લૂક 4:9-12
લૂક 4:9-12 GUJCL-BSI
પછી શેતાન તેમને યરુશાલેમ લઈ ગયો, તેમને મંદિરના સૌથી ઊંચા ભાગ પર ઊભા રાખ્યા, અને કહ્યું, “જો તું ઈશ્વરપુત્ર હોય, તો અહીંથી કૂદીને નીચે પડ. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર પોતાના દૂતોને તારી સંભાળ લેવાની આજ્ઞા કરશે.” તેમાં એમ પણ લખેલું છે, “તેઓ તને પોતાના હાથમાં ધરી લેશે; જેથી તારો પગ પણ પથ્થર સાથે અથડાય નહિ.” ઈસુએ જવાબ આપ્યો, “શાસ્ત્રમાં લખેલું છે, ‘તારે પ્રભુ તારા ઈશ્વરની ક્સોટી કરવી નહિ.”