લૂક 17
17
ઈસુ દ્વારા ચેલાઓને બીજુ કેટલુક શિક્ષણ
(માથ્થી 18:6-7,21-22; માર્ક 9:42)
1પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, ઈ હાસુ છે કે, માણસો ઠોકર ખાયને પાપ કરે, એવુ થાહે પણ જે માણસને લીધે પરીક્ષણ પામે છે, એને અફસોસ! 2“જે કોય આ નાનાઓમાંથી મારા ઉપર વિશ્વાસ કરે છે; તેઓમાંના એકને પણ કોય ઠોકર ખવડાવશે, તો એની હાટુ ઈ હારું હતું કે, એની ડોકે ઘંટીનું પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં દુબાડવામાં આવત.” 3ઈ હાટુ તમે જે કરો છો ઈ વિષે સાવધાન રયો! “જો તારો ભાઈ પાપ કરે, તો એને ઠપકો આપ કે, ઈ પસ્તાવો કરે, અને જો ઈ પસ્તાવો કરે તો તુ એને માફ કર. 4જો તારો ભાઈ દિવસમાં હાત વાર પાપ કરે, અને હરેક વખતે તારી પાહે આવીને કેય કે, હું પસ્તાણો છું, તો તુ એને માફ કર.”
મજબુત વિશ્વાસ
5ગમાડેલા ચેલાઓએ પરભુને કીધુ કે, “અમારા વિશ્વાસને હજી મજબુત કરો!” 6પરભુએ કીધુ કે, જો તમે રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે પેલા ઝાડવાને કીધુ હોત કે, તુ ઉખડીને ઓલા દરિયામાં રોપાય જા, તો ઈ તમારુ માની જાત.
ચાકરની ફરજ
7જો તમારો ચાકર, જમીન ખેડયા પછી કા ઘેટા સરાવયા પછી, જઈ ઈ ખેતરેથી ઘરે આવે તઈ તમે એને એમ નય કેહો કે, “અંદર આવીને તરત ખાવા બેહી જા” 8પણ તમે કેહો કે, મારા હાટુ ખાવાનું તૈયાર કર; અને જ્યાં હુધી હું ખાવા પીવાનું પુરું નો કરુ ન્યા હુધી તુ મારી સેવા કરવા હાટુ તૈયાર રે; પછી તુ હોતન ખાય લેજે. 9જે કામ તમે તમારા ચાકરને કરવા હાટુ હોપ્યું છે ઈ કામ હાટુ તમે એનો આભાર માનશો નય. 10એવી જ રીતે, તમને જે બધુય કામ કરવાની આજ્ઞા આપી છે, ઈ બધુય કામ તમે કરયુ છે, તઈ તમારે એમ કેવું જોયી કે, અમે નકામાં ચાકર છયી, કેમ કે જે કામ અમારે કરવાનું હતું ઈ જ કરયુ છે.
દસ રક્તપિતયાઓ શુદ્ધ કરવા
11જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમને તરફ જાતા મારગમાં હાલતા હતાં, તેઓ સમરૂન પરદેશ અને ગાલીલ જિલ્લામાં થયને નીકળા. 12જેમ ઈસુ એક ગામમાં ગયો, ન્યા એની હામે દસ કોઢિયા માણસ આવ્યા, પણ તેઓ એનાથી થોડા આઘા ઉભા રયા. 13અને ઈ માણસોએ છેટા ઉભા રયને, રાડો પાડીને કીધુ કે, “હે ઈસુ, સ્વામી, અમારી ઉપર દયા કર!” 14અને ઈસુએ ઈ માણસોને જોયને કીધુ કે, “તમે તમારા દેહને યાજકોની પાહે જયને દેખાડો જેથી ઈ જોય હકે અને એમ થયુ કે, મારગમાં હાલતા જ તેઓ હાજા થય ગયા.” 15પછી તેઓમાના એક માણસે જોયુ કે, ઈ હાજો થયો છે, તઈ ઈ ઈસુ પાહે પાછો ગયો, અને મોટા અવાજે પરમેશ્વરની સ્તુતિ કરી. 16ઈ ઈસુની પાહે આવીને જમીન ઉપર ઈસુના પગે પડી ગયો, અને એણે એનો આભાર માન્યો; અને ઈ માણસ સમરૂન પરદેશનો વતની હતો. 17આ વિષે ઈસુએ કીધુ કે, “શું મે દસ માણસોને શુધ્ધ કરયા નોતા? તો બાકીના નવ ક્યા છે? 18આ એક જ બિનયહુદી માણસ હતો; જે પરમેશ્વરનો આભાર માનવા હાટુ પાછો આવ્યો! એની સિવાય બીજો કોય પાછો આવ્યો નય!” 19પછી ઈસુએ એને કીધુ કે, “ઉભો થયને વયો જા; તુ બસાવામાં આવ્યો છો કેમ કે, તે મારી ઉપર વિશ્વાસ કરયો કે, હું તને બસાવી હકુ છું.”
પરમેશ્વરનાં રાજ્યનું આવવું
(માથ્થી 24:23-28,37-41)
20એક દિવસ કેટલાક ફરોશી ટોળાના લોકોએ ઈસુને પુછયું કે, “પરમેશ્વરનું રાજ્ય ક્યારે આયશે?” તઈ ઈસુએ જવાબ આપ્યો કે, પરમેશ્વરનું રાજ્ય કાય એવુ નથી કે, જેને તમે એક ઘટના રીતે જોય હકો છો. 21અને લોકો કેહે પણ નય કે, જોવો, આયા પરમેશ્વરનું રાજ્ય છે, કા ન્યા છે! “કેમ કે, પરમેશ્વરનું રાજ્ય તો તમારામા જ છે.”
22પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, “એવો વખત આવે છે, તઈ માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઈચ્છો તો પણ જોય હકશો નય.” 23લોકો તમને કેહે કે, “જોવો, મસીહ ન્યા છે.” પણ ઈ હાંભળીને તમે ક્યાય જાતા નય, અને એની વાહે હાલતા નય. 24કેમ કે, જેમ આભમાં વીજળી સમકે છે, અને એક દિશાથી બીજી દિશા હુધી અંજવાળું થાય છે, એમ જ માણસના દીકરાનું આવવાનું પણ થાહે. 25પણ ઈ પેલા માણસના દીકરાને ઘણુય દુખ સહન કરવુ પડશે, અને આ પેઢીના માણસો એને ગમાડશે નય. 26જેમ નૂહના વખતમાં થયુ, એમ હું માણસના દીકરાનું પાછુ આવવું થાહે. 27નૂહ વહાણમાં સડયો, અને જળપ્રલય આવ્યું અને જે વહાણમાં નોતા ઈ બધાયનો વિનાશ કરયો ઈ દિવસ હુંધી તેઓ ખાતા, પીતા, અને પવણતા, પવણાવતા હતા. 28એવી જ રીતે, જેમ અમારા વડવો લોત, જે સદોમ શહેરમાં રેતો હતો, એના વખતે હોતન એવુ જ થયુ હતું, જઈ પરમેશ્વરે સદોમનો નાશ કરયો, ન્યા હુંધી પેલા માણસો ખાતા-પીતા, લેતી-દેતી કરતાં, વાવતા અને ઘર બનાવતા હતાં; 29જઈ લોતે સદોમ શહેર છોડયું, તઈ ગંધક અને આગ આભમાંથી વરહા, અને બધાય માણસો જે શહેરમાં હતાં તેઓનો નાશ કરયો. 30એવી જ રીતે જઈ હું માણસના દીકરાનું આવવાનું થાહે, તઈ લોકો તૈયારી વગરના હશે.
31ઈ દિવસે જે ધાબા ઉપર હોય, ઈ ઘરમાંથી પોતાનો સામાન લેવા નીસે નો ઉતરે, જે ખેતરમાં હોય, ઈ પોતાના લુગડા લેવા, ઘરે પાછો નો જાય. 32યાદ કરો કે, લોતની બાયડીની હારે શું થયુ હતું? 33જે કોય પોતાનો જીવ બસાવવાનું ઈચ્છે છે, ઈ ગુમાયશે, અને જે કોય માણસ પોતાનો જીવન ગુમાવશે, એને બસાવામાં આયશે. 34હું તમને કવ છું કે, જઈ હું ફરીથી આવય, ઈ વખતે બે માણસ એક જ પથારીમાં હુતા હશે, તો એક માણસને લય લેવાહે બીજા માણસને પડતો મુકાહે. 35જ્યાં બે બાયુ, એક હારે દયણું દળતી હશે, તો એમાંથી એકને લય લેવાહે, અને બીજીને પડતી મુકાહે. 36ખેતરમાં બે માણસ હશે, એમાંથી એકને લય લેવાહે, અને બીજાને પડતો મુકાહે. 37ચેલાઓએ ઈસુને પુછયું કે, પરભુ! આ ક્યા થાહે? ઈસુએ જવાબ આપ્યો કે, “જ્યાં લાશ હોય, ન્યા ગીધો ભેગા થાહે જ.”
S'ha seleccionat:
લૂક 17: KXPNT
Subratllat
Comparteix
Copia
Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

: