લુક.ની સુવાર્તા 4:9-12
લુક.ની સુવાર્તા 4:9-12 DUBNT
તાંહા શૈતાન તીયાલે યરુશાલેમુમે લી જાયને, દેવળુ ઉચામ-ઉચા જાગાપે ઉબી રાખ્યો, આને તીયાલે આખ્યો કા, “જો તુ પરમેહેરુ પોયરો વેરી, તા પોતાલે ઇહીને એઠાં પાળી દેઅ. કાહાકા પવિત્રશાસ્ત્રમે ઇ લેખલો હાય કા, ‘તોઅ વિષયુમે હોરગા દુતુહુને આજ્ઞા દી, કા તે તોઅ રક્ષા કેરી.’ આને ‘તે તુલે ઉચા-ઉચેજ તી લી, ઈયા ખાતુર કા તોઅ પાગ ડોગળા આરી નાય અથળાય.’” ઇસુહુ તીયાલે જવાબ દેદો, “ઇ બી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા: તુ પોતા પ્રભુ પરમેહેરુ પરીક્ષા નાય કેરુલો.”