YouVersion Logo
Search Icon

માથ્થી 18

18
ઈસુ કેય છે મહાન કોણ?
(માર્ક 9:33-37; લૂક 9:46-48)
1ઈ વખતે ચેલાઓ ઈસુની પાહે આવીને પુછવા લાગ્યા કે, “સ્વર્ગના રાજ્યમાં બધાયથી મોટો કોણ છે?” 2તઈ એણે એક બાળકને એની પાહે બોલાવીને એને તેઓની વસમાં ઉભો રાખ્યો, 3અને કીધુ કે, હું તમને હાસુ કવ છું કે, જો તમે ફરીને બાળકની જેમ નય થય જાવ, તો સ્વર્ગના રાજ્યમાં તમે અંદર જય હકશો નય. 4ઈ હાટુ જે કોય પોતાને આ બાળકના જેવું નમ્ર કરશે, ઈ જ સ્વર્ગના રાજ્યમાં મોટો છે. 5વળી જે કોય મારા નામે એક બાળકનો સ્વીકાર કરે છે ઈ મારો પણ સ્વીકાર કરે છે.
6“પણ આ નાનાઓમાંથી જેઓ મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓમાના એકને જે કોય ઠોકર ખવડાવશે, ઈ કરતાં એના ગળે ઘંટીનો મોટો પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં ડુબાડી દેય, ઈ એની હાટુ હારૂ છે.” 7જગતના લોકોને અફસોસ છે! કારણ કે, જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનાવવાની જરૂર છે. પણ ઈ માણસને અફસોસ છે જે બીજાને પાપ કરાવવામાં જવાબદાર છે! 8જો તમે પાપ કરવા હાટુ પોતાના હાથ કા પગનો ઉપયોગ કરવાના વિસારમાં છો, તો એને કાપી નાખો. કેમ કે, એક હાથ કા પગ વિના સ્વર્ગમાં જાવું અઘરું થય હકે છે, પણ બેય હાથ કા પગને રાખવા અને અનંતકાળની આગમાં જાવું બોવ અઘરું છે. 9જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે, કે તારી બેય આખુંથી એક આંખ નીકળી જાય અને તારો આખો દેહ નરકમાં જાવાથી બસી જાહે.
ઈસુ ખોવાયેલા ઘેટાની વાર્તા કેય છે
(લૂક 15:3-7)
10સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે. 11કેમ કે, હું માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા આવ્યો છું.
12તમે હું ધારો છો? જો કોય માણસની પાહે હો ઘેટા હોય અને એમાંથી એક ખોવાય જાય, તો શું નવ્વાણુંને મુકીને ઈ ભુલા પડેલાને ગોતવા ઈ ડુંઘરા ઉપર જાતો નથી? 13જો ઈ એને ઝડે તો હું તમને હાસુ કવ છું કે, જે નવ્વાણું ભુલા પડયા નોતા, તેઓના કરતાં એના લીધે ઈ બોવ રાજી થાય છે. 14ઈ જ પરમાણે તમારા સ્વર્ગમાંના પરમેશ્વર બાપ આ નાનાઓમાંથી એક પણ ખોવાય જાય એવું ઈચ્છતા નથી.
જઈ કોય માણસ ખરાબ કરે તો
15વળી જો તારો સાથી વિશ્વાસી ભાઈ તારી હામો ગુનો કરે, તો જા, અને એને એકલામાં લય જયને વાત કરીને એને હંમજાવુ; જો ઈ તારૂ હાંભળે અને પસ્તાવો કરે, તો ઈ તારા સાથી વિશ્વાસી ભાઈને પાછો જીતી લીધો છે. 16પણ જો ઈ નો હાંભળે તો, મુસાની વ્યવસ્થા મુજબ, એક બે માણસને તારી હારે લે, ઈ હાટુ કે, હરેક વાત બે કા ત્રણ સાક્ષીના મોઢાથી સાબિત થાય. 17જો ઈ એનું નો માંને, તો મંડળીને કહો, ફરી જો મંડળીનું પણ નો માંને, તો બીજી જાતિ અને કર લેનારા હારે જેવું વર્તન કરો છો એમ તેઓને પણ મંડળી પાહેથી કાઢી નાખો.
18હું તમને હાસુ કવ છું કે, જે કાય તમે પૃથ્વી ઉપર બાંધશો; ઈ સ્વર્ગમાં બંધાહે, જે કાય તમે પૃથ્વી ઉપર છોડશો, ઈ સ્વર્ગમાં છોડાહે. 19વળી હું તમને કવ છું કે, પૃથ્વી ઉપર તમારા માનું બે માણસ, કાય પણ વાત સબંધી એક મનના થયને માંગશે, તો મારા સ્વર્ગમાંના બાપથી તેઓને હારું કરાશે. 20કેમ કે, જ્યાં બે કા ત્રણ મારા નામે ભેગા થયેલા હોય ન્યા તેઓની વસે હું છું.
માફી વિષેની વાર્તા
21તઈ પછી પિતરે ઈસુની પાહે આવીને કીધુ કે, ઓ પરભુ, જો મારો સાથી વિશ્વાસી ભાઈ મારી હામે કેટલીવાર ગુનો કરે, અને હું એને માફ કરું? શું હાત વાર? 22ઈસુએ એને કીધુ કે, “હાત વાર હુધી હું એને નથી કેતો, પણ હાતને સીતેર ગણી વાર હુધી તમારે એને માફ કરી દેવો.” 23હું તારાથી આ કવ છું કેમ કે, સ્વર્ગનું રાજ્ય એવા એક રાજાની જેમ છે કે, જેણે પોતાના દાસોની પાહે હિસાબ લેવા માંગ્યો. 24ઈ હિસાબ કેવા લાગ્યો, તઈ તેઓએ દસ હજાર સિક્કા એટલે કે, એક સિક્કા જેની કિમંત લગભગ પંદર વર્ષની મજુરીથી પણ વધારે હતું જે ચાકરથી સુકવી ના હકાય એટલા રૂપીયા એવા એક દેવાદારને એની પાહે લાવ્યા. 25પણ લેણું વાળી આપવા હાટુ એની પાહે કાય નો હોવાથી, એના રાજાએ એને અને એની બાયડીને અને એના બાળકોને, એની પાહે જે કાય હતું ઈ બધુય વેસીને લેણું વાળવાનો હુકમ કરયો. 26ઈ હાટુ ચાકરે એને પગે પડીને વિનવણી કરી કે, “રાજા ધીરજ રાખો, અને હું તમારું બધુય લેણું વાળી દેય.” 27તઈ ઈ દાસના રાજાને દયા આવવાથી એને છોડી દીધા અને એનુ લેણું માફ કરી દીધું.
28પણ તે જ દાસે બારે નીકળીને પોતાના સાથી ચાકરોમાના એકને જોયો કે, જે એના હો દીનાર એટલે કે, હો દિવસની મજુરીનો દેવાદાર હતો, એને એનો કાંઠલો પકડીને કીધુ કે, “તારૂ લેણું વાળ.” 29તઈ એના સાથી દાસે પગે લાગીને વિનવણી કરી કે, “ધીરજ રાખો, હું તારૂ લેણું વાળી દેય.” 30અને એણે એનું માન્યુ નય, પણ જયને લેણું વાળે નય ન્યા હુધી એણે એને જેલખાનામાં પુરાવ્યો. 31તઈ જે થયુ ઈ જોયને એના સાથી ચાકરો ઘણાય દુખી થયા, તેઓએ જયને ઈ બધુય પોતાના માલિકને કયને હંભળાવ્યું. 32તઈ એના રાજાએ એને બોલાવીને એને કીધુ કે, “અરે દુષ્ટ દાસ, તે મને વિનવણી કરી કે, ઈ હાટુ મે તારૂ બધુય લેણું માફ કરી દીધુ. 33જેવી રીતે મે તારા ઉપર દયા કરી અને તારૂ લેણું માફ કરયુ એમ જ શું તારે તારા સાથી ચાકરનું લેણું માફ કરવુ વ્યાજબી નોતું?” 34અને એના રાજાએ ખીજાયને એણે સજા આપનારાઓનાં હાથમાં હોપી દીધો, કે જ્યાં હુધી ઈ બધુય લેણું ભરીનો દેય, ન્યા હુધી તેઓના હાથમાં રેય.
35ઈ પરમાણે જો તમે પોતપોતાના સાથી વિશ્વાસી ભાઈના પાપો તમારા હ્રદયથી માફ નય કરો, તો મારો પરમેશ્વર બાપ જે સ્વર્ગમાં છે ઈ પણ તમારી હારે એવુ જ કરશે.

Currently Selected:

માથ્થી 18: KXPNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in