Logoja YouVersion
Ikona e kërkimit

માર્ક 6

6
નાઝરેથમાં ઈસુનો નકાર કરવો
(માથ્થી 13:53-58; લૂક 4:16-30)
1ન્યાંથી ઈસુ નીકળીને પોતાના નગર નાઝરેથમાં આવ્યો, અને ચેલા એની હારે આવ્યા. 2યહુદી લોકોના વિશ્રામવારના દિવસે ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં વચનનું શિક્ષણ આપવા લાગ્યો. અને બોવ બધાય લોકો હાંભળીને સોકી ગયા અને કેવા લાગ્યા કે, “આ માણસે આ વાતો ક્યાંથી શીખી?” એને આ બધુય બુદ્ધિ અને આ રીતે સમત્કાર કરવાનું સામર્થ્ય ક્યાંથી મળ્યું છે? 3“ઈ તો ખાલી એક હુથાર છે! અમે એને અને એના પરિવારને જાણી છયી અમે એની માં મરિયમને જાણી છયી. અમે એના નાના ભાઈ યાકુબ, યોસે, યહુદા અને સિમોનને જાણી છયી. અને એની નાની બેનો પણ આયા અમારી હારે રેય છે.” ઈ હાટુ તેઓએ એની વિષે ઠોકર ખાધી. 4ઈસુએ તેઓને કીધુ કે, “આગમભાખીયાઓને પોતાના નગરોમાં, અને પોતાના પરિવારમાં, અને પોતાના હગા વાલાઓમાં માન નથી મળતું, પણ બીજી દરેક જગ્યાએ માન મળે છે.” 5તેઓએ ઈસુ ઉપર વિશ્વાસ નો કરયો ઈ હાટુ એણે પોતાનો હાથ થોડાક લોકો ઉપર મુકીને ઈ માંદાઓને હાજા કરયા, એની સિવાય ઈ ન્યા બીજો કોય સમત્કાર કરી નો હક્યો. 6અને ઈસુ તેઓના અવિશ્વાસ ઉપર નવાય પામ્યો, એની પછી, ઈસુ આજુ-બાજુના ગામડામાં ગયો અને લોકોને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરચાર કરતો ફરયો.
ઈસુ દ્વારા બાર ગામડેલા ચેલાઓને મોકલવા.
(માથ્થી 10:5-15; લૂક 9:1-6)
7પછી ઈસુએ બાર ચેલાઓને પોતાની પાહે બોલાવ્યા અને તેઓને મેલી આત્મા કાઢવાનો અધિકાર આપ્યો. તઈ ઈ તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યો. 8અને ઈસુએ તેઓને આદેશ દીધો કે, “જઈ તમે યાત્રા કરો છો, તઈ એક લાકડી લય હકો છો, પણ ખાવાનું, જોળી, બટવામાં રૂપીયા લેતા નય. 9જોડા પેરી લ્યો પણ વધારાના લુગડા લેતા નય.” 10ઈસુએ ઈ ચેલાઓને કીધુ કે, “જો કોય તમને પોતાના ઘરમાં રેવા હાટુ આવકાર કરે, તો જ્યાં હુધી તમે ઈ નગરમાં રયો છો, ન્યા હુધી એના મેમાન બનેલા રયો.” 11“જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.” 12અને ચેલાઓએ નીકળીને એવો જાહેરાત કરી કે, પોતાના પાપીલા કામોનો પસ્તાવો કરો. 13અને બોવ બધીય મેલી આત્માઓ માણસોમાંથી કાઢી અને બોવ બધાય માંદા લોકોના માથા ઉપર તેલ સોળીને તેઓને હાજા કરયા.
યોહાન જળદીક્ષા દેવાવાળાની હત્યા.
(માથ્થી 14:1-12; લૂક 9:7-9)
14હવે હેરોદ રાજાએ આ બધીય વાતો હાંભળી: કારણ કે, ઈસુનું નામ ફેલાય ગયુ હતું. કેટલાક લોકો કેતા હતાં કે, “જળદીક્ષા આપનાર યોહાન મોતમાંથી પાછો જીવતો થયો. ઈ હાટુજ એનામા આ બધાય સમત્કાર કામ કરી રયું છે.” 15અને બીજાઓએ કીધુ કે, “આ એલિયા છે,” પણ અમુકે કીધુ કે, “ઈ તો જુના આગમભાખનારમાંથી એકની જેમ છે.” 16પણ જઈ હેરોદ રાજાએ આ હાંભળ્યું તઈ એને કીધુ કે, “ઈ તો યોહાન જળદીક્ષા દેનાર છે! મે પોતે જ એનુ માથું કપાવી નાખ્યુ હતું, પણ ઈ મરણમાંથી પાછો જીવતો થય ગયો છે.” 17કારણ કે, હેરોદ રાજાએ પોતે જ યોહાનને પકડાવો હતો અને એને જેલખાનામાં નખાવ્યો હતો કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરી લીધા હતા. 18પણ યોહાને હેરોદને કીધુ કે, “પોતાના ભાઈની બાયડીને રાખવી તારી હાટુ વ્યાજબી નથી જ્યાં હુધી કે, ઈ જીવતો છે.” 19ઈ હાટુ હેરોદ રાજાની બાયડી હેરોદિયાસ રાની યોહાન જળદીક્ષા દેનારથી વેર રાખતી હતી અને આ ઈચ્છતી હતી કે, એને મરાવી નાખે, પણ એવુ નો થય હક્યું. 20કેમ કે હેરોદ રાજાએ યોહાન જળદીક્ષા દેનારને ન્યાયી અને પવિત્ર માણસ જાણીને એનાથી બીતો હતો, અને સિપાયોને એનુ રક્ષણ કરવા હાટુ લગાડયા, અને દરવખતે જઈ રાજા હેરોદ યોહાને બોલતા હાંભળતો, તઈ ઈ બોવ બીય જાતો, તો પણ એને આનંદથી હાંભળતો.
21પણ હેરોદીયા હાટુ એક અવસર આવ્યો તઈ હેરોદ રાજા પોતાના જનમનો દિવસ મનાવવા હાટુ એક દાવત આપી. એણે પોતાના મોટા અધિકારીઓ, સેનાપતિઓ, અને ગાલીલ જિલ્લાના બધાયથી ખાસ લોકોને આમંત્રિત કરયા. 22અને ઈજ હેરોદિયાસની દીકરી અંદર આવી, અને નાચીને રાજા હેરોદને અને એના મહેમાનોને રાજી કરયા, તઈ રાજાએ છોકરીને કીધુ કે, “તુ જે ઈચ્છે ઈ મારીથી માગ તો હું તને આપય.” 23અને એણે એને એક વાયદો કરયો કે, “તુ જે કાય પણ મારી પાહેથી માગય ઈ હું તને આપી દેય. જો તુ મારા રાજ્યનો અડધો ભાગ પણ માગય, તો હું તને ઈ આપી દેય.” 24એણે બારે જયને પોતાની માંને પુછયું કે, “હું શું માંગુ?” ઈ બોલી કે, “એનાથી તુ યોહાન જળદીક્ષા આપનારનું માથું આપવા હાટુ કે.” 25ઈ તરત રાજાની પાહે અંદર આવી, અને એનાથી માંગણી કરી કે, “હું ઈચ્છું છું કે, તુ અત્યારે યોહાન જળદીક્ષા આપનારનું માથું કપાવીને કાથરોટમાં મને દેવડાય.”
26તઈ રાજા બોવ દુખી થયો, પણ મેમાનોની હાજરીમાં આપેલા વચનને લીધે એણે દીકરીની માગણી નકારવાનું ઈચ્છતો નોતો. 27ઈ હાટુ રાજાએ એક સિપાયને આજ્ઞા આપીને મોકલો કે, યોહાન જળદીક્ષા દેવાવાળાનું માથું કાપીને લીયાવે. 28એણે જેલખાનામાં જયને એનુ માથું કાપુ, અને એક કાથરોટમાં લીયાવીને ઈ છોકરીને આપ્યુ અને ઈ એની માંની પાહે લય ગય. 29જઈ યોહાનના ચેલાઓને ખબર પડી કે, એને મારી નાખવામાં આવ્યો છે, તો તેઓ આવીને એના ધડને લય જયને કબરમાં મુક્યું.
ઈસુએ પાચ હજાર માણસોને ખવડાવ્યુ
(માથ્થી 14:13-21; લૂક 9:10-17; યોહ. 6:1-14)
30જઈ બાર ગમાડેલા ચેલાઓને ઈસુએ મોકલ્યા હતાં, ઈ પાછા આવીને ઈસુની આગળ ભેગા થય ગયા, અને જે જે તેઓએ કરયુ અને શીખવાડયુ હતું, ઈ બધુય તેઓએ એને કીધું. 31પણ બોવ બધાય લોકો આવતાં જાતા હતાં અને આ કારણે ઈસુ અને એના ચેલાઓને ખાવાનો વખત પણ મળતો નોતો. તઈ ઈસુએ તેઓને કીધુ કે, “આવો એક ઉજ્જડ જગ્યામાં જાયી જ્યાં આપડે એકલા રય હકીએ અને થોડોક વખત આરામ કરી હકી.” 32ઈ હાટુ ઈ બધાય હોડીમાં બેહીને, વગડામાં વયા ગયા.
33પણ બોવ બધાય લોકોએ તેઓને જાતા જોયા અને જાણી ગયા કે, તેઓ ક્યા જઈ રયા હતા. ઈ હાટુ તેઓ આજુ બાજુના બધાય નગરની જમીનનાં મારગેથી ધોડીને તેઓની પેલા ન્યા પુગી ગયા. 34જઈ ઈસુએ હોડીમાંથી ઉતરીને ઘણાય બધા લોકોને જોયા તઈ તેઓની ઉપર એને દયા આવી કેમ કે, તેઓ સરાવવાવાળો નો હોય એવા ઘેટાની જેવા હતાં જે તેઓની હંભાળ રાખી હકે, અને ઈ તેઓને ઘણીય બધી વાતો શીખવાડવા લાગ્યો.
35જઈ હાંજ પડવા આવી તઈ ચેલાઓએ એની પાહે આવીને કીધુ કે, “આ ઠેકાણું ઉજ્જડ જગ્યામાં છે અને દિવસ ઘણોય આથમી ગયો છે. 36ઈ લોકોને વિદાય કરો કે, સારેય બાજુના વિસ્તારોમાં અને ગામડાઓમાં જયને, પોતાની હાટુ કાક ખાવાનું વેસાતું લય લેય.” 37પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” ચેલાઓએ એને કીધુ કે, “શું અમે જયને બસો દીનારની એટલે (બસો દિવસની મજુરી બરાબર) રોટલીઓ વેસાતી લયને તેઓને આપી હકી?” 38પણ ઈસુએ તેઓને કીધુ કે, “જયને ખબર કાઢો કે તમારી પાહે કેટલી રોટલી છે?” તેઓએ ખબર કાઢીને એને કીધું કે, “પાંસ રોટલી અને બે માછલી જ છે.”
39ઈસુએ ચેલાઓને કીધું કે, તેઓ બધા લોકોને લીલા ખડમાં પંગતોમાં બેહાડો. 40ઈ લોકો બધાય હો-હો અને પસાસ પસાસની પંગતોમા બેહી ગયા. 41ઈસુએ પાચ રોટલી અને બે માછલી લયને સ્વર્ગ તરફ જોયને પરમેશ્વરનો આભાર માનીને, રોટલી ભાંગી અને ચેલાઓને આપતા ગયા જેથી તેઓ લોકોને પીરસે, અને ઈ બે માછલીઓ પણ લોકોને પીરસી દીધી. 42અને બધાય લોકો ખાયને ધરાણા. 43જઈ બધાયે ખાય લીધું તઈ ચેલાઓએ રોટલીઓ અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી. 44જેઓએ માછલી અને રોટલીઓ ખાધી હતી, તેઓમાં બાયુ અને છોકરાઓ છોડીને, લગભગ પાંસ હજાર માણસો હતા.
ઈસુનું પાણી ઉપર હાલવું
(માથ્થી 14:22-33; યોહ. 6:15-21)
45તરત જ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, તેઓ હોડીમાં બેહી જાય, અને પોતાની આગળ ગાલીલ દરિયાની ઓલે પાર બેથસાઈદા નગરમાં જાય જ્યાં હુધી કે, ઈ પોતે લોકોના ટોળાને વિદાય કરે. 46અને લોકોને વિદાય કરીને ઈસુ ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા હાટુ ગયો. 47જઈ હાંજ પડી તો ચેલાઓની હોડી દરિયાની વસે હતી અને ઈસુ દરિયાના કાઠે એકલો હતો. 48અને જઈ એણે જોયું કે, તેઓ હલેસા મારતા બીય ગયા છે, કેમ કે જોરથી પવન તેઓની હામે આવતો હતો, તઈ હવાર થાવાની પેલા ઈસુ દરિયા ઉપર હાલીને તેઓની પાહે આવ્યો; અને તેઓથી આગળ નીકળી જાવા માંગતો હતો. 49પણ જઈ તેઓએ ઈસુને દરિયા ઉપર હાલતો જોયો તો ચેલાઓ ઈ વિસારીને રાડો પાડવા લાગ્યા કેમ કે, તેઓએ વિસારયું કે “ઈ એક ભૂત છે.” 50કેમ કે, બધાય એને જોયને બીય ગયા હતા. પણ તરત ઈસુએ તેઓની હારે વાત કરીને કીધુ કે, “હિંમત રાખો અને બીવોમાં કેમ કે, ઈ તો હું છું” 51પછી ઈ તેઓની હારે હોડી ઉપર સડયો અને પવન થંભી ગયો અને તેઓ બધાય બોવ નવાય પામ્યા. 52કેમ કે તેઓએ ઈસુને ઘણીય વાર જોયો હતો કે, પાછળના દિવસોમાં જઈ એણે પાચ હજાર લોકોને ખાવાનું ખવડાવ્યુ હતું, પણ તેઓ હજી હુધી હમજયા નય કે ઈ કેટલો શક્તિશાળી હતો, જે તેઓને હંમજવું જોયી.
ગેન્‍નેસારેતમાં રોગીઓને હાજા કરવા.
(માથ્થી 14:34-36)
53પછી ઈસુ અને એના ચેલાઓ એક હોડીમાં ગાલીલના દરિયામાં હજી આગળ વધ્યા, તો તેઓ ગન્‍નેસારેત પરદેશના કાઠે પુગી ગયા. તઈ તેઓએ ન્યા હોડી બાંધી દીધી. 54જઈ તેઓ હોડી ઉપરથી ઉતરયા, તો લોકો તરત એને ઓળખી ગયા. 55ઈ હાટુ તેઓ સ્યારેય કોર આજુ-બાજુની જગ્યાએ ગયા, અને માંદાઓને જોળીઓમાં નાખીને તેઓ માંદાઓને ઉપાડીને ઈ જગ્યા ઉપર લય ગયા, જ્યાં તેઓએ લોકોને ઈ કેતા હાંભળ્યું કે, ઈસુ ન્યા ગયો હતો. 56જઈ પણ ઈસુ ગામડાઓમાં, શહેરોમાં અને ખેતરોમા જાતા, તઈ માંદાઓને લીયાવતા અને તેઓને બજારોની સોકમાં મુકી દેતા. અને તેઓએ ઈસુને વિનવણી કરી કે, ખાલી તારા લુગડાની કોરને અડવા દેય તો, એને અડનારા બધાય માંદાઓ હાજા થય જાતા.

Aktualisht i përzgjedhur:

માર્ક 6: KXPNT

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr