Logo YouVersion
Îcone de recherche

મત્તિ 1

1
ઇસુ ન બાપ-દાદં ન નામં
(લુક. 3:23-38)
1આ ઇસુ મસીહ ન બાપ-દાદં ન નામં ની યાદી હે, વેયો દાઉદ રાજા ની પીઢી નો હે, ઝી દાઉદ રાજા, ઇબ્રાહેંમ ની પીઢી નો હે.
2ઇબ્રાહેંમ નો સુંરો ઇસાગ હેંતો, અનેં ઇસાગ નો સુંરો યાકૂબ હેંતો, યાકૂબ નો સુંરો યહૂદા અનેં હેંના બીજા ભાઈ હુંદા હેંતા. 3યહૂદા અનેં તામાર ના સુંરા ફિરીસ અનેં જોરહ હેંતા, ફિરીસ નો સુંરો હિસ્રોન, અનેં હિસ્રોન નો સુંરો રામ હેંતો. 4રામ નો સુંરો અમ્મિનાદાબ, અનેં અમ્મિનાદાબ નો સુંરો નહશોન, અનેં નહશોન નો સુંરો સલમોન હેંતો. 5સલમોન અનેં રાહબ નો સુંરો બોઅજ, બોઅજ અનેં રુત નો સુંરો ઓબેદ, અનેં ઓબેદ નો સુંરો યિશૈ હેંતો. 6અનેં યિશૈ નો સુંરો દાઉદ રાજા હેંતો.
અનેં દાઉદ રાજા નો સુંરો સુલેમાન, હીની બજ્યેર થી પેદા થાયો હેંતો, ઝી પેલ ઉરિય્યાહ ની બજ્યેર હીતી. 7સુલેમાન નો સુંરો રહબામ, રહબામ નો સુંરો અબિય્યાહ, અનેં અબિય્યાહ નો સુંરો આસા હેંતો. 8આસા નો સુંરો યહોશાફાત, યહોશાફાત નો સુંરો યોરામ, અનેં યોરામ નો સુંરો ઉજ્જિયાહ હેંતો. 9ઉજ્જિયાહ નો સુંરો યોતામ, યોતામ નો સુંરો આહાજ, અનેં આહાજ નો સુંરો હિજકિય્યાહ હેંતો. 10હિજકિય્યાહ નો સુંરો મનશ્શિહ, મનશ્શિહ નો સુંરો આમોન, અનેં આમોન નો સુંરો યોશિય્યાહ હેંતો. 11યોશિય્યાહ, યકુન્યાહ અનેં એંનં ભાજ્ય નો મુંટો બા હેંતો, ઝી ઇસરાએંલ દેશ ન મનખં નેં બેબીલોન દેશ મ બંદી બણાવેંનેં લેં જાવા થી પેલ પેદા થાયા હેંતા.
12બેબીલોન દેશ મ બંદી બણાવેંનેં લેં જાવા પસી યકુન્યાહ નો સુંરો શાલતિએલ થાયો હેંતો, અનેં શાલતિએલ નો સુંરો જરુબ્બાબિલ હેંતો. 13જરુબ્બાબિલ નો સુંરો અબીહૂદ, અબીહૂદ નો સુંરો ઈલ્યાકીમ, અનેં ઈલ્યાકીમ નો સુંરો અજોર, 14અજોર નો સુંરો સદોક, સદોક નો સુંરો અખીમ, અનેં અખીમ નો સુંરો ઈલીહૂદ, 15ઈલીહૂદ નો સુંરો ઇલીયાજાર, ઇલીયાજાર નો સુંરો મત્તાન, અનેં મત્તાન નો સુંરો યાકૂબ, 16યાકૂબ નો સુંરો યૂસુફ, ઝી મરિયમ નો આદમી હેંતો, અનેં મરિયમ થી ઇસુ પેદા થાયો ઝી મસીહ કેંવાએ હે.
17ઇવી રિતી ઇબ્રાહેંમ થી લેંનેં દાઉદ રાજા તક સવુદ પીઢી થાઈ, અનેં દાઉદ થી લેંનેં ઇસરાએંલ દેશ ન મનખં નેં બેબીલોન દેશ મ બંદી બણાવેંનેં લેં જાવા તક સવુદ પીઢી થાઈ, અનેં ઇસરાએંલ દેશ ન મનખં નેં બેબીલોન મ બંદી બણાવેંનેં લેં જાવા ના ટાએંમ થી લેંનેં મસીહ તક સવુદ પીઢી થાઈ.
ઇસુ નું જલમ
(લુક. 1:26-38; 2:1-7)
18હાવુ ઇસુ મસીહ નું જલમ થાવા થી પેલ ઇવી રિતી થાયુ કે, ઝર ઇની આઈ મરિયમ ની હગાઈ યૂસુફ નેં હાતેં થાએં ગઈ, તે હેંનનું લગન થાવા થી પેલ ઝર વેયે કુંવારીસ હીતી, તર પવિત્ર આત્મા ની સામ્રત થી બે જીવી થાઈ. 19યૂસુફ ઝી હેંનેં હાતેં હગાઈ થાઈ હીતી એક તાજો માણસ હેંતો, અનેં વેયો બદ્દ મનખં નેં હામેં મરિયમ નેં બદલામ કરવા નેં સાહતો હેંતો, એંતરે હારુ હેંને સાન સાનો પુંતાની હગાઈ સુંડવાનો ફેસલો કર્યો. કેંમકે મરિયમ લગન કર્યા પેલેંસ બે જીવી હીતી, ઝી કે નિયમ નેં વિરુધ હેંતું. 20ઝર વેયો ઇની વાત ના વિસાર મસ હેંતો, તે પરમેશ્વર નો હરગદૂત હેંનેં હામણા મ ભળાએંનેં કેંવા મંડ્યો, હે દાઉદ રાજા ની પીઢી ના યૂસુફ! તું તારી હગાઈ વાળી મરિયમ હાતેં લગન કરવા થી નહેં સમકેં, કેંમકે ઝી હેંના પેંટ મ હે, વેયો પવિત્ર આત્મા ની સામ્રત થી હે. 21વેયે સુંરો જણહેં અનેં તું હેંનું નામ ઇસુ રાખજે કેંમકે વેયો પુંતાનં મનખં નેં પાપં થી બસાવહે.
22ઇયુ બદ્દું એંતરે હારુ થાયુ કે વેયુ બદ્દું પૂરુ થાએ, ઝી પરમેશ્વરેં યશાયાહ ભવિષ્યવક્તા ના દુવારા ઇસુ ના જલમ ના બારા મ કેંદું હેંતું. યશાયાહવેં ઇવી રિતી લખ્યુ. 23ભાળો, એક કુંવારી બે જીવી થાહે, અનેં વેયે એક સુંરો જણહેં, અનેં હેંનું નામ ઇમ્માનુએલ રાખવા મ આવહે, ઝેંનું મતલબ હે પરમેશ્વર હમારી હાતેં હે. 24તર યૂસુફ નીંદર મહો જાગ્યો, અનેં પરમેશ્વર ના હરગદૂત ની આજ્ઞા ની પરમણે જાએંનેં હેંને પુંતાની હગાઈ વાળી મરિયમ હાતેં લગન કર લેંદું, અનેં હેંનેં પુંતાનેં ઘેર લેં આયો. 25અનેં ઝર તક વેયે સુંરો નેં જણી તર તક વેયો હેંનેં કન નેં હુતો, અનેં હેંને બાળક નું નામ ઇસુ રાખ્યુ.

Sélection en cours:

મત્તિ 1: GASNT

Surbrillance

Partager

Copier

None

Tu souhaites voir tes moments forts enregistrés sur tous tes appareils? Inscris-toi ou connecte-toi