YouVersion Logo
Search Icon

ઉત્પ 10

10
નૂહના દીકરાઓની વંશાવળી
1નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.
યાફેથના વંશજો
2ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ#10:2 યાફેથના દીકરાઓ વંશજો હતા. 3આશ્કનાઝ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા. 4એલીશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા. 5તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.
હામના વંશજો
6કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા. 7કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શેબા તથા દેદાન હતા.
8કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો. 9તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.” 10તેણે શિનઆર દેશના બાબિલ#10:10 બાબિલ બાબિલોન, એરેખ, આક્કાદ તથા કાલનેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.
11ત્યાંથી તે આશ્શૂરમાં ગયો અને નિનવે, રહોબોથ ઈર, કાલા, 12રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું.
13મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ, 14પાથરુસીમ, કાસ્લુહીમ તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.
15કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ, 16વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી, 17હિવ્વી, આર્કી, સિની, 18આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.
19કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી. 20આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.
શેમના વંશજો
21શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ એબેરના બધા લોકોનો પૂર્વજ હતો. 22શેમના દીકરાઓ, એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા. 23અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
24આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો. 25એબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
26યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ; 27હદોરામ, ઉઝાલ, દિકલાહ; 28ઓબાલ, અબિમાએલ, શેબા; 29ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.
30મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો. 31પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે.
32તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે એ બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા.

Currently Selected:

ઉત્પ 10: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in