Logoja YouVersion
Ikona e kërkimit

માર્ક 9

9
1અને ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા પરમેશ્વરનાં રાજ્યને સામર્થ્ય હારે તમારી વસ્સે આવતાં જોહે.”
ઈસુનું રૂપ બદલાય જાવું
(માથ્થી 17:1-13; લૂક 9:28-36)
2છ દિવસ પછી ઈસુ પિતર, યાકુબ અને યોહાનને હારે લયને તેઓ એક ઉસા ડુંઘરા ઉપર સડી ગયા, જ્યાં કોય પણ નોતુ, ન્યા રેતી વખતે એનુ આખું રૂપ તેઓની હામે બદલાય ગયુ 3એના લુગડા ઉજળા થય ગયા કે, પૃથ્વી ઉપર કોય પણ ધોયને એને એટલા ધોળા નથી કરી હકતા. 4તઈ ઈ બેય આગમભાખીયા મુસા અને એલિયા દેખાણા અને તેઓ ઈસુની હારે વાતો કરતાં હતા.
5એની ઉપર પિતરે જવાબ દઈને ઈસુને કીધું કે, “હે ગુરુ, આયા રેવું આપડી હાટુ હારૂ છે ઈ હાટુ અમે ત્રણ માંડવા બાંધીએ એક તારી હાટુ એક મુસા હાટુ અને એક એલિયા હાટુ.” 6એણે આ ઈ હાટુ કીધુ કેમ કે, ઈ અને બીજા બે ચેલાઓ બોવ જ બીય ગયા હતાં કેમ કે, તેઓ જાણતા નોતા કે, શું કેવું છે. 7પછી એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે ઈ શું કેય છે ઈ ધ્યાનથી હાંભળો.” 8તઈ તરત ચેલાઓએ આજુ-બાજુ જોયું, અને એકલા ઈસુને જોયો, બીજુ કોય દેખાણું નય.
9જઈ ઈસુ અને એના ત્રણ ચેલાઓ ડુંઘરા ઉપરથી ઉતરતા હતાં તઈ ઈસુએ તેઓને કીધુ કે, “તમે કોયને પણ ન્યા હુધી કાય નો બતાવતા કે, તમે શું જોયું હતું, ન્યા હુધી કે હું માણસનો દીકરો મરણમાંથી જીવનમાં પાછો નય આવું.”
10ઈ હાટુ, તેઓએ આ વાત મનમાં રાખી પણ તેઓએ આ વિષે અંદરો-અંદર સરસા કરી કે, મોતમાંથી પાછુ જીવતું થાવુ એનો શું અરથ છે? 11પછી ચેલાઓએ ઈસુને પુછયું કે, “યહુદી નિયમના શિક્ષકો એમ કેમ કેય છે કે, મસીહ આવ્યા પેલા એલિયાને આવવું જોયી?” 12-13ઈસુએ તેઓને જવાબ દિધો કે, “આ હાસુ છે કે, પરમેશ્વરે એલિયાને મોકલવાનો વાયદો કરેલો હતો કે, ઈ બધુય ઠીક કરવા હાટુ પેલા જ આવી જાય, પણ એલિયા પેલા જ આવી ગયો છે,” અને અમારા આગેવાનોએ એની હારે બોવ ખરાબ વ્યવહાર કરયો. જેવું તેઓ કરવા માગતા હતાં, આવું બોવ વખત પેલાથી આગમભાખીયાઓએ કીધું હતું કે, “તેઓ કરશે. પણ માણસનો દીકરો, મારા વિષે શાસ્ત્રમા બોવ બધુય લખેલુ છે, શાસ્ત્રમા કેય છે કે, હું ખુબજ દુખ સહન કરય અને લોકો મને અપનાયશે નય.”
મેલી આત્માથી છોડાવવું
(માથ્થી 17:14-21; લૂક 9:37-43)
14જઈ ઈસુ અને એના ત્રણ ચેલાઓ, ડુંઘરા ઉપરથી નીસે બીજા ચેલાઓની પાહે પાછા આવ્યા તો જોયું કે, તેઓની સ્યારેય બાજુ મોટુ ટોળું ભેગુ થયુ હતું અને યહુદી નિયમના શિક્ષકો એની હારે માથાકૂટ કરી રયા છે. 15જેમ જ બધાય લોકોએ ઈસુને જોયો, તેઓ બધાય બોવ નવાય પામવા લાગ્યા, અને એની બાજુ ધોડીને એને સલામ કરી. 16ઈસુએ તેઓને પુછયું કે, “તમે તેઓની હારે શું માથાકૂટ કરો છો?” 17ગડદીમાંથી એકે જવાબ દીધો કે, “હે ગુરુ, હું મારા દીકરાને તારી પાહે લાવ્યો છું જેમાં એક મેલી આત્મા છે જે એને વાત કરવાથી રોકે છે.
18જઈ પણ આ મેલી આત્મા એની ઉપર હુમલો કરે છે, તો ઈ એને નીસે પછાડી દેય છે. અને ભયંકર રીતે ધ્રુજવા મડે છે અને એના મોઢામાંથી ફીણ નીકળે છે, અને ઈ પોતાના દાંત ભીડવા મડે છે અને ઈ અક્કડ થય જાય છે અને હલતો નથી. મે તમારા ચેલાઓને મેલી આત્માને બારે કાઠવા હાટુ કીધુ, પણ તેઓ કાઢી હક્યાં નય.” 19આ હાંભળીને ઈસુએ તેઓને જવાબ આપતા કીધુ કે, “ઓ અવિશ્વાસી લોકો, ક્યા હુધી હું તમારી હારે રેય? અને ક્યા હુધી હું તમારું સહન કરય? ઈ છોકરાને મારી પાહે લીયાવો.” 20ઈ હાટુ તેઓ છોકરાને ઈસુની પાહે લાવ્યા અને જઈ મેલી આત્માએ ઈસુને જોયો તો ઈ આત્માએ ઈ છોકરાને મયડો, અને ઈ જમીન ઉપર પડયો, અને મોઢામાંથી ફીણ કાઢીને તડફડયો. 21ઈસુએ છોકરાના બાપને પુછયું કે, “આ બધુય ક્યારથી થાય છે.” એણે કીધુ કે, “નાનપણથી જ એની ઉપર આ રીતનો હુમલો થાય છે.
22ઘણીવાર મેલી આત્માએ એને આગ અને પાણીમાં ફેકીને મારવાની કોશિશ કરી છે, પણ જો તુ કાય કરી હકે, તો અમારી ઉપર દયા કરીને અમારી ભલાય કર.” 23પણ ઈસુએ એને જવાબ દીધો કે, “તમને શંકા નો હોવી જોયી કે હું આ કરી હકુ! જો કોય માણસ મારી ઉપર વિશ્વાસ રાખે છે, તો એના હાટુ બધુય શક્ય છે.” 24તરત બાળકના બાપે રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, હું વિશ્વાસ કરું છું કે, હું શંકા નો કરું, ઈ હાટુ તુ મારી મદદ કર.”
25જઈ ઈસુએ જોયું કે, ઘણાય બધાય લોકો તેઓને જોવા ધોડીને ભેગા થાય છે. તઈ ઈસુએ મેલી આત્માને ધમકાવીને કીધુ કે, “હું તને આજ્ઞા આપું છું કે, મૂંગા અને બેરા કરનારી ભુંડી આત્મા એમાંથી નીકળી જા અને એમા ફરીથી કોય દિ નો ઘરતી.” 26તઈ ઈ ભુંડી આત્માએ મોટી રાડ પાડીને એને બોવ મવડીને એમાંથી નીકળી અને છોકરો હલો નય. અને ઈ મરેલા જેવો દેખાણો, ઘણાય લોકો કેવા લાગ્યા કે, “ઈ મરી ગયો.” 27પણ ઈસુએ એનો હાથપકડીને ઉઠાડયો, અને ઈ હાજો થયને ઉભો થય ગયો. 28પછી જઈ ઈસુ પોતાના ચેલાઓની હારે ઘરમાં એકલો હતો તઈ તેઓએ એને પુછયું કે, “અમે ઈ મેલી આત્માને કેમ કાઢી હક્યાં નય?” 29પછી ઈસુએ ચેલાઓને જવાબ આપ્યો કે, “આ રીતેની ભુંડી આત્મા પ્રાર્થના કરયા વગર લોકોમાંથી બારે નય આવી હકે.”
ઈસુના પોતાના મોત વિષે બીજીવાર બતાવવું
(માથ્થી 17:22-23; લૂક 9:43-45)
30પછી ઈસુ અને એના ચેલાઓ ન્યાંથી નીકળીને ગાલીલ પરદેશમા થયને ગયા. અને ઈસુની એવી ઈચ્છા હતી કે, કોયને ખબર પડે નય કે, ઈ ક્યા છે. 31કેમ કે, ઈસુ પોતાના ચેલાઓની હારે વધારે વખત વિતાવવા અને તેઓને શીખવાડવા માગતો હતો અને ઈ તેઓને કેતો હતો કે, “જલદી કોય મને માણસના દીકરાને મારા વેરીઓના હાથમાં દગાથી હોપી દેવામાં આયશે, અને ઈ લોકો મને મારી નાખશે. પણ જઈ મને મારી નાખવામાં આયશે એના ત્રીજા દિવસે હું મોતમાંથી પાછો જીવતો થય જાય.” 32પણ આ વાત તેઓની હમજણમાં નો આવી, અને તેઓ એને પૂછવાથી બીતા હતા.
ચેલાઓમાંથી બધાયથી મોટુ કોણ?
(માથ્થી 18:1-5; લૂક 9:46-48)
33પછી ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ નગરમાં ઘરે ગયા, જઈ તેઓ ઘરની અંદર હતાં તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમે રસ્તામાં શું સરસા કરતાં હતાં?” 34પણ ઈ છાના રયા કેમ કે, મારગમાં તેઓએ એકબીજાથી સરસા કરી હતી કે, “આપડામાંથી મોટો કોણ છે?” 35ઈસુ બેહીને પોતાના બાર ચેલાઓને એની પાહે ભેગા થાવા હાટુ બોલાવીયા અને તેઓને કીધુ કે, “જો કોય તમારામાં મોટો થાવા માગે છે, તો ઈ પોતાની જાતને નાનો કરે અને બધાયનો ચાકર બને.” 36તઈ ઈસુએ એક બાળકને એની પાહે બોલાવીને ઉભો રાખ્યો, અને ઈ બાળકને ખોળામાં લયને ચેલાઓને કીધુ કે, 37“જે કોય પણ આની જેવા એક બાળકને સ્વીકારે છે અને એની મદદ કરે છે કેમ કે, તેઓ મને પ્રેમ કરે છે, આ મને સ્વીકારવા જેવું છે, અને જે કોય પણ મને સ્વીકારે છે ઈ મને મોકલનારને પણ સ્વીકારે છે.”
જે વિરોધમાં નથી ઈ પક્ષમાં છે
(લૂક 9:49-50)
38તઈ યોહાને ઈસુને કીધુ કે, “હે ગુરુ, અમે કોય એક માણસને તારા નામનો અધિકાર વાપરીને મેલી આત્માને કાઢતા જોયો અમે એને ના પાડવા લાગ્યા, ઈ હાટુ કે, ઈ આપડા જેવા ચેલાઓમાંથી નોતો.” 39પણ ઈસુએ તેઓને કીધુ કે, “એને કરવા દયો કેમ કે, એવો કોય નથી કે જે મારા નામના અધિકારથી સમત્કારી કામ કરે છે, અને તરત મારી નિંદા કરી હકે. 40કેમ કે, આપડા વિરુધ નથી ઈ આપડી હારે છે. 41હું તમને હાસુ કવ છું કે, જે મારા ચેલાઓમાંથી નાનામાં નાનાને એક પ્યાલો ટાઢું પાણી પીવડાયશે, ઈ પોતાનું સોક્કસ ફળ મેળવશે.”
પરીક્ષાની વિષે ઈસુની સેતવણી
(માથ્થી 18:6-9; લૂક 17:1-2)
42“જો કોય આ નાનાઓમાંથી જેઓ મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓમાના એકને જે કોય ઠોકર ખવડાવશે, ઈ કરતાં એના ગળે ઘંટીનો મોટો પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં ડુબાડી દેય, ઈ એની હાટુ હારૂ છે.” 43જો તારો જમણો હાથ પાપ કરવાનું કારણ બને છે તો એને કાપીને ફેકી દે, કેમ કે, તારા બેય હાથમાંથી એક હાથ નો રેય અને તારું આખું દેહ નરકમાં જાવાથી બસી જાહે. તારે આવું કરવુ હારુ છે કેમ કે, તારે એક હાથ વિના સ્વર્ગમા જાવું બોવ હારુ થય હકે છે, પણ તારા બેય હાથો રાખવા અને નરકમાં જાવું ઈ બોવ અઘરું છે.
44નરકમાં બધાયના દેહને ખાનારા કીડા છે જે કોયદી નથી મરતા અને આગ હળગતી જે કોયદી બંધ નથી થાતી. 45જો તમે પાપ કરવા હાટુ પોતાના પગનો ઉપયોગ કરવાના વિસારમાં છો, તો એને કાપી નાખો. એક પગ વિના સ્વર્ગમા જાવું બોવ અઘરું થય હકે છે, પણ બેય પગને રાખવા અને નરકમાં જાવું બોવ અઘરું છે. 46નરકમાં બધાયના દેહને ખાનારા કીડા છે જે કોયદી નથી મરતા અને આગ હળગતી જે કોયદી બંધ નથી થાતી. 47જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે, કે તારી બેય આખુંથી એક આંખ નીકળી જાય અને તારો આખો દેહ નરકમાં જાવાથી બસી જાહે. 48નરકમાં બધાયના દેહને ખાનારા કીડા છે જે કોયદી નથી મરતા અને આગ હળગતી જે કોયદી બંધ નથી થાતી.. 49કેમ કે, “બધાયને આગથી શુદ્ધ કરવામા આયશે, જેમ કે મીઠાથી એક બલિદાન શુદ્ધ થાય છે. 50મીઠું એક જરૂરી વસ્તુ છે, પણ જો મીઠું પોતાનુ સ્વાદ ગુમાવી નાખે છે, તો તમે એનુ સ્વાદ કેવી રીતે પાછુ લીયાયશો? પછી તમારા એકબીજામાં મીઠાના જેવા ગુણ હોવા જોયી અને એકબીજાની હારે શાંતિથી રેવું જોયી.”

Aktualisht i përzgjedhur:

માર્ક 9: KXPNT

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr