લૂક 7:21-22
લૂક 7:21-22 KXPNT
ઈ જ વેળાએ ઈસુએ ઘણાય પરકારના ગંભીર રોગથી અને દુખાવાથી પીડાતા અને મેલી આત્માઓથી ઘણાયને હાજા કરયા, અને એણે આંધળા લોકોને હોતન હાજા કરયા, જેથી ઈ જોય હકે. ઈસુએ તેઓને જવાબ દીધો કે, “તમે જે કાય જોવો છો અને હાંભળો છો, ઈ બધુય જયને યોહાનને કય દયો કે, એટલે આંધળા જોતા થાય છે, અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરવામા આવે છે. બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે