તઈ તેઓએ પ્રમુખ યાજકો અને યહુદી વડીલોની હારે ભેગા થયને, કાવતરું કરયુ. તેઓએ સોકીદારોને સાંદીના સિકકા આપીને કીધું. અને એવું હમજાવું કે, “તમે લોકોને એમ કયો કે, અમે હાંજે હુતા હતા એટલામાં એના ચેલા આવીને એને સોરીને લય ગયા. અને તમે જાગવાને બદલે હુઈ ગયા હતા, આ વાત જો રાજ્યપાલને કાને જાહે, તો અમે એને હંમજાવી દેહુ, અને તમારે સીન્તા કરવાની જરૂર નથી.” પછી તેઓએ રૂપીયા લીધા અને જેમ તેઓને શીખવાડીયુ હતું એમ જ કીધુ, આ વાત ઉપર આજ હુંધી પણ યહુદી લોકોમાં હજી એવો જ વિશ્વાસ છે.