YouVersion 標識
搜索圖示

માથ્થી 6

6
દાન વિષે ઈસુનું શિક્ષણ
1હવે સેતીને રયો! તમે કોય પણ ન્યાયી કે હારા કામ કરો તો ઈ લોકોની હામે કરતાં નય, લોકો તમને હારા કામો કરતાં જોવે એમ નો કરો, જો તમે એમ કરશો તો સ્વર્ગમાંના તમારા બાપથી તમને કાય વળતર મળશે નય. 2ઈ હાટુ જઈ તમે દાન કરો, તઈ જેમ ઢોંગીઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં અને મારગમાં માણસોથી વખાણ મેળવવા હાટુ કરે છે, એમ પોતાની આગળ રણશિંગડું નો વગાડો. હું તમને પાકું કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે. 3પણ તુ જઈ દાન કર, તઈ તારી સિવાય બીજા કોય લોકોને ખબર નો પડે એવી રીતે ખાનગીમાં દાન કર. 4જેથી તારૂ દાન ખાનગીમાં થાય, પછી તારો બાપ જે ખાનગીમાં જોવે છે એને એનું વળતર આપશે.
પ્રાર્થના વિષે ઈસુનું શિક્ષણ
(લૂક 11:2-4)
5જઈ તમે પ્રાર્થના કરતાં હોવ તઈ ઢોંગીઓ જેવા થાતા નય કેમ કે, તેઓ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં અને સોરામાં ઉભા રયને, ઈ હાટુ પ્રાર્થના કરવાનું તેઓને હારૂ લાગે છે, જેથી લોકો જોયને તેઓના વખાણ કરે. પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર લોકોના વખાણ દ્વારા મેળવી સુક્યા છે.
6પણ જઈ તું પ્રાર્થના કર, તઈ તુ ઓયડીમાં જયને કમાડ બંધ કરીને, તારા બાપને જે ખાનગી જગ્યામાં છે, પ્રાર્થના કર પછી તારો બાપ જે ખાનગીમાં જોવે છે, ઈ તને વળતર આપશે. 7પ્રાર્થના કરતી વેળાએ બિનયહુદીઓની જેમ લવારો નો કરો. કેમ કે, ઈ લોકો એમ વિસારે છે કે, વધારે બોલવાથી તેઓનું હાંભળવામાં આયશે. 8ઈ હાટુ તમે તેઓની જેવા નો થાતા. કેમ કે, તમારો બાપ માગવાથી પેલા જ જાણે છે કે, તમારે હેની જરૂર છે.
9આથી તમારે આવી રીતે પ્રાર્થના કરવી જોયી હે પરમેશ્વર અમારા બાપ, તું જે સ્વર્ગમાં છો, તારા નામને માન મળે, 10તમારું રાજ્ય આવે, તમારી ઈચ્છા જેમ સ્વર્ગમાં એમ જ પૃથ્વી ઉપર પુરી થાય. 11અમને ખાવાનું આપો જે આજે અમારે જરૂર છે. 12જેમ અમે બીજાઓના ગુનાઓ માફ કરયા છે, એમ જ તમે અમારા ગુનાઓ માફ કરો. 13અને અમને પરીક્ષણમાં નો લાવ, પણ શેતાનથી અમને બસાવ. કેમ કે, રાજય અને પરાક્રમ અને મહિમા સદાય હાટુ તમારા જ છે. આમીન.
14ઈ હાટુ જો તમે માણસોના પાપોને માફ કરશો, તો તમારો, સ્વર્ગમાંનો બાપ પણ તમને માફ કરશે. 15પણ જો તમે માણસોના પાપો માફ નય કરો તો, તમારો બાપ પણ તમારા પાપો નય માફ કરે.
ઉપવાસ વિષે ઈસુનું શિક્ષણ
16જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે. 17પણ જઈ તુ ઉપવાસ કરે, તઈ તારા માથા ઉપર તેલ સોપડ અને તારૂ મોઢું ધો. 18જેથી લોકો નય પણ તારો સ્વર્ગીય બાપ જે ખાનગીમાં છે, એને ઉપવાસી જાણે, અને ઈ દશામાં તારો સ્વર્ગીય બાપ જે ખાનગીમાં જોવે છે, ઈ એને વળતર આપશે.
સ્વર્ગની મિલકત
(લૂક 12:33-34)
19પૃથ્વી ઉપર તું પોતાની હારુ કાય પણ રૂપીયા ભેગા નો કર, જ્યાં કીડા અને કાટ નાશ કરે છે, ને જ્યાં સોરો ખાતર પાડીને સોરી જાય છે. 20પણ ભલું કામ કરીને સ્વર્ગમાં પોતાના હાટુ વળતર ભેગુ કરો, જ્યાં કીડા અને કાટ નાશ કરતાં નથી, અને સોરો ખાતર પાડીને સોરી જાતા નથી. 21કેમ કે, જ્યાં તમારી મિલકત છે, ન્યા જ તમારું મન લાગેલુ રેહે.
દેહનો દીવો
(લૂક 11:34-36)
22આંખુ તારા દેહ હાટુ એક દીવાની જેમ છે, એટલે જો તારી આંખ હારી હોય, તો તારો આખોય દેહ અજવાળાથી ભરેલો હશે. 23ઈ હાટુ જો તમે ભુલથી આ વિસારો કે, તમારું આખુય દેહ અજવાળામાં છે, પણ ખરેખર આ અંધારૂ છે, તો તમારી અંદરનું અંધારૂ ખરેખર બોવ કાળુ છે.
પરમેશ્વર અને મિલકત
(લૂક 16:13; 12:22-31)
24કોય પણ માણસ એક વખતે બે ધણીની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે, નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.
કાયપણ ચિંતા નો કરો.
25ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા દેહના જીવનની હાટુ ઉપાદી નો કરો કે, શું પેરશું ખરેખર તમારુ જીવન ખોરાકથી અને તમારા પેરવાના લુગડાથી વધારે કિંમતી છે. 26આભના પંખીડાઓને જુઓ! તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી; તો પણ તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં વધારે મુલ્યવાન છો. 27તમારામાંનો કોય પણ માણસ ઉપાદી કરીને પોતાના જીવનની એક પળ પણ વધારી હકતો નથી!
28અને લુગડા હાટુ ઉપાદી કરતાં નય કેમ કે, ખેતરના ફૂલોને વિષે વિસારો ઈ કેવા વધે છે; તેઓ નથી કામ કરતાં કે પોતાની હાટુ લુગડા બનાવતા. 29તો પણ હું તમને કવ છું કે, સુલેમાન રાજા પણ પોતાની બધીય માલ-મિલકત ગૌરવ અને હણગારેલા લુગડા પેરેલો ઈ ફૂલોમાના એક જેવો પણ નોતો. 30ઈ હાટુ જો પરમેશ્વર મેદાનના ખડને જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં બાળી નાખવામાં આયશે, ઈ ખડને એવું હારું બનાવે છે, હે ઓછા વિશ્વાસુઓ તમને એનાથી વધીને હારા લુગડા જરૂર પેરાયશે.
31ઈ હાટુ તમે ઉપાદી કરીને એમ નો કેતા કે, અમે શું ખાહું? કા અમે શું પીહું? કા અમે શું પહેરીશું? 32કેમ કે, બિનયહુદીઓ આ બધી વસ્તુઓને ગોતે છે, પણ તમારો સ્વર્ગમાંનો બાપ જાણે છે કે, તમારે આ બધી વસ્તુઓની જરૂર છે. 33પણ પેલા તમે પરમેશ્વરનાં રાજ્યને ગોતો, તો ઈ તમને હારી વસ્તુઓ પણ મળી જાહે. 34ઈ હાટુ આવતી કાલની સીન્તા નો કરો કારણ કે, આવતી કાલ પોતાની સીન્તા કરી લેહે, આજને હારું આજના દિવસ નુ સંકટ બોવ છે.

醒目顯示

分享

複製

None

想要在所有設備上保存你的醒目顯示嗎? 註冊或登入