1
ઉત્પત્તિ 4:7
પવિત્ર બાઇબલ C.L.
જો તું સારું કરે તો શું હું તારો સ્વીકાર ન કરું? પણ જો તું સારું ન કરે તો તારા હૃદયમાં પાપ છૂપાઈ રહેશે. પાપ તારા પર આધિપત્ય જમાવવા માગે છે, પણ તારે તેને અંકુશમાં લેવું જોઈએ.”
Yenzanisa
Ongorora {{vhesi}}
2
ઉત્પત્તિ 4:26
પછી શેથને પુત્ર થયો; તેણે તેનું નામ અનોશ પાડયું. એ સમયથી લોકો યાહવેના નામે પ્રાર્થના કરવા લાગ્યા.
3
ઉત્પત્તિ 4:9
પ્રભુએ કાઈનને પૂછયું, “તારો ભાઈ હાબેલ કયાં છે?” તેણે કહ્યું, “હું જાણતો નથી; શું હું મારા ભાઈનો રખેવાળ છું?”
4
ઉત્પત્તિ 4:10
પ્રભુએ કહ્યું, “તેં આ શું કર્યું છે? સાંભળ! તારા ભાઈનું રક્ત બદલો લેવા માટે મને ભૂમિમાંથી પોકારી રહ્યું છે.
5
ઉત્પત્તિ 4:15
પ્રભુએ તેને કહ્યું, “એમ નહિ થાય. જે કોઈ વેરની વસૂલાત માટે કાઈનને મારી નાખશે તેને સાતગણી સખત સજા થશે.” કાઈનને કોઈ મારી નાખે નહિ તે માટે પ્રભુએ તેના પર ચિહ્ન મૂકાયું.
Pekutangira
Bhaibheri
Zvirongwa
Mavideo