પણ તમારામાં એવું નય થાય, પણ જે કોય તમારામાં મોટો થાવા માગે છે, ઈ બધાયનો ચાકર બને, અને જે તમારામા મહાન થાવા માગે છે, ઈ બધાયનો ચાકર થાય; જેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો છું.”