યોહાન 16

16
1મે તમને આ બધુય ઈ હાટુ કીધું છે જેથી તમને ઠોકર નો લાગે અને મારાં ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેતા નય કેમ કે, તમારે ઘણીય મુશ્કેલીઓનો સામનો કરવાનો છે. 2તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું 3તેઓ આ ઈ હાટુ કરશે કેમ કે, તેઓએ બાપને ઓળખો નય અને મને ઓળખો નય. 4મે તમને આ વાતુ ઈ હાટુ કીધી છે કે, જઈ મુશીબતનો વખત આવે તો તમને આ યાદ રેય કે, મે તમને આની વિષે પેલાથી જ કય દીધુ હતું. મે શરૂઆતમાં તમને લોકોને આ વાતુ ઈ હાટુ નથી કીધી કેમ કે, તઈ હું તમારી હારે હતો.
5પણ હવે હું મારા મોકલનારાની પાહે જાવ છું, અને તમારામાથી કોય પણ મને નો પૂછતા કે, તુ ક્યા જાય છે? 6પણ તમારુ મન ઈ હાટુ હોગથી ભરાય ગયુ કે, મે ઈ વાત તમને કીધી. 7તો પણ હું તમને હાસુ કવ છું કે, મારું જાવાનું તમારી હાટુ હારું છે કેમ કે, જો હું નો જાવ, તો ઈ મદદગાર તમારી પાહે નય આવે, પણ જો હું જાવ, તો એને તમારી પાહે મોકલી દેય. 8અને જઈ ઈ આયશે, તો જગતના લોકોના પાપના વિષે, અને ન્યાયીપણાના વિષે અને ન્યાય સુકવવાના વિષે જગતને સાબિતી આપશે. 9ઈ લોકોને બતાયશે કે, તેઓના મોટા પાપ આ છે કે, તેઓએ મારી ઉપર વિશ્વાસ નો કરયો. 10અને ન્યાયીપણાની વિષે ઈ હાટુ સાબિત કરશે કેમ કે, હું બાપની પાહે જાવ છું, અને હવેથી તમે મને પાછો જોહો નય. 11ન્યાયના વિષે ઈ બતાયશે કેમ કે, આ જગતના અધિકારીનો ન્યાય કરવામા આવ્યો છે. 12હું તમને હજી પણ બોવ વાતો કેવા માંગું છું, પણ આઘડી તમે એને સહન નય કરી હકો. 13તો પણ જઈ હાસાયનો આત્મા આયશે, તઈ ઈ તમને બધુય હાસમાં લય જાહે; કેમ કે, ઈ પોતાના વિષે કેહે નય; પણ જે કાય ઈ હાંભળશે ઈજ ઈ કેહે; અને જે જે થાવાનુ છે ઈ તમને કય બતાયશે. 14ઈ મારી મહિમા કરશે કેમ કે, એને મારી તરફથી જે મળેલું છે, ઈ તમને કય બતાયશે. 15જે કાય બાપનું છે, ઈ બધુય મારું છે, ઈ હાટુ મે કીધું કે, ઈ મારી તરફથી જે મળ્યું છે, ઈ તમને કયને બતાયશે.
ઈસુ ફરી પાછા આયશે
16“થોડીકવાર પછી તમે મને નય જોવ, અને પછી થોડીક વારમાં મને જોહો.” 17તઈ એના થોડાક ચેલાઓ એકબીજાને કેવા લાગ્યા કે, “કેમ શું છે, જે ઈ આપણને કેય છે કે, થોડીકવાર પછી તમે મને નય જોવ, અને પછી થોડીક વારમાં મને જોહો? કેમ કે, હું બાપની પાહે જાવ છું?” 18ઈ હાટુ તેઓ એકબીજાને પૂછતા રયા કે, “થોડીક પછી, એમ ઈસુ કેય છે ઈ શું છે? આપડે નથી જાણતા કે, ઈ શું કય રયો છે.” 19ઈસુ જાણતો હતો કે, તેઓ આ વાતનો અરથ પુછવા માગે છે, તઈ એણે કીધું કે, “શું તમે મારી વાતોની વિષે અંદરો અંદર સરસા કરો કે, થોડીકવાર પછી તમે મને નય જોવ,” અને પછી થોડીક વારમાં મને જોહો? 20હું તમને હાસે હાસુ કવ છું કે, તમે રોહો અને દુખી થાહો, પણ જગતના લોકો આનંદ કરશે, તમને દુખ થાહે, પણ તમારુ ઘણુય દુખ આનંદમાં બદલાય જાહે. 21જઈ બાયને જણવાનો વખત આવે છે, તો એને બોવ પીડા થાય છે, કેમ કે એના દુખાવાનો વખત આવી ગયો છે, પણ ઈ બાળકને જનમ દીધા પછી પોતાના દુખાવાને ભુલી જાય છે કેમ કે, ઈ રાજી થાય છે કે, જગતમાં એક બાળકનો જનમ થયો છે. 22આવી રીતે તમને પણ આઘડી તો દુખ થાહે, પણ હું તમને પાછો મળય, તઈ તમે રાજી થય જાહો, અને તમારી પાહેથી તમારી ખુશી કોય આસકી નય હકશે. 23ઈ દિવસે તમે મને કાક પૂછશો કે, હું તમને હાસે હાસુ કવ છું, જો તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો, ઈ તમને આપે. 24અત્યાર લગી તમે મારા નામે બાપથી કાય નથી માંગ્યું, માગશો તો તમને મળશે, જેનાથી તમારો આનંદ વધારે થાહે!
દુનિયા ઉપર વિજય
25મે તમને આ બધીય વાતો દાખલા તરીકે કીધી છે, પણ એવો વખત આવે છે કે, હું તમને પાછા દાખલા તરીકે વાત નય કરું, પણ સોખી રીતે હું તમને બાપની વિષે બતાવય. 26ઈ વખતે તમે મારે નામે ગોતશો, અને હું તમને એમ નથી કેતો નથી કે, હું તમારી હાટુ બાપને પ્રાર્થના કરય. 27કેમ કે, બાપ પોતે તમને પ્રેમ કરે છે. ઈ હાટુ કે તમે મને પ્રેમ કરયો છે, અને આ વિશ્વાસ પણ કરયો છે કે, હું પરમેશ્વર તરફથી છું 28હું બાપ પાહેથી જગતમાં આવ્યો છું, અને હું પાછો જગત મુકીને બાપની પાહે જાવ છું 29એના ચેલાઓએ કીધું કે, “હવે તો તુ હાસી રીતે કેય છે, અને કોય દાખલો નથી કેતો. 30હવે અમે જાણી છયી કે, તુ બધુય જાણે છે, અને આઘડી કોયને પણ તમને સવાલ પૂછવાની જરૂર નથી, એમા અમે વિશ્વાસ કરી છયી કે, તુ પરમેશ્વરની તરફથી આવ્યો છે.” 31આ હાંભળીને ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “શું આઘડી જ તમે વિશ્વાસ કરો છો? 32જોવ, હવે ઈ વખત આવી રયો છે, અને હવે આવી જ ગયો છે, અને તમે બધાય વેર વિખેર થય જાહો, અને મને એકલો મુકીને પોતપોતાના ઘરે વયા જાહો, તોય હું એકલો નથી, કેમ કે બાપ મારી હારે છે. 33હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”

S'ha seleccionat:

યોહાન 16: KXPNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió