ઉત્પત્તિ 29
29
યાકૂબ લાબાનને ઘેર આવી પહોંચે છે
1ત્યાર પછી યાકૂબ ત્યાંથી નીકળ્યો ને પૂર્વના લોકના દેશમાં જઈ પહોંચ્યો. 2અને તેણે જોયું, તો જુઓ, ખેતરમાં એક કૂવો હતો, ને જુઓ, ત્યાં તેની પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં બેઠાં હતાં. કેમ કે તે કૂવામાંથી તેઓ ટોળાંને પાતા હતા; અને કૂવાના મોં પર મૂકેલો પથ્થર મોટો હતો. 3અને ત્યાં સર્વ ટોળાં એકત્ર થતાં હતાં; અને તેઓ કૂવાના મોં પરથી પથ્થર ગબડાવી ઘેટાંને પાતા હતા, ને કૂવાના મોં પર પથ્થર પાછો તને ઠેકાણે મૂકતા હતા. 4અને યાકૂબે તેઓને કહ્યું, “મારા ભાઈઓ, તમે કયાંના છો?” 5અને તેણે તેઓને કહ્યું, “શું તમે નાહોરના દિકરા લાબાનને ઓળખો છો?” અને તેઓએ કહ્યું, “અમે તેને ઓળખીએ છીએ.” 6અને યાકૂબે તેઓને કહ્યું, “શું તે ક્ષેમકુશળ છે?” અને તેઓએ કહ્યું, શું તે ક્ષેમકુશળ છે?” અને જો, તેની દીકરી રાહેલ ઘેટાં લઈને આવે છે.” 7અને તેણે કહ્યું, “જો, હજુ દિવસ ઘણો છે, ને ઢોર એકત્ર કરવાનો વખત થયો નથી; માટે તમે ઘેટાંને પાઓ, ને જઈને તેઓને ચારો.” 8અને તેઓ બોલ્યા, “સર્વ ટોળાં એકઠાં થાય, ને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવવામાં આવે, ત્યાં સુધી તે અમારાથી થાય એવું નથી. તે પછી અમે ઘેટાંને પાઈએ છીએ.” 9અને તે તેઓની સાથે બોલતો હતો, એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી, કેમ કે તે તેઓને સાચવતી હતી. 10અને એમ થયું કે, યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનનાં ઘેટાંને જોયાં, ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો, ને તેના મામા લાબાનનાં ઘેટાંને પાણી પીવડાવ્યું. 11અને યાકૂબ રાહેલને ચૂમીને પોક મૂકીને રડયો. 12અને યાકૂબે રાહેલને કહ્યું, “હું તારા પિતનો ભાઈ, ને રિબકાનો દીકરો છું.” અને રાહેલે દોડીને પોતાના પિતાને ખબર આપી.
13અને એમ થયું કે લાબાને તેના ભાણેજ યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડયો, ને તેને આલિંગન કરીને ચૂમ્યો, ને તેને પોતાને ઘેર લાવ્યો. અને તેણે લાબાનને આ સર્વ વાતો કહી. 14અને લાબાને તેને કહ્યું, “ખચીત તું મારા હાડકાનો તથા માંસનો છે.” અને યાકૂબ તેની પાસે એક મહિનાભર રહ્યો.
યાકૂબ રાહેલ અને લેઆ માટે લાબાનની ચાકરી કરે છે
15અને લાબાને યાકૂબને કહ્યું, “તું મારો ભાઈ છે, તેથી તારે મારી ચાકરી મફત કરવી ઘટે શું? હું તને શું આપું તે મને કહે.” 16અને લાબાનને બે દીકરી હતી:મોટીનું નામ લેઆ, ને નાનીનું નામ રાહેલ. 17અને લેઆની આંખો નબળી હતી; પણ રાહેલ સુંદર તથા રૂપાળી હતી. 18અને યાકૂબે રાહેલ પર પ્રેમ કર્યો; અને તેણે કહ્યું, “તારી નાની દીકરી રાહેલને માટે હું સાત વર્ષ સુધી તારી ચાકરી કરીશ.” 19અને લાબાને કહ્યું, “બીજા માણસને આપવા કરતાં તેને તને આપવી સારી છે. તું મારી સાથે રહે.” 20અને યાકૂબે રાહેલને માટે સાત વર્ષ સુધી ચાકરી કરી; અને તેના પર તેનો પ્રેમ હતો, માટે તે સાત વર્ષ તેને થોડા દિવસ સરખાં લાગ્યાં.
21અને યાકૂબે લાબાનને કહ્યું, “ [ઠરાવેલો] સમય પૂરો થયો છે, માટે મારી પત્ની મને આપ કે, હું તેની પાસે જાઉં.” 22અને લાબાને ત્યાંના સર્વ લોકોને એકત્ર કરીને જમણ કર્યું. 23અને સાંજે એમ થયું કે તે પોતાની દીકરી લેઆને યાકૂબની પાસે લાવ્યો; અને તે તેની પાસે ગયો. 24અને લાબાને પોતાની દીકરી લેઆની દાસી થવા માટે પોતાની દાસી ઝિલ્પા તેને આપી. 25અને જુઓ, સવાર એમ થયું કે તે તો લેઆ હતી. અને યાકૂબે લાબાનને કહ્યું, “આ તેં મને શું કર્યું છે? શું રાહેલને માટે મેં તારી ચાકરી નહોતી કરી? તેં મને શા માટે છેતર્યો?” 26અને લાબાને કહ્યું, “અમારા દેશમાં એવી રીતે નથી કે મોટીની અગાઉ નાનીને પરણાવવી. 27આનું અઠવાડિયું પુરુ કર, ને બીજાં સાત વર્ષ તું મારી જે ચાકરી કરશે તેના બદલામાં અમે તેને પણ તને આપીશું.” 28અને તે પ્રમાણે યાકૂબે કર્યું, ને તેનું અઠવાડિયું પુરું કર્યા પછી લાબાને તેની દીકરી રાહેલને પણ યાકૂબની પત્ની થવાને આપી. 29અને લાબાને તેની દીકરી રાહેલની દાસી થવા માટે તેને તેની દાસી બિલ્હા આપી. 30અને રાહેલની પાસે પણ તે ગયો, ને તેણે લેઆ કરતાં રાહેલ પર વધારે પ્રેમ કર્યો, ને બીજાં સાત વર્ષ સુધી તેની ચાકરી.
યાકૂબનાં સંતાન
31અને યહોવાએ જોયું કે લેઆ ના પસંદ છે, માટે તેમણે તેનું ગર્ભસ્થાન ઉઘાડયું. પણ રાહેલ નિ:સંતાન હતી. 32અને લેઆ ગર્ભવતી થઈ, ને તેણે દિકરાને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ #૨૯:૩૨રૂબેન:“જુઓ, પુત્ર!.” રૂબેન પાડયું; કેમ કે તેણે કહ્યું, “યહોવાએ મારું કષ્ટ ખચીત જોયું છે. માટે હવે મારો પતિ મારા પર પ્રેમ કરશે.” 33અને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો. અને બોલી, “હું ના પસંદ પડી છું, એમ #૨૯:૩૩સાંભળ્યું છે: હિબ્રૂ “શામા.” યહોવાએ સાંભળ્યું છે, માટે તેમણે આ પણ મને આપ્યો છે.” અને તેણે તેનું નામ શિમયોન પાડયું. 34અને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને કહ્યું, “હવે આ વખત મારો પતિ મારી સાથે પ્રેમે #૨૯:૩૪બંધાશે:હિબ્રૂ “લવહ.” બંધાશે, કેમ કે મારાથી તેને ત્રણ દિકરા થયા છે.” માટે તેણે તેનું નામ લેવી પાડયું. 35આને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને તેણે કહ્યું, હવે હું યહોવાની #૨૯:૩૫સ્તુતિ:હિબ્રૂ “હોદહ.” સ્તુતિ કરીશ.” માટે તેણે તેનું નામ યહૂદા પાડયું; અને એને સંતાન થતાં બંધ થયાં.
Právě zvoleno:
ઉત્પત્તિ 29: GUJOVBSI
Zvýraznění
Sdílet
Kopírovat
Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.

: