માર્ક 3

3
હુકાઈ ગયેલા માણસને હાજુ થાવુ
(માથ્થી 12:9-14; લૂક 6:6-11)
1તઈ ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયો, ન્યા એક માણસ હતો જેનો હાથ હુકાઈ ગયેલો હતો. 2કેટલાક લોકો જેઓ ન્યા હતાં તેઓ ઈસુની ભૂલ ગોતવા હાટુ કારણ ગોતતા હતાં, ઈ હાટુ તેઓ એને ધ્યાનથી જોવા લાગ્યા જેથી તેઓ જોવે કે, ઈ એને યહુદી લોકોના વિશ્રામવારના દિવસે હાજો કરશે કે નય. 3ઈસુએ હુકાઈ ગયેલા હાથવાળા માણસને કીધુ કે, “બધાય લોકોની, હામે ઉભો થય જા ઈ હાટુ ઈ માણસ ઉભો થય ગયો.” 4પછી ઈસુએ તેઓને પુછયુ કે, “શું વિશ્રામવારના દિવસે હારું કરવુ કે, ખરાબ કરવુ લાયક છે, કા કોયને બસાવવો કે મરવા દેવો?” પણ તેઓ સાનામાના રયા. 5અને ઈસુએ તેઓના મનની કઠણતાથી નિરાશ થયને, તેઓને ગુસ્સાથી સ્યારેય બાજુ જોયું, અને ઈ માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે હાથ લાંબો કરયો, અને એનો હાથ હાજો થય ગયો. 6હવે કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ વિષે ફરોશી ટોળાના લોકો બારે જયને તરત ગાલીલ જિલ્લાના હેરોદ રાજ્યપાલને માનવાવાળા યહુદી લોકોની હારે એની વિરુધ કાવતરૂ કરવા લાગ્યા.
ટોળાને ઈસુની પાહે આવવું
7ઈ પછી ઈસુ પોતાના ચેલાઓની હારે ગાલીલ દરિયાની પાહે ગયો, અને ગાલીલ જિલ્લામાંથી મોટા ટોળા એની વાહે ગયા, અને યહુદીયા જિલ્લામાંના, 8યરુશાલેમ શહેરમાંથી અને અદોમ્યા પરદેશ અને યર્દન નદીના પૂર્વ બાજુ અને તુર અને સિદોન શહેરની પાહેના ઘણાય માણસો જે જે મહાન કામ એણે કરયા ઈ હાંભળીને ઈસુની પાહે આવ્યા. 9ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “મારે બેહવા હાટુ એક નાની હોડી લીયાવો, જેથી લોકો મારી પાહે ગડદીનો કરી હકે.” 10ઈ દિવસે એણે ઘણાય લોકોને હાજા કરયા, જેથી ઘણાય માંદા લોકો એને અડવા હારું એની સ્યારેય બાજુ ટોળા વળ્યા હતા. 11અને મેલી આત્માઓએ જેઓ ઉપર વળગેલી હતી ઈ લોકોને મજબુર કરયા કે, તેઓ ઈસુની હામે પગે પડીને જોરથી રાડું પાડીને કેય કે, “તુ પરમેશ્વરનો દીકરો છો.” 12ઈસુએ મેલી આત્માઓને સખત સેતવણી દીધી અને કીધુ કે, “બીજાને કેતા નય કે, હું કોણ છું.”
ઈસુના બાર ગમાડેલા ચેલાઓ
(માથ્થી 10:1-4; લૂક 6:12-16)
13તઈ ઈસુ ડુંઘરા ઉપર સડી ગયો અને તેઓને બોલાવ્યા જેઓને ઈ ઈચ્છતો હતો કે, તેઓ એના ગમાડેલા ચેલા બનવા હાટુ એની હારે ભળે અને તેઓ એની પાહે આવે. 14અને તેઓમાંથી, એણે બાર માણસોને ગમાડયા, એણે તેઓને પોતાના ગમાડેલા ચેલાઓ થાવા હાટુ ગમાડયા એણે એવુ ઈ હાટુ કરયુ જેથી તેઓ એની હારે રેય, જેથી ઈસુ તેઓને સંદેશો આપવા હાટુ મોકલી હકે. 15અને ઈસુએ તેઓને લોકોમાંથી મેલી આત્માઓ કાઢવા હાટુ સામર્થ્ય આપ્યું. 16અને ઈ બાર માણસો છે, જેઓને ઈસુએ ગમાડયા, એમા સિમોન જેનું બીજુ નામ ઈસુએ પિતર રાખ્યું; 17અને ઝબદીનો દીકરો યાકુબ અને યોહાન તેઓનું નામ ઈસુએ બોઆનેર્ગેસ પાડયું, એટલે કે, ગર્જનારની જેવા માણસો; 18આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા અને અલ્ફીનો દીકરો યાકુબ, થાદ્દી, સિમોન એટલે બળતરા રાખનારો. 19અને યહુદા ઈશ્કારિયોતે જેણે છેલ્લે ઈસુને પકડાવવા હાટુ વેરીઓની મદદ કરી.
ઈસુ અને બાલઝબૂલ (શેતાન)
(માથ્થી 12:22-32; લૂક 11:14-23; 12:10)
20તઈ ઈસુ અને એના ચેલાઓ એક ઘરમાં આવ્યા. પાછો ન્યા એક ટોળો ભેગો થય ગયો અને ઉતાવળથી ઈસુ અને એના ચેલાઓ ખાય પણ નો હક્યાં. 21જઈ ઈસુના પરિવારે આ ખબર હાંભળી, તો તેઓએ કીધુ કે, “એનુ મગજ ઠેકાણે નથી.” ઈ હાટુ તેઓ એને ઘેરે લીયાવવા હાટુ ગયા. 22અને યહુદી નિયમના શિક્ષકો, જેઓ યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, તેઓ એવું કેતા હતાં કે, “એનામા મેલી આત્માઓનો સરદાર બાલઝબૂલ એટલે કે, જે શેતાન છે, એની મદદથી ઈસુ મેલી આત્માઓને કાઢે છે.” 23જેથી એણે તેઓને પાહે બોલાવીને દાખલાઓ આપતા કીધુ કે, “શું શેતાન પોતાની જ મેલી આત્માઓને લોકોમાંથી બારે જાવા દેહે?” 24જો એક દેશના લોકો અંદરો અંદર બાધતા રેય, તો તેઓ વધારે વખત હુધી નય ટકી હકે. 25એવી જ રીતે જો એક પરિવારના લોકો એકબીજાની વિરુધમાં છુટા પડેલા હોય, તો ઈ પરિવાર એક હારે નય રય હકે. 26એવી જ રીતે જો શેતાન પોતાની જ મેલી આત્માની વિરુધ બાધે, તો ઈ પોતે જ નબળો થય જાહે.
27કોય પણ એક બળવાન માણસના ઘરની અંદર જઈને એની મિલકત અને એનું ઘર લુટી હકતો નથી, જ્યાં હુધી કે એના ઘરના માલિકને બાંધી નો લેય. 28હું તમને હાસુ કવ છું કે, “આ વાતો ઉપર ધ્યાન આપો લોકો ઘણાય પરકારના પાપો કરે અને પરમેશ્વરની વિરુધ નિંદા કરે તો પણ ઈ તેઓને માફ કરી હકે છે. 29પણ જે કોય પવિત્ર આત્માની નિંદા કરે છે પરમેશ્વર તેઓને કોય દિવસ માફ નય કરે, પણ ઈ આ પાપ હાટુ એના માણસ ઉપર અનંતકાળનો દોષ રાખે છે.” 30કેમ કે તેઓ આ કેતા હતાં કે, ઈસુમાં મેલી આત્મા વળગેલી છે.
ઈસુની માં અને ભાઈઓ
(માથ્થી 12:46-50; લૂક 8:19-21)
31ઈ પછી ઈસુની માં અને એના ભાઈઓ આવ્યા. તેઓએ બારે ઉભા રયને ઈસુને બોલાવવા હાટુ કોકને અંદર મોકલ્યો. 32અને લોકોની મોટી ગડદી ઈસુની આજુ-બાજુ બેઠી હતી, તેઓએ એને કીધુ કે, “જો તારી માં અને તારા ભાઈઓ બારે તને ગોતે છે.” 33ઈસુએ તેઓને જવાબ દીધો કે મારી માં અને ભાઈઓ કોણ છે? 34અને એની ઉપર જેઓ એની સ્યારેય બાજુ ફરતા બેહેલા હતાં, તેઓને જોયને કીધુ કે, “જોવ, મારી માં અને મારા ભાઈઓ આ છે. 35કેમ કે, જે કોય પરમેશ્વરની મરજી મુજબ કરશે ઈજ મારો ભાઈ અને મારી બેન અને મારી માં છે.”

Tällä hetkellä valittuna:

માર્ક 3: KXPNT

Korostus

Jaa

Kopioi

None

Haluatko, että korostuksesi tallennetaan kaikille laitteillesi? Rekisteröidy tai kirjaudu sisään