ઉત્પત્તિ 28
28
ઇસહાક યાકૂબને લાબાન પાસે મોકલે છે
1અને ઇસહાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ આપ્યો, ને તેને આજ્ઞા આપીને કહ્યું. “કનાન દેશની દીકરીઓમાંથી તું પત્ની ન લે. 2ઊઠ, પાદાનારામમાં તારી માના પિતા બથુએલને ઘેર જા; અને ત્યાંથી તારા મામા લાબાનની દીકરીઓમાંથી તું તારે માટે પત્ની લે. 3અને #૨૮:૩સર્વસમર્થ:હિબ્રૂ “એલ શાદદાઇ.” સર્વ સમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપો, ને તને સફળ કરો, ને તને વધારો કે, તારાથી ઘણાં કુળ થાય. 4અને #ઉત. ૧૭:૪-૮. ઇબ્રાહિમને આપેલા આશીર્વાદ, તે તને તથા તારી સાથે તારાં સંતાનને પણ આપે કે, ઇબ્રાહિમને ઈશ્વરે આપેલો દેશ જેમાં તું પ્રવાસી છે તેનું તું વતન પામે.” 5અને ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. અને તે પાદાનારામમાં લાબાન જે બથુએલ અરામીનો દીકરો ને યાકૂબ તથા એસાવની મા રિબકાનો ભાઈ હતો તેને ત્યાં ગયો.
એસાવ બીજી પત્ની કરે છે
6અને એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે, ને પોતાને માટે પત્ની લેવાને તેને પાદાનારામમાં મોકલ્યો ચે. અને એને આશીર્વાદ આપતાં એવી આ આપી છે કે કનાન દેશની દીકરીઓમાંથી તું પત્ની ન લે. 7અને યાકૂબ પોતાનાં માતાપિતાની આ માનીને પાદાનારામમાં ગયો. 8અને એસાવે જોયું કે મારા પિતા ઇસહાકને કનાન દેશની દીકરીઓ ગમતી નથી; 9ત્યારે એસાવ ઇશ્માએલની પાસે ગયો, ને ઇબ્રાહિમના દિકરા ઇશ્માએલની દીકરી માહાલાથ, જે નબાયોથની બહેન, તેને તેણે પોતાની પત્નીઓ ઉપરાંત પત્ની કરી.
બેથેલમાં યાકૂબને સ્વપ્ન
10અને યાકૂઅ બેર-શેબાથી નીકળીને હારાન તરફ ગયો. 11અને તે એક જગાએ આવી પહોંચ્યો ને ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમી ગયો હતો; અને તેણે તે જુગામાંનો એક પથ્થર લઈને તેને પોતાના માથા નીચે મૂક્યો, ને તે ઠેકાણે તે સૂઈ ગયો. 12અને તેને સ્વપન આવ્યું. અને જુઓ, એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી, ને #યોહ. ૧:૫૧. તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી; અને જુઓ, તેના પર ઈશ્વરના દૂત ચઢતા ને ઊતરતા હતા. 13અને જુઓ, તેના ઉપર યહોવા ઊભા રહ્યા હતા, ને તે બોલ્યા, “હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહકનો ઈશ્વર છું. #ઉત. ૧૩:૧૪-૧૫. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારાં સંતાનને આપીશ. 14અને પૃથ્વીની રજ જેટલાં તારાં સંતાન થશે, ને તું પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણ ફેલાશે, ને #ઉત. ૨૨:૩; ૨૨:૧૮. તારામાં તથા તારાં સંતાનમાં પૃથ્વીનાં સર્વ ગોત્રો આશીર્વાદ પામશે. 15અને જો, હું તારી સાથે છું, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ; કેમ કે જે મેં તને કહ્યું છે, તે પૂરું કર્યા વગર હું તને નહિ મૂકીશ.” 16અને યાકબ જાગી ઊઠયો, ને તેણે કહ્યું, “ખચીત યહોવા આ સ્થળે છે. અને મેં તે જાણ્યું નહિ.” 17અને તે બીધો, ને બોલ્યો, “આ જગા કેવી ભયાનક છે! ઈશ્વરના ઘર વગર આ બીજું કંઈ નથી, ને આ તો આકાશનું દ્વાર છે.” 18અને યાકૂબ મોટી સવારે ઊઠયો, ને જે પથ્થર તેણે માથા નીચે મૂકયો હતો તે લઈને તેણે સ્તંભ તરીકે તે ઊભો કર્યો, ને તેના પર તેલ રેડયું. 19અને તેણે તે જગાનું નામ #૨૮:૧૯બેથેલ:“ઈશ્વરનું ઘર.” બેથેલ પાડયું! પણ પહેલાં તે નગરનું નામ લૂઝ હતું. 20અને યાકૂબે એવી માનતા લીધી, “જો ઈશ્વર મારી સાથે રહેશે, ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે, ને મને ખાવાનું અન્ન ને પહેરવાનાં કપડાં આપશે, 21ને જો હું શાંતિએ મારા પિતાને ઘેર પાછો આવીશ, તો યહોવા મારા ઈશ્વર થશે. 22અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે, તે ઈશ્વરનું ઘર થશે; અને જે તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને ખચીત આપીશ.”
Currently Selected:
ઉત્પત્તિ 28: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.

: