YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 17

17
થેસ્સાલોનિકા શહેરમાં પાઉલ અને સિલાસ
1પછી પાઉલ અને સિલાસ આમ્ફીપોલીસ અને આપલોનિયાના શહેરોમાં થયને થેસ્સાલોનિકા શહેરમાં આવ્યા, જ્યાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યા હતી.
2અને પાઉલ પોતાની રીત પરમાણે એની પાહે ગયો, અને ત્રણ આરામના દિવસ હુધી શાસ્ત્ર પરમાણે એની હારે વાદ-વિવાદ કરયો.
3અને પાઉલે તેઓને ખુલાશો આપીને સાબિત કરયુ કે, મસીહે દુખ સહેવું, અને મરણમાંથી પાછુ જીવતું ઉઠવું જરૂરી હતું. એણે કીધું કે, “આ ઈસુ જેના વિષે તમને કવ છું, ઈ જ મસીહ છે.” 4એમાંથી થોડાક યહુદી લોકોએ, અને પરમેશ્વરની બીક રાખનારા બિનયહુદીઓએ, અને બોવ બધીય આબરૂદાર બાયુએ વિશ્વાસ કરી લીધો, અને પાઉલ અને સિલાસની હારે ભેગા મળી ગયા.
5પણ યહુદી લોકોએ અદેખાય રાખી અને બજારમાંથી થોડાક ગુંડા પોતાની હારે લય, અને ટોળું બનાવી શહેરમાં હુમલો કરવા લાગ્યા, અને તેઓએ પાઉલ અને સિલાસને ગોતવા હાટુ યાસોનને ઘરે હુમલો કરયો, અને તેઓને લોકોની હામે લાવવાની કોશિશ કરી. 6પણ જઈ ઈ એને નો મળ્યા, તઈ રાડો નાખીને યાસોન અને થોડાક વિશ્વાસી લોકોને શહેરના અધિકારીઓની પાહે ખેસીને લય ગયા, અને એને કેવા મંડયા કે, “ઈ માણસો જેણે જગતમાં ઉથલ-પાથલ કરી નાખી છે, ઈ આયા હોતન આવી ગયા છે.
7અને યાસોને એને પોતાના ઘરમાં રાખ્યા છે, ઈ બધાય રોમી સમ્રાટની આજ્ઞા વિરોધમાં કામ કરે છે; અને કેય છે કે, હજીય બીજો રાજા છે, જેનું નામ ઈસુ છે, અને રોમી સમ્રાટનો વિરોધ કરે છે.” 8જઈ ટોળાએ અને શહેરના અધિકારીઓએ આ વાતો હાંભાળી, તો તેઓ ગુસ્સે થય ગયાં. 9ઈ હાટુ તેઓએ યાસોન અને બાકીના લોકોને જામીન ઉપર છોડી મુકયા.
બેરિયા શહેરમાં પાઉલ અને સિલાસ
10વિશ્વાસી લોકોએ તરત રાતે પાઉલ અને સિલાસને બેરિયા શહેરમાં મોકલી દીધા, અને ઈ ન્યા પૂગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં ગયા. 11આ લોકો તો થેસ્સાલોનિકી શહેરના યહુદી લોકો કરતાં હારા હતાં, અને તેઓએ બોવ લાલસથી વચન હાંભળા, અને દરોજ શાસ્ત્રમાં ગોતતા કે, આ વાત હાસી છે કે નય. 12ઈ હાટુ એમાંથી બોવ બધાય લોકોએ, અને આબરૂદાર ગ્રીક ભાષા બોલનારી બિનયહુદી બાયુએ, અને ઘણાય માણસોએ વિશ્વાસ કરયો.
13પણ જઈ થેસ્સાલોનિકા શહેરના યહુદી લોકોને ખબર પડી કે પાઉલ બેરિયા શહેરમાં પણ પરમેશ્વરનાં વચનનો પરસાર કરી રયો છે, તો ઈ ન્યા જયને લોકોને ઉશ્કેરવા અને ધમાલ કરવા લાગ્યા. 14તઈ વિશ્વાસી લોકોએ તરત પાઉલને દરિયા કાઠે મોકલી દીધો, પણ સિલાસ અને તિમોથી બેરિયા શહેરમાં જ રયા. 15ઈ લોકો જે પાઉલને લય જાતા હતાં, ઈ એની હારે આથેન્સ શહેર લગી ગયા, પણ પાઉલથી આ આજ્ઞા લયને પાછા વળા કે, જેટલું જલદી થય હકે, સિલાસ અને તિમોથી એની પાહે આવી જાય.
આથેન્સ શહેરમાં પાઉલ
16જઈ પાઉલે આથેન્સ શહેરમાં એની વાટ જોતો હતો, તો શહેરને મૂર્તિઓથી ભરેલો જોયને, એનો મનમા બોવ દુખી થયો. 17ઈ હાટુ ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદી લોકો અને પરમેશ્વરની બીક રાખનારા બીજી જાતિના ભજનકરનારા લોકોને, અને સોકમાં જે લોકો એને મળતા હતાં, એની હારે કાયમ વાદ-વિવાદ કરયા કરતાં હતા. 18તઈ તેઓ જે એપીકયુરી કે સ્ટોઈક જાણનારા કેટલાક લોકો એની હારે વાદ-વિવાદ કરતાં હતાં, અને થોડાક લોકોએ કીધું કે, “આ બેકાર વાતો કેનારા શું કેવા માગે છે?” પણ બીજાઓએ કીધું કે, “એવુ લાગે છે કે ઈ બીજા દેવતાઓનો પરસાર કરનારા છે, તેઓએ આવું ઈ હાટુ કીધું,” કેમ કે, પાઉલ ઈસુ અને એના મરેલામાંથી જીવતા થાવાનો સંદેશો પરસાર કરતાં હતા.
19તઈ ઈ એને પોતાની હારે એરિયોપાગસ નામની સભામાં લય ગયા અને પુછયું કે, “શું અમે જાણી હકી છયી કે, આ નવું શિક્ષણ જે તુ હંભળાવ છો, ઈ શું છે? 20કેમ કે, તુ નવી વાતો અમને હંભળાવ છો, ઈ હાટુ અમે જાણવા માંગી છયી કે, એનો અરથ શું છે?” 21(ઈ હાટુ કે બધાય આથેન્સમાં રેનારા અને પરદેશી જે ન્યા રેતા હતાં, ઈ નવી-નવી વાતો કેવા અને હાંભળવાની સિવાય બીજા કોય પણ કામમા વખત કાઢતાં નોતા.)
એરિયોપાગસની સભામાં પાઉલનો પરસાર
22તઈ પાઉલે એરિયોપાગસ સભાની વસ્સે ઉભા થયને કીધું કે, હે આથેન્સના લોકો, હું જોવ છું કે તમે દરેક વાતમાં દેવતાઓને બોવ માનનારા છો. 23કેમ કે, જેનુ તમે ભજન કરો છો એને હું મારગમા હાલતા-હાલતા જોતો હતો, તઈ મે એક વેદી હોતન જોય, જેના ઉપર આવુ લખેલુ હતું, “અજાણ્યા દેવના માન હાટુ.” એટલે જેનુ તમે જાણયા વગર ભજન કરો છો, એને હું તમારી આગળ પરગટ કરું છું.
24જેને પરમેશ્વરે પૃથ્વી અને એની બધીય વસ્તુઓને બનાવી, ઈ સ્વર્ગ અને ધરતીનો માલીક થયને, માણસોની દ્વારા બનાવેલા મંદિરોમાં નથી રેતો. 25નોતો એને કોય વસ્તુની જરૂર છે, જેનાથી કે ઈ માણસોના હાથની સેવાને પામી હકે, કેમ કે ઈ પોતે જ બધાયને જીવન, શ્વાસ અને બધુય દેય છે.
26એણે એક જ માણસની બધીય જાતિના લોકોને હારી ધરતી રેવા હાટુ બનાવી, અને એના ઠરાવેલા વખત અને એના રેવાની સીમાઓને બાંધી છે, 27પરમેશ્વરે એવુ ઈ હાટુ કરયુ કે લોકો એને ગોતે, અને કદાસ એને ગોતીને આશા પામે, તો પણ ઈ આપડામાંથી કોયનાથી પણ આઘા નથી.
28જેવું કે કોયે લખ્યું છે કે, ઈ આપડી હારે છે જેથી આપડે જીવી, હાલી, ફરી, અને આપડે બનેલા રેયી. ઠીક એમ જ જેવું તમારા કવિઓએ પણ કીધું છે,
“આપડે તો એના વંશના છયી.” 29કેમ કે, “આપડે પરમેશ્વરનાં સંતાન છયી ઈ હાટુ આપડે આવું કોય દિવસ નો વિસારવું જોયી કે, ઈશ્વર હોનું, સાંદી કે પાણાની જેવા છે, જેને માણસે પોતાના હાથની કારીગરી અને પોતાની હંમજણ પરમાણે બનાવ્યા.
30જુના વખતમાં પરમેશ્વરે લોકોની અજ્ઞાનતાની ઉપર ધ્યાન નથી દીધુ, પણ હવે પરમેશ્વર દરેક જગ્યાએ બધાય માણસોને પસ્તાવો કરીને પાપ કરવાનું છોડવાની આજ્ઞા દેય છે. 31કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”
32જેવી ઈ લોકોએ મરેલામાંથી જીવતા થાવાની વાત હાંભળી, તો એનામાંથી થોડાક લોકો ઠેકડી કરવા લાગ્યા, અને થોડાકે કીધું કે, “આ વાત અમે તારાથી પાછા ક્યારે હાંભળી,” 33ઈ વખતે પાઉલ એની વસ્સેથી વયો ગયો. 34પણ થોડાક માણસો એની હારે મળી ગયા, અને તેઓએ પરભુ ઉપર વિશ્વાસ કરયો, જેમાં દીઓનુસીઅસ જે એરિયોપાગસની મંડળીનો સભ્ય હતો, અને દામરીસ નામની એક બાય હતી, અને એની હારે બીજા થોડાક લોકો હતા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in