Logoja YouVersion
Ikona e kërkimit

લૂક 3

3
યોહાનનો જળદીક્ષા વિષે સંદેશ
(માથ્થી 3:1-12; માર્ક 1:1-8; યોહ. 1:19-28)
1રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો. 2અને જઈ આન્નાસ અને કાયાફા મહાયાજકો હતાં, ઈ વખતે ઝખાર્યાના દીકરા યોહાનની પાહે વગડામાં પરમેશ્વરનું વચન આવ્યુ. 3ઈ યર્દન નદીની આજુ-બાજુ બધીય જગ્યાઓ ઉપર ફરતો રયો, અને ઈ લોકોને આ કેતો રયો કે, જો તમે ઈચ્છો છો કે, “પરમેશ્વર તમારા પાપોને માફ કરે તો, તમારે પસ્તાવો કરવો જોયી, તઈ હું તમને જળદીક્ષા આપય.” 4યશાયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, વગડામાં પોકારનારની વાણી છે કે, પરભુનો મારગ તૈયાર કરો એનો મારગ પાધરો કરો. 5દરેક નીસાણ પુરાહે, દરેક ડુંઘરા અને ટેકરાં નીસા કરાહે, અને વાકા-સુકા છે ઈ સીધા અને ખાડા ટેકરા વાળા મારગને હરખા કરાહે. 6તઈ દરેક માણસ પરમેશ્વરનાં મારગને જોહે જે લોકોને બસાવે છે.
7જઈ લોકોનું મોટુ ટોળું એની પાહે જળદીક્ષા લેવા હાટુ આવતું હતું, ઈ તેઓને કેતો હતો કે, ઓ ઝેરીલા એરુના જેવા ભુંડા લોકો, એવુ તમને કોણે સેતવ્યા કે, પરમેશ્વરનાં આવનાર કોપથી ભાગી જાવ? 8ઈ હાટુ પસ્તાવો કરવાની લાયક ફળ લીયાવો, અને પોતપોતાના મનમાં એવું વિસારો કે, ઈબ્રાહિમ આપડો વડવો છે, કેમ કે, હું તમને કવ છું કે, પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ આ પાણામાંથી બાળકો પેદા કરી હકે છે. 9જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપી નાખીને આગમાં નાખવા હાટુ તૈયાર કરે છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા. 10લોકોએ યોહાનને પુછયું કે, “તો અમારે શું કરવુ જોયી?” 11યોહાને તેઓને જવાબ દીધો કે, જેની પાહે બે બુસટ હોય, અને જેની પાહે એકય નથી એને એક આપે અને જેની પાહે ખાવાનું હોય ઈ હોતન એમ જ કરે. 12થોડોક વેરો ઉઘરાવનારા પણ જળદીક્ષા પામવા હારું આવ્યા અને એણે પુછું કે, “ગુરુ અમારે શું કરવુ જોયી?” 13યોહાને તેઓને કીધું કે, “તમારી હાટુ સરકારે જેટલો વેરો નક્કી કરો હોય, એના કરતાં વધારે વેરો લોકો પાહેથી નો લેતા.” 14સિપાયોએ પણ યોહાનને પુછું કે, “અમારે શું કરવુ જોયી?” એણે તેઓને કીધું કે, “કોયને હેરાન નો કરો, એમ જ કોયની ઉપર ખોટો આરોપ નો મુકો, તમારી કમાણીમાં સંતોષ રાખો.”
15લોકો બોવ આશા રાખી રયા હતાં કે, મસીહ લગભગ જલ્દી આવી જાહે, અને એનામાંથી ઘણાય બધાય આ પણ વિસારી રયા હતાં કે, “યોહાન ક્યાક મસીહ તો નથીને?” 16તઈ યોહાનને બધાયને જવાબ આપતા કીધું કે, “હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે. 17એનું હુંપડું એના હાથમાં છે, અને ઈ પોતાની ખળીને હારી રીતે સાફ કરી નાખશે, અને ઘઉંને ભેગા કરીને પોતાના ભંડારમાં ભરશે, પણ ભૂસાને હળગતી આગમાં બાળી નાખવામાં આયશે જે કોય દિવસ ઠરશે નય.” 18અને યોહાન ઘણુંય બધુ શિક્ષણ આપીને હારા હમાસાર હંભળાવતો રયો.
19પણ હેરોદ રાજાએ એના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરયા હતાં અને બીજા ઘણાય ખરાબ કામો કરયા હતાં, ઈ બધાયને લીધે યોહાને એને ઠપકો આપ્યો, 20ઈ હાટુ હેરોદે યોહાનને જેલખાનામાં નખાવીને બધાયથી ભુંડુ કામ કરયુ.
ઈસુની જળદીક્ષા
(માથ્થી 3:13-17; માર્ક 1:9-11)
21જઈ બધાય લોકોને જળદીક્ષા પામી રયા હતાં, અને ઈસુ જળદીક્ષા લયને પ્રાર્થના કરતો હતો, એટલામાં સ્વર્ગ ઉઘડી ગયુ 22પવિત્ર આત્મા કબુતરની જેમ એની ઉપર ઉતરો, આભમાંથી એવી વાણી થય કે, “તુ મારો વાલો દીકરો છો, હું તારાથી રાજી છું.”
ઈસુની પેઢી
(માથ્થી 1:1-17)
23જઈ ઈસુ પોતે પરસાર કરવા લાગ્યો તઈ ઈ આશરે ત્રીસ વરહનો હતો. જેમ લોકો વિસારે છે કે, ઈસુ યુસફનો દીકરો હતો, અને યુસફ એલીનો દીકરો હતો; 24એલી મથ્થાતનો, મથ્થાત લેવીનો, લેવી માલ્ખીનો, માલ્ખી યનાઈનો, યનાઈ યુસુફનો, 25યુસુફ મત્તિયાનો, મત્તિયા આમોસનો, આમોસ નહુમનો, નહુમ હેસ્લીનો, હેસ્લી નગઈનો, 26નગઈ માહથનો, માહથ માંતીત્થાનો, માંતીત્થા સીમનોઈનો, સીમનોઈ યોસેખનો, યોસેખ યોદાનો, 27યોદા યોહાનનો, યોહાન રેસાનો, રેસા ઝરુબ્બાબેલનો, ઝરુબ્બાબેલ શાલ્તીએલનો, શાલ્તીએલ નેરીનો નેરી એઝ્રાનો, 28એઝ્રા માલ્ખીનો, માલ્ખી અદ્દીનો, અદ્દી કોસમનો, કોસમ અલ્માદામનો, અલ્માદામ એરનો, 29એર યેશુંનો, યેશું એલીએઝેરનો, એલીએઝેર યોરીમનો, યોરીમ મત્થાતનો, મત્થાત લેવીનો, 30લેવી સિમોનનો, સિમોન યહુદાનો, યહુદા યુસુફનો, યુસુફ યોનામનો, યોનામ એલ્યાકીમનો, 31એલ્યાકીમ મલેયાનો, મલેયા મીન્નાનો, મીન્ના મત્તાથાનો, મત્તાથા નાથાનનો, નાથાન દાઉદનો, 32દાઉદ યિશાઈનો, યિશાઈ ઓબેદનો, ઓબેદ બોઆઝનો, બોઆઝ સાલ્મોનનો, સાલ્મોન નાહશોનનો, 33નાહશોન અમીનાદાબનો, અમીનાદાબ અરનીનો, અરની હેસ્રોનનો, હેસ્રોન પેરેસનો, પેરેસ યહુદાનો, 34યહુદા યાકુબનો, યાકુબ ઈસહાકનો, ઈસહાક ઈબ્રાહિમનો, ઈબ્રાહિમ તેરાહનો, તેરાહ નાહોરનો, 35નાહોર સરુગનો સરુગ રયુનો, રયુ પેલેગનો, પેલેગ એબરનો, એબર શેલાનો, 36શેલા કાઈનાનનો, કાઈનાન અર્ફક્ષદનો, અર્ફક્ષદ શેમનો, શેમ નૂહનો, નૂહ લામેખનો, 37લામેખ મથુંશેલાનો, મથુંશેલા હનોખનો, હનોખ યારેદનો, યારેદ મહાલલેલનો, મહાલલેલ કાઈનાનનો, કાઈનાન અનોશનો, 38અનોશ શેથનો, શેથ આદમનો, અને આદમ પરમેશ્વરનો દીકરો હતો.

Aktualisht i përzgjedhur:

લૂક 3: KXPNT

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr

YouVersion përdor cookie për të personalizuar përvojën tuaj. Duke përdorur faqen tonë të internetit, ju pranoni përdorimin tonë të cookies siç përshkruhet në Politikën tonë të Privatësisë