મારા લોકોને અરણ્યમાં મારી સેવા કરવા માટે જવા દે. અને જો, હજી સુધી તેં સાંભળ્યું નથી.’ 17યહોવા એમ કહે છે, ‘આ ઉપરથી તું જાણીશ કે હું યહોવા છું. જો, હું આ મારા હાથમાંની લાકડી લઈને નદીનાં પાણી પર મારીશ, #પ્રક. ૧૬:૪. એટલે તે પાણી રક્ત થઈ જશે. 18અને નદીમાંનાં માછલાં મરી જશે, ને નદી ગંધ મારશે; અને મિસરીઓ નદીનું પાણી પીતાં કંટાળશે.’” 19અને યહોબઅએ મૂસાને કહ્યું, “હારુનને કહે, ‘તું તારી લાકડી લઈને મિસરનાં પાણી પર, તેઓનાં નાળાં ઉપર તથા તેઓની નદીઓ ઉપર તથા તેઓનાં તળાવો ઉપર તથા તેઓનાં સર્વ જળાશયો ઉપર તારો હાથ લાંબો કર, ’ એ માટે કે તેઓ રક્ત થઈ જાય. અને આખા મિસર દેશમાં લાકડાનાં વાસણોમાં તેમ જે પથ્થરનાં વાસણોમાં તે રક્ત થઈ જશે.”
20અને જેમ યહોવાએ આજ્ઞા કરી તેમ મૂસા તથા હારુને કર્યું; અને તેણે લાકડી ઊંચી કરીને ફારુનના જોતાં તથા તેના સેવકોના જોતાં નદીનાં પાણી પર મારી, એટલે નદીનાં તમામ પાણી રક્ત થઈ ગયાં. 21અને નદીનાં માછલાં મરી ગયાં. અને નદીનું પાણી પી શકયા નહિ; અને આખા મિસર દેશમાં લોહી લોહી થઈ રહ્યું. 22અને મિસરના જાદુગરોએ તેમના મંત્રતંત્રથી તે પ્રમાણે કર્યું. અને યહોવાના કહ્યા પ્રમાણે ફારુનનું હઠીલું થયું, ને તેણે તેઓનું માન્યું નહિ. 23અને ફારુન પાછો વળીને પોતાને ઘેર ગયો, ને એ પણ તેણે ગણકાર્યું નહિ. 24અને સર્વ મિસરીઓએ પીવાના પાણીને માટે નદીની આજુબાજુએ વીરડા ખોદ્યા; કેમ કે તેઓ નદીનું પાણી પી ન શક્યા. 25અને યહોવાએ નદીને માર્યાને સાત દિવસ થઈ ગયા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in