લુક 21:25-27

લુક 21:25-27 DHNNT

સુર્યા, ચાંદ અન ચાંદને સાહમા નિશાની દેખાયજીલ, અન ધરતીવર, બિન યહૂદી જાતિના લોકા સાહવર સંકટ યીલ. કાહાકા તે દરેના ગર્જના અન લબકનના કકાસકન ઘાબરી જાતીલ. અન ભેવને કારને અન લોકા સાહવર જી ચમત્કાર હુયુલા આહા, તેલા હેરી લોકા ખુબ બીહી જાતી કાહાકા આકાશના સામર્થ્ય હીલવી ટાકતીલ. તાહા લોકા મા, માનુસને પોસાલા સામર્થ્ય અન મોઠા મહિમામા આબુટવર યેતા હેરતીલ.