1
ઉત્પત્તિ 9:12-13-12-13
પવિત્ર બાઇબલ C.L.
પછી ઈશ્વરે કહ્યું, “તમારી સાથે તથા સર્વ સજીવ પ્રાણીઓ સાથે હું આ જે સાર્વકાલિક કરાર કરું છું તેનું આ ચિહ્ન છે: હું વાદળમાં મારું મેઘધનુષ્ય મૂકું છું. પૃથ્વી સાથે મેં કરેલા મારા કરારનું એ ચિહ્ન છે.
Համեմատել
Ուսումնասիրեք ઉત્પત્તિ 9:12-13-12-13
2
ઉત્પત્તિ 9:16
વાદળોમાં મેઘધનુષ્ય દેખાશે ત્યારે તે જોઈને મારી અને પૃથ્વીના સર્વ જાતનાં સજીવ પ્રાણીઓ વચ્ચેનો એ સાર્વકાલિક કરાર હું યાદ કરીશ.”
Ուսումնասիրեք ઉત્પત્તિ 9:16
3
ઉત્પત્તિ 9:6
મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.
Ուսումնասիրեք ઉત્પત્તિ 9:6
4
ઉત્પત્તિ 9:1
ઈશ્વરે નૂહ અને તેના પુત્રોને આશિષ આપતાં કહ્યું, “વંશવૃદ્ધિ કરો, સંખ્યામાં વધો અને આખી પૃથ્વીને તમારા વંશજોથી ભરપૂર કરો.
Ուսումնասիրեք ઉત્પત્તિ 9:1
5
ઉત્પત્તિ 9:3
પહેલાં જેમ મેં તમને લીલાં શાકભાજી ખોરાક તરીકે આપ્યાં હતાં તેમ હવે પૃથ્વી પર હાલતાંચાલતાં બધાં પ્રાણી તમારો ખોરાક થશે.
Ուսումնասիրեք ઉત્પત્તિ 9:3
6
ઉત્પત્તિ 9:2
પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ, આકાશનાં બધાં પક્ષીઓ, જમીન પર પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરિયાનાં માછલાં તમારાથી બીશે અને ગભરાશે; તેઓ તમારા અધિકાર નીચે છે.
Ուսումնասիրեք ઉત્પત્તિ 9:2
7
ઉત્પત્તિ 9:7
“તો હવે તમે વંશવૃદ્ધિ કરો, સંખ્યામાં વધો અને આખી પૃથ્વીને તમારા વંશજોથી ભરપૂર કરો.”
Ուսումնասիրեք ઉત્પત્તિ 9:7
Գլխավոր
Աստվածաշունչ
Ծրագրեր
Տեսանյութեր