1
ઉત્પત્તિ 22:14
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા યિરેહ પાડયું; જેમ આજ સુધી કહેવાય છે તેમ કે, યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે.
Համեմատել
Ուսումնասիրեք ઉત્પત્તિ 22:14
2
ઉત્પત્તિ 22:2
અને તેમણે કહ્યું, “હવે તારો દીકરો; તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા. અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનીયાર્પણ કર.”
Ուսումնասիրեք ઉત્પત્તિ 22:2
3
ઉત્પત્તિ 22:12
અને ઈશ્વરે કહ્યું, “તું તારો હાથ છોકરા પર ન નાખ, ને તેને કંઈ ન કર; કેમ કે દિકરાને, મારાથી પાછો રાખ્યો નથી; તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીહે છે.”
Ուսումնասիրեք ઉત્પત્તિ 22:12
4
ઉત્પત્તિ 22:8
અને ઇબ્રાહિમે કહ્યું, “મારા દિકરા, દહનીયાર્પણને અર્થે ઈશ્વર પોતાને માટે ઘેટું મેળવશે”. અને તેઓ બન્ને સાથે ગયા.
Ուսումնասիրեք ઉત્પત્તિ 22:8
5
ઉત્પત્તિ 22:17-18
તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ, ને આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારાં સંતાન વધારીશ જ વધારીશ; અને તારાં સંતાન તેઓના શત્રુઓની ભાગળ કબજામાં લેશે. અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”
Ուսումնասիրեք ઉત્પત્તિ 22:17-18
6
ઉત્પત્તિ 22:1
એ વાતો પછી એમ થયું કે, ઈશ્વરે ઇબ્રાહિમની પરીક્ષા કરી, ને કહ્યું, “ઇબ્રાહિમ.” અને તેણે કહ્યું, “હું આ રહ્યો.”
Ուսումնասիրեք ઉત્પત્તિ 22:1
7
ઉત્પત્તિ 22:11
અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ.” અને તેણે કહ્યું, “હું આ રહ્યો.”
Ուսումնասիրեք ઉત્પત્તિ 22:11
8
ઉત્પત્તિ 22:15-16
અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમને બીજી વાર હાંક મારીને કહ્યું, “યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે, તેં એ કામ કર્યું છે, ને તારા દિકરાને તારા એકના એક દિકરાને, પાછો રાખ્યો નથી
Ուսումնասիրեք ઉત્પત્તિ 22:15-16
9
ઉત્પત્તિ 22:9
અને જે જગા વિષે ઈશ્વરે તેને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા. અને ઇબ્રાહિમે ત્યાં વેદી બાંધી, ને લાકડાં સિચ્યાં ને પોતાના દિકરા ઇસહાકને બાંધીને વેદી પરનાં લાકડાં પર તેને મૂક્યો.
Ուսումնասիրեք ઉત્પત્તિ 22:9
Գլխավոր
Աստվածաշունչ
Ծրագրեր
Տեսանյութեր