YouVersion 標識
搜索圖示

માથ્થી 8

8
ઈસુ દ્વારા માંદામાણસને હાજો કરવો
(માર્ક 1:40-45; લૂક 5:12-16)
1જઈ ડુંઘરા ઉપરથી ઈસુ ઉતરયો, તઈ બોવ જાજા માણસોનું મોટુ ટોળું એની વાહે આવતું હતું. 2જોવ, એક કોઢિયો એની પાહે આવ્યો, અને પગે લાગીને કીધુ કે, “હે પરભુ હું જાણું છું કે, જો તું ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.” 3તઈ ઈસુએ હાથ લાંબો કરયો અને અડીને કીધુ કે, “હું એને હાજો કરવા ઈચ્છું છું,” અને તરત જ ઈ કોઢથી શુદ્ધ થયો. 4પછી ઈસુએ એને કીધુ કે, “જો કોયને કાય કેતો નય કે, મેં તને શુદ્ધ કરયો છે, પણ યાજક પાહે જયને તારું દેહ દેખાડ જેથી ઈ તને પારખીને જોહે કે, હવે તું શુદ્ધ થયો છો. એની પછી ઈ બલિદાન સડાવ જે મુસાએ ઈ લોકોને આજ્ઞા આપી હતી જેઓને પરમેશ્વરે કોઢથી હાજા કરયા હતાં, તઈ બધાય જાણશે કે તુ હાજો થય ગયો છો.”
ઈસુ દ્વારા જમાદારના સેવકને હાજો કરવો
(લૂક 7:1-10)
5ઈસુ કપરનાહૂમ ગામમાં આવ્યો, તઈ એક હો સિપાયો ઉપર એક રોમી જમાદારે એની પાહે આવીને કાલા-વાલા કરયા કે, ઈ એની મદદ કરે. 6ઓ પરભુ, મારો સેવક ઘરમાં લકવાવાળો થયને પડેલો છે, એને બોવ જ પીડા થાય છે. 7ઈસુએ એને કીધુ કે, “હું આવીને એને હાજો કરય.” 8જમાદારે જવાબ દીધો કે, ઓ પરભુ, તું મારા ઘરમાં આવ, એવો હું લાયક નથી. પણ તું ખાલી મોઢાથી શબ્દ બોલી દે તોય, મારો સેવક હાજો થય જાહે. 9કેમ કે, હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારા આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ કરે છે.
10તઈ ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે. 11હું તમને કવ છું કે, ઉગમણી અને આથમણેથી ઘણાય બધા બિનયહુદી માણસો આયશે, અને ઈબ્રાહિમ અને ઈસહાકની અને યાકુબની હારે સ્વર્ગના રાજ્યમાં ખાવાનું ખાહે. 12પણ રાજ્યના સંતાનો એટલે કે, યહુદી લોકોને બારના અંધારામાં નાખવામાં આયશે, જ્યાં રોવું અને દાંતની સકીયું સડાવવાનું થાહે.” 13પછી ઈસુએ ઈ જમાદારને કીધુ કે, “ઘરે જા, જેવો તે વિશ્વાસ કરયો છે, એવુ જ તારી હારે થાહે.” ને ઈ જ ઘડીયે એનો સેવક હાજો થયો.
ઈસુ દ્વારા ઘણાય લોકોને હાજા કરવા
(માર્ક 1:29-34; લૂક 4:38-41)
14જઈ ઈસુએ સિમોન પિતરના ઘરમાં આવીને એની હાહુને તાવને લીધે પથારીમાં હુતી જોયી. 15ઈસુ એના હાથને અડીયો એટલે એનો તાવ મટી ગયો; ઈ બાય ઉઠીને તેઓને ખાવાનું પીરસ્યું. 16હવે જઈ હાંજ પડી તઈ લોકો ઘણાય મેલી આત્મા વળગેલાઓને ઈસુની પાહે લાવ્યા અને એણે શબ્દથી ઈ આત્માઓને બારે કાઢી અને બધાયને હાજા કરયા જે માંદા હતાં. 17એવી રીતે જે યશાયા આગમભાખયા વડે કીધુ હતું ઈ પુરૂ થાય “એણે પોતે આપણા દુખ લીધા અને આપણા રોગોને છેટાં કરી દીધા.”
ઈસુના ચેલા બનવાની કિમંત
(લૂક 9:57-62)
18ઈસુએ એની આજુ-બાજુ લોકોનો મોટો ટોળો ભેગો થયેલો જોયો, તઈ એણે એના ચેલાઓને કીધુ કે, આવો આપડે ગાલીલ દરિયાના ઓલા કાઠે જાઈ. 19જેમ તેઓ જાવા હાટુ તૈયાર થાતા હતા તઈ એક યહુદી નિયમના શિક્ષકે પાહે આવીને ઈસુને કીધુ કે, “હે ગુરુ, જ્યાં ક્યાય તું જાય, ન્યા તારી વાહે હું આવય.” 20તઈ ઈસુએ એને કીધું કે, “શિયાળયાને રેવાનું બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ મને માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.” 21એકબીજા ચેલાએ ઈસુને કીધુ કે, “હે પરભુ, પેલા મને ઘરે જાવા દયો, જેથી, મારા બાપને મરયા પછી હું દાટી દવ અને પછી હું તારી હારે આવય.”
ઈસુ તોફાનને શાંત પાડે છે
(માર્ક 4:35-41; લૂક 8:22-25)
22પણ ઈસુએ એને કીધુ કે, “મરેલાઓને પોતાના મરેલાઓને દાટવા દે પણ તુ જયને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કર.” 23જઈ ઈ હોડીમાં સડયો, તઈ એના ચેલાઓ એની હારે ગયા. 24જુઓ, દરિયામાં બોવ મોટુ વાવાઝોડું થયુ કે, ઈ હોડી મોજાઓથી ઢંકાય ગય: પણ ઈસુ પોતે હુતો હતો. 25તઈ તેઓએ એની પાહે આવીને એને જગાડીને કીધુ કે, “ઓ પરભુ, અમને બસાવ, અમે ડુબવાની અણી ઉપર છયી.” 26ઈસુએ તેઓને કીધુ કે, “ઓ ઓછો વિશ્વાસ રાખનારાઓ શું કામ બીવો છો?” તઈ ઈસુએ ઉઠીને વાવાઝોડાને અને દરીયાને ધમકાવ્યો અને બધુ શાંત થયુ. 27તઈ ઈ લોકોએ નવાય પામીને કીધુ કે, “આ કય રીતનો માણસ છે કે, વાવાઝોડુ અને દરીયો હોતન એની આજ્ઞા માંને છે!”
ઈસુ બે માણસોમાંથી મેલી આત્માઓને કાઢે છે
(માર્ક 5:1-20; લૂક 8:26-39)
28જઈ ઈસુ અને એના ચેલાઓ ગાલીલ દરિયાના ઓલા કાઠે ગેરાસાની લોકોના પરદેશમાં પૂગ્યા, તઈ મેલી આત્મા વળગેલા બે માણસ મહાણમાંથી નીકળતા મળ્યા ઈ એવા ડરામણા હતા કે, ઈ મારગેથી કોય હાલતું નય. 29જુઓ, એણે રાડો પાડીને કીધુ કે, “ઓ પરમેશ્વરનાં દીકરા, તારે મારી હારે શું કામ છે? વખત પેલા તું અમને દુખ દેવા આયા આવ્યો છો?” 30હવે તેઓથી થોડાક છેટે ડુંકરાનું એક મોટુ ટોળું સરતું હતું. 31ઈ હાટુ મેલી આત્માઓએ વિનવણી કરી અને કીધુ કે, “જો તું અમને આ માણસમાંથી બારે કાઢી નાખવાનો છો તો તું અમને ડુંકરાઓના ટોળામાં મોકલી દે.” 32એણે તેઓને કીધુ કે, “જાવ, પછી મેલી આત્માઓ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા, અને જુઓ, આખું ટોળું ઢોરાવાળા કાઠા તરફ ધોડીને દરીયામાં પડીને ડૂબી ગયા, અને પાણીમાં ગુંગળાઈને મરયા.” 33અને ડુંકરા સરાવવાવાળા ધોડીને, શહેરમાં જાયને બધુય કીધુ અને મેલી આત્મા વળગેલાને શું કરયુ; ઈ પણ કીધું. 34તઈ જુઓ આખું ગામ ઈસુને મળવા બારે આવ્યું, અને એને જોયને તેઓએ વિનવણી કરી કે, અમારા પરદેશમાંથી વયો જાય.

醒目顯示

分享

複製

None

想要在所有設備上保存你的醒目顯示嗎? 註冊或登入