Logo de YouVersion
Ícono Búsqueda

લૂક પ્રસ્તાવના

પ્રસ્તાવના
લૂક. આલેખિત શુભસંદેશ પ્રભુ ઈસુને સમસ્ત માનવજાતના ઉદ્ધારક તરીકે અને જેમના વિષે વચન આપવામાં આવ્યું હતું તે ઇઝરાયલના મસીહ તરીકે રજૂ કરે છે. આ શુભસંદેશની શરૂઆતમાં જ આપવામાં આવ્યું છે કે “દરિદ્રીઓની આગળ શુભસંદેશ પ્રગટ કરવા માટે” પ્રભુના આત્માએ ઈસુને તેડયા હતા, અને આ શુભસંદેશમાં જાતજાતની જરૂરિયાતો ધરાવતા લોકોની કાળજી લેવાયેલી જોવા મળે છે. શુભસંદેશમાં શરૂઆતે તેમ જ અંતે આનંદના સૂર સાંભળવાના મળે છે. શરૂઆતના અયાયોમાં ઈસુના આગમનની જાહેરાતમાં, તેમ જ શુભસંદેશના અંતભાગમાં પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ થાય છે, ત્યાં પણ આનંદના સૂર સંભળાય છે. આ શુભસંદેશનું આલેખન કરનાર લૂક. વૈદ્ય હતો અને પાઉલની શુભસંદેશ પ્રચારની મુસાફરીમાં તેનો સાથી હતો. આ જ શુભસંદેશના લેખક લૂકે ‘પ્રેષિતોનાં કાર્યો’ નામના તેના પુસ્તકમાં ઈસુના સ્વર્ગારોહણ પછી ખ્રિસ્તી વિશ્વાસની વાતની વૃદ્ધિ અને એના ફેલાવા વિષે લખ્યું છે.
ઘણી બધી બાબતો એવી છે કે જે માત્ર આ શુભસંદેશમાં જ જોવા મળે છે; જેમ કે, ઈસુના જન્મ વખતે દૂતોના ગાયનની અને ઘેટાંપાળકો જોવા ગયા તે વાત, બાર વર્ષની ઉંમરે મંદિરમાં પંડિતોની આગળ ચર્ચામાં ઊતર્યા તે અને ભલા સમરૂનીની વાત તેમજ ખોવાયેલા પુત્રની વાત. આ સમસ્ત શુભસંદેશમાં આ બાબતો પર વારંવાર ભાર મૂક્તો જોવા મળે છે: પ્રાર્થના, પવિત્ર આત્મા, ઈસુના સેવાકાર્યમાં સ્ત્રીઓએ ભજવેલો ભાગ, અને ઈશ્વર તરફથી મળતી પાપોની ક્ષમા.
રૂપરેખા
પ્રસ્તાવના ૧:૧-૪
યોહાન બાપ્તિસ્મા કરનાર અને ઈસુનો જન્મ અને બાલ્યકાળ ૧:૫—૨:૫૨
બાપ્તિસ્મા કરનાર યોહાનનું સેવાકાર્ય3:૧-૨૦
ઈસુનું બાપ્તિસ્મા અને તેમની ક્સોટી ૩:૨૧—૪:૧૩
ગાલીલથી યરુશાલેમ૯:૫૧—૧૯:૨૭
યરુશાલેમ અને એની આસપાસ ઈસુએ ગાળેલું છેલ્લું અઠવાડિયું ૧૯:૨૮—૨૩:૫૬
પ્રભુ ઈસુનું મૃત્યુમાંથી સજીવન થવું, તેમનાં દર્શનો અને તેમનું સ્વર્ગારોહણ ૨૪:૧-૫૩

Destacar

Compartir

Copiar

None

¿Quieres guardar tus resaltados en todos tus dispositivos? Regístrate o Inicia sesión