માર્ક 7

7
પરમેશ્વરનાં નિયમો અને લોકોના બનાવેલા રીતી રીવાજ
(માથ્થી 15:1-9)
1પછી ફરોશી ટોળાના લોકો અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે યરુશાલેમ શહેરમાંથી આવ્યા હતાં, તેઓ ઈસુની પાહે આવીને એને હાંભળવા હાટુ ભેગા થયા હતા. 2તેઓએ જોયુ કે, એના કેટલાક ચેલાઓ ખરાબ હાથે ખાવાનું ખાતા હતા. એનો અરથ આ છે કે, તેઓએ પોતાના અશુદ્ધ હાથ યહુદી રીતી રીવાજ પરમાણે નોતા ધોયા. 3કેમ કે, ફરોશી ટોળાના લોકો અને બધાય યહુદીઓ સદાય વડવાઓના રીતી રીવાજ પરમાણે જ્યાં હુધી હાથ નોતા ધોતા ન્યા હુધી નોતા ખાતા. 4જઈ તેઓ બજારમાંથી ઘરે આવે છે, તો તેઓ ન્યા લગી ખાવાનું નથી ખાતા ન્યા હુધી કે તેઓ પોતાના રીવાજ પરમાણે ધોયને શુદ્ધ નો કરી લેય. અને તેઓના વડવાઓના હજી પણ કેટલાક રિવાજો છે જેને તેઓ પાળે છે જેમ કે, વાટકાઓ, લોટા અને તાંબાના વાસણોને ધોવા. 5ઈ હાટુ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ ઈસુને પુછયું કે, “તારા ચેલા અમારા વડીલોના દ્વારા શીખવાડેલ રીતી રીવાજનું પાલન કેમ નથી કરતાં?” તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે. 6પછી ઈસુએ તેઓને જવાબ દીધો કે, “તમે ઢોંગીઓના વિષે યશાયા આગમભાખીયાએ પવિત્ર શાસ્ત્રમા ઠીક લખ્યું છે કે,
તમે લોકો મારા વિષે બોવ હારુ બોલોસો પણ હકીકતમાં
તમે મને પ્રેમ નથી કરતા.
7તેઓના દ્વારા મારૂ કરવામા આવતું ભજન નકામુ છે કેમ કે, આ લોકોને માણસોએ બનાવેલી આજ્ઞાનું પાલન કરવાનું શિખવાડે છે. 8તમે પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન પડતું મુકીને વડવાઓના બનાવેલા રિતી રિવાજો પાળો છો.” 9વળી ઈસુએ તેઓને કીધુ કે, “તમારા પોતાના રીવાજોને પાળવા હાટુ પરમેશ્વરનાં નિયમોનો નકાર કેમ કરો છો.” 10દાખલા તરીકે મુસાએ કીધુ કે, “તમે તમારા માં-બાપને માન આપો, જે કોય એનામાં બાપની નીંદા કરે ઈ જરૂર મારી નાખવામાં આવે.” 11-12પણ તમે કયો છો કે જે કોય પોતાની માં અને બાપને કેય કે, “હું તમારી મદદ નય કરી હકુ કેમ કે, જે હું તમને આપું ઈ મે પરમેશ્વરને આપવાના હમ ખાધા છે, એટલે આ દાન ફક્ત પરમેશ્વર હાટુજ છે.” ત્યારથી, તમે ઈ માણસને એની માં અને બાપની સેવા કરવાની રજા નથી આપતા એમ પરમેશ્વરની આજ્ઞા શીખવે છે. 13ઈ રીતે તમે પરમેશ્વરની આપેલી આજ્ઞાઓનો નકાર કરો છો, જેનાથી તમારા રીતી રીવાજોને માનો જેને તમે ઠરાવ્યું છે, અને તમે એવા ઘણાય ખોટા કામો કરો છો.
માણસને અશુદ્ધ કરનારી વાતો
(માથ્થી 15:10-20)
14વળી ઈસુએ લોકોને પોતાની પાહે બોલાવીને તેઓને કીધુ કે, “તમે બધાય મારું હાંભળો અને હંમજો. 15લોકો જે પણ ખાય છે એમાંથી એવુ કાય પણ નથી નીકળતું જે તેઓને અશુદ્ધ બનાવે છે. પણ લોકો ઈ વસ્તુ દ્વારા અશુદ્ધ થાય છે જે તેઓના મનમાંથી બારે નીકળે છે. 16જો તમારી હાંભળવાની ઈચ્છા હોય તો હાંભળો.” 17અને જઈ ઈસુ લોકોના ટોળાને છોડીને ઘરમાં ગયો તઈ એના ચેલાઓએ એને જે કીધુ હતું એના દાખલાના અરથ વિષે એને પુછયું. 18ઈસુએ ચેલાઓને પુછયું કે, “શુ તમે ઈ નથી જાણતા? જે આપણને બારેથી ખોરાક ખાવામાં આવે છે, ઈ આપણને પરમેશ્વરની હામે અશુદ્ધ ઠરાવતો નથી. 19કેમ કે, ઈ એના હૃદયમાં નથી, પણ પેટમાં જાય છે, અને પેટમાંથી બારે નીકળી જાય છે!” એવુ કયને, ઈસુએ કીધુ કે, બધોય ખોરાક ખાવાની લાયક છે. 20વળી ઈસુએ કીધુ કે, “જે ખરાબ વસ્તુઓ માણસના હૃદયમાંથી નીકળે છે ઈજ માણસને અશુદ્ધ કરે છે. 21કેમ કે, અંદરથી એટલે માણસના હૃદયમાંથી જે ભુંડા વિસારો, છીનાળવા, સોરીઓ, હત્યાઓ, દુરાચાર, 22લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરતા, ભુંડી નજર, નિંદા, અભિમાન અને મુરખાય નીકળે છે. 23ઈ બધાય ભુંડાવાના હૃદયમાંથી નીકળે છે અને ઈ તમને પરમેશ્વરની હામે અશુદ્ધ બનાવે છે.”
સુરુફીનીકી જાતિની બાયનો વિશ્વાસ
(માથ્થી 15:21-28)
24પછી ઈસુ અને એના ચેલાઓ ન્યાથી વયા ગયા અને પછી તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયા. ઈ એક ઘરમાં વયો ગયો અને ઈ નોતા ઈચ્છતા કે, કોય જાણે કે ઈ ન્યા રોકાણા હતા. 25પણ એક બાય જેની નાની દીકરીને મેલી આત્મા વળગેળી હતી, ઈ તરત ઈસુની વિષે હાંભળીને માન આપવા હાટુ પગમાં પડી. 26ઈ બાય બિનયહુદી હતી. ઈ સિરિયા પરદેશના ફિનીકિયા નામના વિસ્તારની હતી, ઈ બાયે ઈસુને એની દીકરીમાંથી મેલી આત્મા કાઢવા હાટુ વિનવણી કરી. 27પણ ઈસુએ એને કીધુ કે, “પેલા મારે યહુદી લોકોની મદદ કરવી જોયી. કેમ કે, બાળકોની રોટલી લયને કુતરાની આગળ નાખી દેવી ઈ હારું નથી.” 28ઈ બાય હંમજી ગય કે, ઈસુ બિનયહુદીઓને કુતરા અને યહુદીઓને બાળકો કયને બતાવે છે, ઈ હાટુ એણે જવાબ આપ્યો કે, “હાસુ છે પરભુ, કુતરા પણ પોતાના ધણીઓની થાળીમાંથી જે હેઠવાડું પડેલું છે ઈ ખાય છે.” 29તઈ ઈસુએ કીધુ કે, “તે વિશ્વાસથી જવાબ આપ્યો છે, ઈ હાટુ જ તારી દીકરીમાંથી મે મેલી આત્માને કાઢી નાખી છે.” એટલે તુ ઘરે જા. 30ઈ બાયે પોતાના ઘરે આવીને જોયુ તો છોકરી ખાટલામાં હુતેલી હતી અને એમાંથી મેલી આત્મા નીકળી ગય હતી.
ઈસુ દ્વારા બેરા અને બોબડાને હાજા કરવા
31પછી ઈસુ અને એના ચેલાઓ તુર શહેરની આજુ-બાજુની જગ્યાઓ છોડી દીધી. પછી તેઓએ સિદોન શહેરની યાત્રા કરી. તઈ તેઓ દશનગરની (દિકાપોલીસ) આજુ-બાજુની જગ્યાઓમાં થયને નીકળા, જ્યાં હુધી કે, તેઓ ગાલીલ દરિયાની પાહે નો પુગ્યા. 32લોકો એક બેરાને જે બોબડો પણ હતો એને ઈસુ પાહે લીયાવીને વિનવણી કરી કે, એને હાજો કરવા હાટુ પોતાનો હાથ એની ઉપર મુક. 33તઈ ઈસુ એને ગડદીથી આઘો લય ગયો, અને પોતાની આંગળીયુ એના કાનમાં નાખી, એની પછી એને પોતાની એક આંગળી ઉપર થુંક્યો અને ઈ માણસની જીભને અડયો. 34પછી ઈસુએ આભ તરફ જોયને નિહાકો નાખીને કીધુ કે, “એફફથા” એટલે “ઉઘડી જા.” 35તરત ઈ માણસ હાંભળવા લાગ્યો ને એની જીભથી ઈ બોબડો સોખું બોલી હક્યો. 36ઈસુએ લોકોને કીધુ કે, તેઓ કોયને નો બતાવે કે, એણે શું કરયુ છે. પણ જેટલી વધારે એણે તેઓને આજ્ઞા આપી કે, બીજાઓને નો બતાવતા, એટલા વધારે જોશથી તેઓ બીજાઓની વસે આ ખબરને ફેલાવવા લાગ્યા. 37અને તેઓ બધાય ખુબજ સોકી ગયા અને કેવા લાગ્યા કે, “એણે હંધુય બોવ જ હારું કરયુ છે! ન્યા હુધી કે, ઈ બેરાઓને હાંભળવા અને મૂંગાઓને બોલવાના લાયક બનાવે છે.”

Tällä hetkellä valittuna:

માર્ક 7: KXPNT

Korostus

Jaa

Kopioi

None

Haluatko, että korostuksesi tallennetaan kaikille laitteillesi? Rekisteröidy tai kirjaudu sisään