માર્ક 14:23-24
માર્ક 14:23-24 DUBNT
ફાચે ઇસુહુ દારાક્ષા પિયાલો લેદો પરમેહેરુલે ધન્યવાદ કેયો, આને ચેલાહાને આપ્યો; આને બાદાહા તીયામેને પીદો. ઇસુહુ તીયાહાને આખ્યો, “ઓ દારાક્ષારસ માંઅ રોગુત હાય, માઅ રોગુત ખુબુજ લોકુ ખાતુર બલિદાનુ રુપુમ વેરાવલો હાય રોગુત ઈયા વાયદાલે સાબિત કેરી જો પરમેહેરુહુ પોતા લોકુ આરી કરાર બાંદયોહો.