YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 10

10
કર્નેલ્યસના દ્વારા પિતરને બોલાવવો
1કાઈસારિયા શહેરમાં કર્નેલ્યસ નામનો એક માણસ રેતો હતો, જે ઈટાલીયન નામની ટુકડીના હો સિપાયનો અધિકારી હતો. 2ઈ અને એનો આખો પરિવાર પરમેશ્વરની ભગતી કરતાં હતાં અને પરમેશ્વરથી બીયને હાલતા હતાં, અને ઈ ગરીબ યહુદીઓને બોવ દાન દેતો હતો, અને સદાય પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો.
3એક વખત બપોરના લગભગ ત્રણ વાગે, એણે એક દર્શનમાં સોખે સોખું જોયું કે, પરમેશ્વરનાં એક સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “કર્નેલ્યસ,” 4તઈ એણે સ્વર્ગદુતને જોયને બીયને કીધું કે, “સાહેબ શું છે?” સ્વર્ગદૂતે એને કીધું કે, “તારી પ્રાર્થના અને તારું દાન પરમેશ્વરની આગળ યાદગીરી હાટુ પુગ્યું છે. 5અને હવે જોપ્પા શહેરમાં, માણસોને મોકલીને સિમોન જે પિતર કેવાય છે, એને બોલાય. 6ઈ સિમોન સમારના ઘરે રેતો હતો, જેનું ઘર દરિયા કાઠે છે.”
7જઈ ઈ સ્વર્ગદુત જેણે એની હારે વાત કરી હતી ઈ વયો ગયો, તો એના બે ચાકરો જે એની પાહે સદાય હાજર રેતા હતાં, અને એક સિપાય જે પરમેશ્વરની ભગતી કરનારો અને ખાસ ચાકર હતો તેઓને બોલાવ્યા. 8અને તેઓને બધીય વાતો ક્યને જોપ્પા શહેરમાં પિતરને બોલાવવા હાટુ મોકલ્યો.
પિતરને સંદર્શન
9બીજે દિવસે લગભગ બપોરના વખતે જઈ તેઓ ત્રણ માણસો હાલતા હાલતા શહેરની પાહે પુગ્યા. ઈ વખતે પિતર પ્રાર્થના કરવા હાટુ ધાબા ઉપર સડયો, જે ઘરમાં ઈ રેતો હતો. 10તઈ એને ભૂખ લાગી અને કાક ખાવા માગતો હતો, પણ જઈ તેઓ ખાવાની તૈયારી કરતાં હતાં, તો પિતરને સંદર્શન થયુ. 11અને જોયું કે, આભ ખુલી ગયુ, અને એક મોટી સાદર જેવી એક વસ્તુ નીસે ઉતારી રય છે. એને સ્યારેય છેડાથી પકડીને ધરતી ઉપર ઉતારવામાં આવી રયું છે. 12જેમાં ધરતી ઉપરનાં બધાય પરકારના સ્યાર પગવાળા અને પેટે હાલનારા જનાવરો અને આભમાં ઉડનારા પંખીઓ હતા.
13અને એક એવી વાણી હંભળાણી કે, “હે પિતર ઉભો થા, અને એને મારીને ખા.” 14પણ પિતરે કીધું કે, “નય પરભુ નય, હું નય ખાવ; કેમ કે, કોય પણ અશુદ્ધ વસ્તુ મે કોય દિવસ ખાધી નથી.” 15પછી બીજીવાર એણે વાણી હાંભળી, “જે કાય પરમેશ્વરે શુદ્ધ ઠરાવ્યું છે, એને તુ અશુદ્ધ કેમા.” 16ત્રણ વખત આવું જ થયુ, તઈ તરત ઈ સાદરને આભમાં પાછી ખેસી લેવામાં આવી.
17જઈ પિતર પોતાના મનમા વિસાર કરી રયો હતો કે, આ સંદર્શન જે મે જોયું છે; શું હશે? તઈ ઈ માણસ જેને કર્નેલ્યસે મોકલ્યા હતાં એને સિમોનના ઘરનું રેઠાણ પુછતા કમાડ આગળ ઉભા રય ગયા. 18અને હાંક મારીને કેવા લાગ્યા કે, “સિમોન જે પિતર કેવાય છે, શું ઈ આયા રોકાણો છે?”
19પિતર ઈ દર્શનની ઉપર વિસાર કરી રયો હતો કે, પવિત્ર આત્માએ એને કીધું કે, “જો, ત્રણ માણસો તને ગોતી રયા છે. 20અત્યારે તુ ઉઠ અને નીસે ઉતરીને કાય સંકોષ રાખ્યા વિના તેઓની હારે જા કેમ કે, મે તેઓને મોકલ્યા છે.” 21તઈ પિતરે નીસે ઉતરીને ઈ માણસોને કીધું કે, “હાંભળો, તમે જેને ગોતો છો ઈ હું છું, તમારુ આયા આવવાનું શું કારણ છે?”
22તેઓએ કીધું કે, “હો સિપાયના અધિકારી કર્નેલ્યસે અમને મોકલ્યા છે જે ન્યાયી અને પરમેશ્વરની બીક રાખનારો અને બધીય યહુદી જાતિ એને બોવ માન આપે છે, એને એક પવિત્ર સ્વર્ગદુતથી આજ્ઞા મળી છે કે, તને પોતાના ઘરે બોલાવીને પરમેશ્વરનું વચન હાંભળે.” 23તઈ પિતરે એને પાહે બોલાવીને એની ઓળખાણ કરી કે, બીજે દિ પિતર એની હારે હતો, અને જોપ્પા શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ એની હારે ગયા.
કર્નેલ્યસના ઘરે પિતર
24બીજે દિવસે ઈ કાઈસારિયા શહેરમાં પુગીયા, અને કર્નેલ્યસ પોતાના કુટુંબના લોકો અને પોતાના મિત્રોને ભેગા કરીને એની વાટ જોતો હતો. 25જઈ પિતર પાહે આવી ગયો, તો કર્નેલ્યસ પિતરને મળો, અને નમીને એને સલામ કરી, 26પણ પિતરે એને ઉભો કરયો એણે કીધું કે, “ઉઠ ઉભો થા કેમ કે, હું પણ માણસ જ છું.”
27અને એની હારે વાતો કરતો પાહે ગયો, ન્યા લોકોને ભેગા થયેલા જોયને, 28આપડે યહુદી લોકોના નિયમની વિરુધ છયી પણ પરમેશ્વરે મને બતાવ્યું છે કે, કોય પણ માણસને અપવિત્ર કે અશુદ્ધ નો કવ. 29ઈ હાટુ જઈ મને બોલાવવામાં આવ્યો, તો હું કાય શંકા કરયા વગર આવી ગયો, હવે હું પુછુ છું કે, મને ક્યા કામ હાટુ બોલાવવામાં આવ્યો છે?
30કર્નેલ્યસે કીધું કે, સ્યાર દિવસ પેલા, આ જ વખતે હું મારા ઘરમાં બપોરે લગભગ ત્રણ વાગે પ્રાર્થના કરી રયો હતો, તઈ ઉજળા લુગડા પેરેલો એક માણસ, મારી હામે આવીને ઉભો રય ગયો. 31અને કેવા મંડયો કે, “હે કર્નેલ્યસ. તારી પ્રાર્થના હાંભળી લેવામાં આવી છે. અને તારું દાન પરમેશ્વરની પાહે પુગ્યું છે. 32ઈ હાટુ કોયને જોપ્પા શહેરમાં મોકલીને સિમોન જે પિતર કેવાય છે બોલાવી લેય. ઈ ચમાર સિમોનની ઘરે રેતો હતો. જેનું ઘર દરિયાને કાઠે છે. જઈ ઈ આયશે તઈ ઈ તમને પરમેશ્વરની તરફથી સંદેશો બતાયશે” 33તઈ મે તરત એને લેવા હાટુ તારી પાહે માણસો મોકલ્યા, અને તને ભલાય કરી કે આયા આવી ગયો. હવે આપડે બધાય આ હાટુ ભેગા થયા કે તારાથી ઈ બધુય હાંભળે, જે કાય પરમેશ્વરે તને કીધું છે.
પિતરનો સંદેશ
34તઈ પિતરે કીધું કે, “હવે મને પાક્કું હમજાણું કે પરમેશ્વર કોયનો ભેદભાવ કરતાં નથી. 35પણ દરેક બિનયહુદી લોકો એની બીક રાખે છે અને પરમેશ્વરની ઈચ્છાની પરમાણે કામ કરે છે, એને માંને છે.
36તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે. 37નાજરેથ નિવાસી ઈસુના વિષે આખાય યહુદીયા દેશમાં જે થયુ છે, એને તમે લોકો જાણો છો. ઈ બધુય ગાલીલ પરદેશમા શરુ થયુ, ઈ જળદીક્ષા પછી જેનો પરસાર યોહાને કરયો હતો. 38પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.
39અને અમે ઈ બધાય કામના સાક્ષી છયી, જે એણે યહુદીયા પરદેસ અને યરુશાલેમ શહેરમાં કરયા હતાં, અને યહુદી લોકોએ એને વધસ્થંભે ઉપર સડાવીને મારી નાખ્યો. 40પણ એને પરમેશ્વરે ત્રીજા દિવસે મરણમાંથી પાછા જીવતા કરી દીધા અને લોકોને સોખી રીતે દેખાણું. 41બધાય લોકોને નય પણ એને સાક્ષીઓને જે પરમેશ્વરે પેલાથી પસંદ કરેલા હતાં કા તો આપડે, અને એણે મરણમાંથી પાછો જીવતા થયેલાની હારે ખાધું પીધું.
42અને એણે આપણને આજ્ઞા આપી કે, બધાય લોકોમા પરસાર કરો અને સાક્ષી આપો કે, ઈસુને પરમેશ્વરે જીવતા અને મરેલાં લોકોનો ન્યાય કરનારો ઠરાવ્યો. 43બધાય આગમભાખીયા એની સાક્ષી આપે છે કે, જે કોય એના ઉપર વિશ્વાસ કરશે, એને એના નામથી પાપોની માફી મળશે.”
પવિત્ર આત્માને ઉતરવું
44પિતર આ વાતુ કરવા મંડયો હતો કે, વચન હાંભળનારા બધાય લોકોની ઉપર પવિત્ર આત્મા ઉતરી આવ્યો. 45તઈ બિનયહુદીઓ ઉપર પવિત્ર આત્મા ઉતરયો ઈ જોયને સુન્‍નતીઓમાંના જે વિશ્વાસીઓ પિતરની હારે આવ્યા હતા, ઈ બધાય સોકી ગયા.
46કેમ કે, તેઓએ ઈ લોકોને જુદી-જુદી ભાષામાં બોલતા અને પરમેશ્વરનાં મહિમા કરતાં હાંભળયા. તઈ પિતરે કીધું કે, 47“આ લોકોએ આપડી જેમ પરમેશ્વર તરફથી પવિત્ર આત્મા પામ્યો છે; તો હવે એને જળદીક્ષા લેવાથી કોય રોકી હકે નય” 48અને પિતરે આજ્ઞા દીધી કે જેણે ઈસુ મસીહને નામે જળદીક્ષા દેવામાં આવી. એના પછી લોકોએ પિતરને વિનવણી કરી કે થોડાક દિવસ એની હારે રયો. ઈ હાટુ ઈ થોડાક દિવસ હાટુ રોકાય ગયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in