ઈસુએ જવાબ દીધો કે, “વધારે ખાસ આજ્ઞા ઈ છે, ઓ ઈઝરાયલ દેશના લોકો હાંભળો, પરભુ જ ખાલી પરમેશ્વર જેનું આપડે ભજન કરી છયી ઈ પરભુ એક જ છે. અને તુ પરભુ તારા પરમેશ્વરથી તારા પુરા મનથી, તારા પુરા જીવથી, પુરી બુદ્ધિથી, અને તારા પુરા સામર્થ્યથી પ્રેમ રાખ.” આ ઈજ છે કે, બીજા લોકોની ઉપર પણ પ્રેમ રાખ જેમ તુ પોતાની જાત ઉપર પ્રેમ રાખે છે, એના કરતાં બીજી કોય આજ્ઞા નથી.