Logoja YouVersion
Ikona e kërkimit

માથ્થી 28

28
ઈસુનું પાછુ જીવતું ઉઠવું
(માર્ક 16:1-10; લૂક 24:1-12; યોહ. 20:1-10)
1વિશ્રામવારે વેલી હવારે મગદલા શહેરની મરિયમ અને બીજી મરિયમ કબર જોવા આવી. 2અને જુઓ, અસાનક મોટો ધરતીકંપ થયો, કેમ કે, પરભુનો સ્વર્ગદુત સ્વર્ગમાંથી ઉતરો, અને ન્યા પાહે આવીને કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવીને એની ઉપર બેઠો. 3એનું રૂપ વીજળીની જેવું અને એના લુગડા બરફ જેવા ઉજળા હતા. 4એની ધાકથી સોકીદારો ધરુજી ઉઠયા અને અધમરા થય ગયા. 5તઈ સ્વર્ગદુતે ઈ બાયુને કીધુ કે, બીવમાં, હું જાણું છું કે, વધસ્થંભે જડાયેલા ઈસુને તમે ગોતો છો. 6ઈ આયા નથી કેમ કે, વચન પરમાણે ઈ જીવતો થયો છે. આવો, અને જ્યાં પરભુને મુક્યો હતો ઈ જગ્યાએ જોવ. 7ઝડપથી એના ચેલાઓની પાહે જાવ અને કયો કે, મરણમાંથી ઈ પાછો જીવતો ઉઠયો છે. જોવ, ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, જ્યાં તમે એને જોહો. જોવ, મે તમને કય દીધું છે. 8તઈ ઈ બાયુ બીક અને હરખ હારે કબર પાહેથી નીકળી અને એના ચેલાઓને ખબર આપવા ધોડીને ગય. 9તરત ઈસુએ તેઓને કીધુ કે, “સલામ” અને તેઓ એના પગે પડયા અને એનું ભજન કરયુ. 10તઈ ઈસુએ તેઓને કીધુ કે, “બીવોમાં, જાવ અને મારા ભાઈઓને કયો કે, તેઓ ગાલીલ જિલ્લામાં વયા જાય, ન્યા તેઓ મને જોહે.”
યહુદી આગેવાનોને ઘટનાની જાણ થય
11ઈ બાયુ હજી જાતી હતી, એટલામાં જોવ, સોકીદારો પાહેથી થોડાકે નગરમાં જયને જે થયુ હતું, ઈ બધુય મુખ્ય યાજકોને કયને હંભળાવ્યું. 12તઈ તેઓએ પ્રમુખ યાજકો અને યહુદી વડીલોની હારે ભેગા થયને, કાવતરું કરયુ. તેઓએ સોકીદારોને સાંદીના સિકકા આપીને કીધું. 13અને એવું હમજાવું કે, “તમે લોકોને એમ કયો કે, અમે હાંજે હુતા હતા એટલામાં એના ચેલા આવીને એને સોરીને લય ગયા. 14અને તમે જાગવાને બદલે હુઈ ગયા હતા, આ વાત જો રાજ્યપાલને કાને જાહે, તો અમે એને હંમજાવી દેહુ, અને તમારે સીન્તા કરવાની જરૂર નથી.” 15પછી તેઓએ રૂપીયા લીધા અને જેમ તેઓને શીખવાડીયુ હતું એમ જ કીધુ, આ વાત ઉપર આજ હુંધી પણ યહુદી લોકોમાં હજી એવો જ વિશ્વાસ છે.
ઈસુની ચેલાઓ હારે વાત સીત
(માર્ક 16:14-18; લૂક 4:26-29; યોહ. 20:19-23; પ્રે.કૃ 1:6-8)
16પણ અગ્યાર ચેલા ગાલીલ જિલ્લામાં, ઈ ડુંઘરા ઉપર ગયા, જ્યાં ઈસુએ તેઓને કીધુ હતું. 17અને તેઓએ એને જોયને એનું ભજન કરયુ, પણ કેટલાકે શંકા કરી કે, ઈ ફરી જીવતો થયો છે. 18ઈસુએ પાહે આવીને તેઓને કીધુ કે, “સ્વર્ગમાં અને પૃથ્વીમાં બધોય અધિકાર મને આપવામાં આવો છે. 19ઈ હાટુ તમે જઈને બધી જાતિના લોકોને ચેલા બનાવો; અને તેઓને બાપ અને દીકરા અને પવિત્ર આત્માના નામે જળદીક્ષા આપતા જાવ. 20અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”

Aktualisht i përzgjedhur:

માથ્થી 28: KXPNT

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr