માથ્થી 4

4
શૈતાન ઇસુ પરીક્ષણ કેહે
(માર્ક. 1:12-13; લુક. 4:1-13)
1તાંહા તીયા સમયુલ પવિત્રઆત્મા ઇસુલે હુના જાગામે લી ગીયો, કા શૈતાનુકી તીયા પરીક્ષા વી સેકે. 2ઇસુ ચાલીસ દિહી આને ચાલીસ રાત ખાયા વગર રીયો, તાંહા તીયાલે પુખ લાગી. 3તાંહા પારખુનારો શૈતાન પાહી આવીને તીયાલે આખ્યો, “કાદાચ તુ પરમેહેરુ પોયરો વેરી તા, તુ ઈયા ડોગળાલે માંડો બોનુલો આદેશ દેઅ કા, ઓ ડોગળો માંડો બોની જાય, આને સાબિત કે કા તુ તીયાલે ખાય સેકો.” 4ઇસુહુ તીયાલે જવાબ દેદો, “પવિત્રશાસ્ત્રમે લેખલો હાય,
કા માંહુ ફક્ત માંડાકીજ નાહ,
પેન પરમેહેરુ મુખુમેને નીગલા દરેક વચનુલે માનીને,
જીવતો રેહે.”
5તાંહા શૈતાન તીયાલે પવિત્ર શેહેર યેરુશાલેમુમે લી ગીયો. આને દેવળુ ઉચામ-ઉચા જાગાપે ઉબી રાખ્યો, 6આને ઇસુલે આખ્યો, “કાદાચ તુ પરમેહેરુ પોયરો વેરી તા, પોતે એઠાં કુદી પોળીને સાબિત કે; આને તુલ તા કાય ઇજા નાય વેઅ, કાહાકા પવિત્રશાસ્ત્રમે ઇ લેખલો હાય,
તુલે વાચાવા ખાતુર પરમેહેર પોતા હોરગા દુતુહુ આજ્ઞા દી,
કા તે તુલ ઉચા-ઉચેજ તી લી;
ઈયા ખાતુર કા તોઅ પાગ ડોગળા આરી નાય અથળાય.” 7ઇસુહુ તીયાલે આખ્યો, પવિત્રશાસ્ત્રમે ઇ બી લેખલો હાય કા, લોકુહુને પોતા પ્રભુ પરમેહેરુ પરીક્ષા નાય કેરા જોજે.
8ફાચે શૈતાન તીયાલે ખુબ ઉચા ડોગુપે લી ગીયો, આને બાદો જગતુ રાજ્યે આને માલ-મિલકત દેખાવીને. 9ઇસુલે આખ્યો, “કાદાચ તુ પાગે પોળીને માઅ આરાધના કીહો તા, આંય ઇ બાદો તુલ દી દીહે.” 10તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “ઓ શૈતાન ઇહીને દુર વી જો, કાહાકા પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા, ‘તુ તોઅ પરમેહેરુજ આરાધના કે, આને ફક્ત તીયાજ મહિમા કે.’”
11તાંહા શૈતાન ઇસુ પાહીને જાતો રીયો, આને હોરગા દુત આવીને તીયા સેવા કેરા લાગ્યા.
ઇસુ સેવા શુરુવાત કેહે
(માર્ક. 1:14,15; લુક. 4:14,15,31)
12જાંહા ઇસુ ઇ ઉનાયો કા યોહાનુલે જેલુમે કોંડી દેદો, તાંહા ઇસુ યહુદીયા જીલ્લાલે છોડીને ગાલીલ વિસ્તારુમે ફાચો જાતો રીયો. 13આને તોઅ નાશરેથ ગાંવુમેને નીગીને, કફર-નુહુમ શેહેર જો સમુદ્ર મેરીપે હાય, જીહી ઝબલુની આને નફતાલી જાતિ લોક રેતલા, તોઅ તીહી આવીને રાં લાગ્યો. 14ઈયા ખાતુર કા જો યશાયા ભવિષ્યવક્તાહા આખલો આથો તોઅ પુરો વેઅ. 15“ઝબલુન વિસ્તારુ આને નફતાલી વિસ્તારુ,
જે ગાલીલ સમુદ્રા પાહીને વાટી જાગે હાય, આને યર્દન ખાડી દિહ ઉગતા વેલ્યો તોળીપે હાય, તોઅ વિસ્તાર ગાલીલ વિસ્તારુમે હાય,
તીહી યહુદી સિવાય ખુબ માંહે રેતેહે.
16જે લોક આંદારામે જીવતલા, પેન તે એક માહાન ઉજવાળાલે હેરી, તોઅ ઉજવાળો જે કબરુ હોચે આંદારામે હાય, આને તોરતીપે જીવતાહા, તીયા માટે તોઅ ઉજવાળો આલોહો.”
17તીયા સમયુલને ઇસુહુ પ્રચાર કેરા, આને ઇ આખા શુરુવાત કેયી કા, “પાસ્તાવો કેરા કાહાકા હોરગામેને પરમેહેરુ રાજ્ય પાહી આલોહો.”
ઇસુ પેલ્લો ચેલો પસંદ કેહે
(માર્ક. 1:16-20; લુક. 5:1-11; યોહ. 1:35-42)
18એક દિહી ઇસુ ગાલીલ સમુદ્ર મેરીપે ફિરતલો તાંહા, તીયાહા બેન પાવુહુને, એટલે શિમોન, જો પિત્તર આખાહે તીયાલે, આને તીયા હાનો પાવુહુ આંદ્રિયાલે સમુદ્રમે જાલે ટાકતા હેયા; કાહાકા તે માસમાર્યા આથા. 19આને તીયાહા આખ્યો, “ચેલા બોના ખાતુર માઅ ફાચાળી ચાલી આવા, તા આંય તુમનેહે માસે તેરુલો નાય, પેન આંય તુમનેહે હિક્વેહે કા, લોકુહુને માઅ ચેલા કેહકી બોનાવુલો હાય.” 20તે તુરુતુજ તીયા માસે તેરુલો કામ છોડીને, તીયા ફાચલા ચેલા બોના ખાતુર જાંઅ લાગ્યા.
21આને તીહીને આગાળી નીગીન, તીયાહા આજી બેન પાવુહુને હેયા. ઝબદી પોયરો યાકુબ આને તીયા પાવુહુ યોહાન, તે તીયા બાહકો ઝબદી આરી ઉળીપે જાલે હુદરાવતા દેખ્યા; આને ઇસુહુ તીયાહાને બી હાધ્યા. 22તાંહા તે તુરુતુજ ઉળી છોડીને આને તીયા બાહાકાલ છોડીને ઇસુ ચેલા બોના ખાતુર તીયા ફાચાળી જાતા રીયા.
ઇસુ બીમાર્યાહાને હારો કેહે
(લુક. 6:17-19)
23આને ઇસુ બાદા ગાલીલ વિસ્તારુમ ફીરતો તીયાં સભાસ્થાનુમે ઉપદેશ કેતો, આને હોરગા રાજ્યા સુવાર્તા પ્રચાર કેતો, આને લોકુ દરેક જાતિ બીમારી આને દુ:ખ દુર કેતો રીયો. 24આને બાદા સિરીયા દેશુમે તીયા નાવ ફેલાય ગીયો; આને લોક બાદા બીમાર્યાહાને, જે અલગ-અલગ જાતિ બીમારીમે આને દુ:ખુમે પોળલે આથે, આને જીયામે પુથ આથો, આને મીરગીવાલાહાને, આને લખવાવાલાહાન, તીયા પાહી લાલે, આને ઇસુહુ તીયાહાને હારે કેયે. 25આને ગાલીલ વિસ્તારુ, દશનગર, યરુશાલેમ શેહેર, આને યહુદીયા વિસ્તારુમેને યર્દન ખાડી તીયુવેલને ટોલા-ટોલો તીયા ફાચાળી ગીયો.

Marker

Del

Kopier

None

Vil du ha høydepunktene lagret på alle enhetene dine? Registrer deg eller logg på