ઉત્પત્તિ 7
7
જળપ્રલય
1અને યહોવાએ નૂહને કહ્યું, “તું ને તારા ઘરનાં બધાં માણસો વહાણમઆં આવો; કેમ કે આ પેઢીમાં મેં તને જ મારી સમક્ષ ન્યાયી જોયો છે. 2સર્વ શુદ્ધ પશુઓમાંથી સાત સાત નરનારી ને અશુદ્ધ પશુઓમાંથી બબ્બે નરનારી, તું તારી સાથે લે. 3અને આકાશનાં પક્ષીઓમાંનાં સાત સાત નરમાદા, આખી પૃથ્વી પર બીજ રાખવા માટે લે. 4કેમ કે સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ; અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્ન કર્યાં છે, તેઓનો નાશ હું પૃથ્વી પર કરીશ.” 5અને યહોવાએ જે સર્વ આ તેને આપી હતી તે પ્રમાણે નૂહે કર્યું.
6અને પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહે છસો વર્ષનિ હતો. 7અને નૂહ તથા તેના દિકરા તથા તેની પત્ની તથા તેના દિકરાઓની પત્નીઓ જળપ્રલયને લીધે #માથ. ૨૪:૩૮-૩૯; લૂ. ૧૭:૨૭. વહાણમાં ગયાં. 8શુદ્ધ પશુઓ તથા અશુદ્ધ પશુઓ, તથા પક્ષીઓ, તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓ, 9તેઓમાંનાં બબ્બે એટલે નર તથા માદા, જેમ ઈશ્વરે નૂહને આ આપી હતી, તેમ નૂહની પાસે વહાણમાં ગયાં. 10અને એમ થયું કે સાત દિવસ પછી પૃથ્વી પર જળપ્રલય થયો. 11નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમેં દિવસે, તે જ દિવસે #૨ પિત. ૩:૬. મોટા જળનિધિના ઝરા ફૂટી નીકળ્યા ને આકાશનાં દ્વારો ઊઘડી ગયાં, 12અને ચાળીસ દિવસ તથા ચાળીસ રાત પૃથ્વી પર વરસાદ વરસ્યો.
13તે જ દિવસે નૂહ તથા તેના દિકરા, શેમ, હામ ને યાફેથ, તથા નૂહની પત્ની તથા તેના દિકરાઓની ત્રણ પત્નીઓ વહાણમાં ગયાં. 14તેઓ તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જનાવર, તથા પોતપોતાની જાત પ્રમાણે સર્વ પશુ, તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક પેટે ચાલનારું પ્રાણી, જે પૃથ્વી પર ચાલે છે તે, ને પોત પોતાની જાત પ્રમાણે હરેક જાતનાં મોટાં તથા નાનાં પક્ષીઓ [વહાણમાં ગયાં]. 15અને સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે, તેમાંથી બબ્બે નૂહ પાસે વહાણમાં ગયાં. 16અને તેમાં જે ગયાં તે સર્વ પ્રાણીઓમાંનાં નરનારી, જેમ ઈશ્વરે તેને આ આપી હતી, તેમ તેઓ ગયાં; અને યહોવાએ તેને તેમાં બંધ કર્યો.
17અને પૃથ્વી પર ચાળીસ દિવસ સુધી જળપ્રલય હતો. અને પાણીએ વધીને વહાણને તરતું કર્યું, ને તે પૃથ્વી પરથી ઊંચકાયું. 18અને પાણી વધ્યું, ને પૃથ્વી પર બહુ ચઢયું; અને પાણી પર વહાણ ચાલ્યું. 19અને પૃથ્વી પર પાણી ઘણું ચઢયું, અને આખ આકાશ નીચેના સર્વ ઊંચા પર્વત ઢંકાઈ ગયા. 20[પર્વતો પર] પંદર હાથ સુધી પાણી ચઢયું; અને પહાડો ઢંકાઈ ગયા. 21અને પૃથ્વી પર ફરનાર પ્રાણીઓ, એટલે પક્ષી તથા ઢોર તથા વનપશુ, તથા જીવજંતુ જેઓ પૃથ્વી પર છે, તેઓ તથા સર્વ માણસ મરી ગયાં. 22કોરી જમીન પર સર્વ રહેનાર, જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ મરી ગયાં. 23અને પૃથ્વીના સર્વ જીવ નષ્ટ થયા, એટલે માણસ તથા પશુ તથા પેટે ચાલનારાં તથા આકાશનાં પક્ષી પૃથ્વી પરથી નષ્ટ થયાં; અને નૂહ તથા તેની સાથે જે વહાણમાં હતાં એકલાં તેઓ બચ્યાં. 24અને દોઢસો દિવસ સુધી પૃથ્વી પર પાણીનું જોર ચાલ્યું.
موجودہ انتخاب:
ઉત્પત્તિ 7: GUJOVBSI
سرخی
شئیر
کاپی
کیا آپ جاہتے ہیں کہ آپ کی سرکیاں آپ کی devices پر محفوظ ہوں؟ Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.