1
ઉત્પત્તિ 3:6
પવિત્ર બાઇબલ C.L.
સ્ત્રીએ જોયું કે તે વૃક્ષ દેખાવમાં સુંદર, તેનું ફળ ખાવામાં સારું અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઇચ્છવાજોગ છે. તેથી સ્ત્રીએ એક ફળ તોડીને ખાધું. તેણે તે પોતાના પતિને પણ આપ્યું એટલે તેણે પણ તે ખાધું.
Compara
Explorar ઉત્પત્તિ 3:6
2
ઉત્પત્તિ 3:1
પ્રભુ પરમેશ્વરે બનાવેલાં બધાં પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. સાપે સ્ત્રીને પૂછયું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે, બાગમાંના કોઈ વૃક્ષનું ફળ તમારે ખાવું નહિ?”
Explorar ઉત્પત્તિ 3:1
3
ઉત્પત્તિ 3:15
હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”
Explorar ઉત્પત્તિ 3:15
4
ઉત્પત્તિ 3:16
પછી ઈશ્વરે સ્ત્રીને કહ્યું, “હું તારું ગર્ભધારણનું દુ:ખ વધારીશ અને બાળકને જન્મ આપવામાં તને ભારે વેદના થશે. છતાંય તું તારા પતિની ઝંખના સેવ્યા કરીશ અને તે તારા પર અધિકાર ચલાવશે.”
Explorar ઉત્પત્તિ 3:16
5
ઉત્પત્તિ 3:19
કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.”
Explorar ઉત્પત્તિ 3:19
6
ઉત્પત્તિ 3:17
તેમણે પુરુષને કહ્યું, “તેં તારી પત્નીનું કહેવું માન્યું છે અને મેં મના કરેલ વૃક્ષનું ફળ ખાધું છે તેથી તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તારે પોતાનો ખોરાક મેળવવા જીવનભર સખત પરિશ્રમ કર્યા કરવો પડશે.
Explorar ઉત્પત્તિ 3:17
7
ઉત્પત્તિ 3:11
પ્રભુ પરમેશ્વરે તેને પૂછયું, “તને કોણે કહ્યું કે તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને મના કરી હતી, તેનું ફળ શું તેં ખાધું છે?”
Explorar ઉત્પત્તિ 3:11
8
ઉત્પત્તિ 3:24
પછી જીવનદાયક વૃક્ષને સાચવવા માટે પ્રભુ પરમેશ્વરે પાંખવાળા કરુબ અને ચારે તરફ વીંઝાતી અગ્નિરૂપી તલવાર એદન બાગની પૂર્વમાં મૂક્યાં.
Explorar ઉત્પત્તિ 3:24
9
ઉત્પત્તિ 3:20
અને આદમે પોતાની પત્નીનું નામ હવ્વા પાડયું; કારણ, તે સર્વ સજીવોની મા હતી.
Explorar ઉત્પત્તિ 3:20
Inici
La Bíblia
Plans
Vídeos