પ્રેરિતોનાં કૃત્યો 1

1
1પ્રિય થિયોફિલ, મારી પેલી સોપડીમા જે મે તમારી હાટુ લખી છે, મે ઈ ઘણીય વસ્તુની વિષે લખું હતું જે ઈસુએ કરી હતી અને શીખવાડી હતી, જ્યાં હુધી કે ઈ સ્વર્ગમા લય લેવામાં આવ્યો હતો. 2પણ ઈસુને પરમેશ્વર દ્વારા સ્વર્ગમા બોલાવ્યા પેલા, એણે પવિત્ર આત્માની મદદથી ગમાડેલા ચેલાઓ જેને એણે ગમાડયા હતાં આજ્ઞા દયને પરમેશ્વર દ્વારા સ્વર્ગમા ઉપર ઉપાડવામાં આવ્યો. 3એને દુખ સહન અને મરણ પછી બોવ જ પાકા પુરાવા હારે પોતાની જાતને જીવતો બતાવ્યો, અને સ્યાલીસ દિવસ હુધી એને દરશન દેતો અને પરમેશ્વરનાં રાજ્યની વાતુ કરતો રયો.
4એક વખત જઈ ઈ ભેગા હતાં, તઈ ઈસુએ એને આજ્ઞા આપી કે, “જ્યાં લગી પરમેશ્વર બાપે કરેલો વાયદો જેની સરસા તમે મારા મોઢેથી હાંભળી, ઈ પુરી નો થાય ન્યા લગી યરુશાલેમ શહેરમાં જ રોકાજો અને એની વાટ જોતા રેજો. 5કેમ કે, યોહાન તો તમને પાણીથી જળદીક્ષા દેય છે,” પણ થોડાક દિવસ પછી પરમેશ્વર તમારી હારે રેવા હાટુ પવિત્ર આત્માને મોકલશે.
ઈસુ મસીહ સ્વર્ગમા લય લેવાણા
6પછી જઈ ગમાડેલા ચેલાઓ બીજીવાર ઈસુને મળ્યા, તો એને પૂછયું હે પરભુ શું તુ આ વખતમાં ઈઝરાયલ દેશના લોકોને રોમી સરકારથી આઝાદ કરીને પોતે રાજ્ય કરય. 7ઈસુએ એને કીધું કે, ઈ વખત અને વાતોને જાણવાનો અધિકાર ખાલી મારા બાપ પરમેશ્વરની પાહે છે, જેને તમારે જાણવાની જરૂર નથી. 8પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.
9આ કીધા પછી પરમેશ્વરે ઈસુને તેઓના જોતા-જોતા સ્વર્ગમા લય લીધો અને વાદળના કારણે તેઓ એને જોય નો હક્યાં. 10ઈ જાતા હતા તઈ તેઓ આભની હામુ એક ધારુ જોતા હતાં, તઈ અસાનક બે માણસો સમકતા લુગડા પેરેલા તેઓની પાહે ઉભા રય ગયા. 11અને કેવા લાગ્યા કે, હે ગાલીલ પરદેશમા રેનારા માણસો તમે કેમ ઉભા રયને આભની હામે જોવ છો? આજ ઈસુ જેને પરમેશ્વરે જેવી રીતે તમારી પાહેથી સ્વર્ગમા ઉપાડી લીધો છે, એવી જ રીતે ઈ પાછો આયશે.
યહુદાનો અનુગામી
12તઈ જૈતુન નામના ડુંઘરાથી યરુશાલેમ શહેરની પાહે, વિશ્રામવારના દિવસની યાત્રા જેટલે આઘા છે, ન્યાથી બે માણસો યરુશાલેમ શહેરમાં પાછા આવ્યા. 13અને જઈ શહેરમાં પુગ્યા તો ઈ એક ઉપલી મેડીમાં ગયા, જ્યાં પેલાથી જ રોકાણા હતા. ઈ બધાય વયા ગયા, ન્યા પિતર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન ઝલોતસ અને યાકુબનો દીકરો યહુદા રેતા હતાં. 14તેઓ સદાય ઈ જગ્યા ઉપર પ્રાર્થના કરવા ભેગા થાતા હતાં, ન્યા બાયુ હોતન હતી, જેણે ઈસુની મદદ કરી હતી અને ઈસુની મા મરિયમ હોતન ઈસુના ભાઈઓની હારે બધાય એક મનના થયને પ્રાર્થના કરતાં હતા.
15એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો. 16“મારા ભાઈઓ, પવિત્ર આત્માએ ઘણાય વખત પેલા રાજા દાઉદ દ્વારા યહુદાની વિષે આગમવાણી કરી કે, જેમ કે ઈ ઈસુને પકડાવનારા લોકોની આગેવાની કરનારો બની જાહે. ઈ જરૂરી હતું કે, યહુદા વિષે શાસ્ત્રમા લખેલુ હતું ઈ પુરું થાય.” 17કેમ કે ઈ આપડામાંથી હતો, અને આ સેવાના કામમાં પણ ભાગીદાર થયો. 18જેમ કે, તમે જાણો છો, ઈસુને પકડાવવા હાટુ યહુદી લોકોના આગેવાનોએ યહુદાને રૂપીયા દીધા હતાં, પણ ઈસુને દગો દઈને પકડાવ્યા પછી ધ્યાન થયુ કે મે એને પકડાવીને ભૂલ કરી છે, તો એને ઈ રૂપીયા તેઓને પાછા આપી દીધા અને પોતે ગળાપાહો ખાય ગયો, અને એનો દેહ જમીન ઉપર પડી ગયો, એનુ પેટ ફાટીને બધાય આતરડા બારે આવી ગયા, ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ ઈ રૂપીયાથી એક ખેતર લય લીધું. 19અને આ વાતને યરુશાલેમ શહેરમાં રેનારા બધાય લોકો જાણી ગયા, ઈ હાટુ ઈ લોકોએ ઈ ખેતરનું નામ પોતાની ભાષામાં આકેલદામા એટલે કે લોહીનું ખેતર પાડયું. 20રાજા દાઉદે ગીતશાસ્ત્રની સોપડીમા લખ્યું છે કે, “એનુ ઘર ઉજ્જડ થાય અને એના ઘરમાં કોય રેય નય, અને રાજા દાઉદે ગીતશાસ્ત્રની સોપડીમા એક બીજી જગ્યાએ પણ લખ્યું છે કે, એનુ પદ બીજો લય લેય.”
21ઈ હાટુ ઈ જરૂરી છે કે એક માણસને ચેલા તરીકે ગમાંડવામા આવે, જે પરભુ ઈસુના બધાય કામમા બધાય વખતની સાક્ષી છે. 22મસીહ ઈસુએ યોહાન દ્વારા જળદીક્ષા લયને, મરેલામાંથી જીવતા ઉઠવું અને સ્વર્ગારોહણ કરવા લગી, આ માણસ આપડી હારે સાક્ષી બને. 23તઈ એને બે માણસોને ઉભા કરયા, એક બાર્નાબાસ તરીકે ઓળખાતો યોસેફ (ઈ યુસ્તસ પણ કહેવાતો હતો), અને બીજો માથ્થીયસ. 24અને આ ક્યને પ્રાર્થના કરી કે, હે પરભુ, તમે જે બધાય માણસોના મનને જાણો છો, અમને ઈ પરગટ કર કે આ બેમાંથી તે કોને પસંદ કરયો છે, 25ઈ આ સેવાના કામો અને ગમાડેલો ચેલોની ખાલી જગ્યા લેય, જેને મુકીને યહુદા મરી ગયો અને ઈ જગ્યાએ વયો ગયો, જ્યાં એને રેવું જોયી. 26તઈ એણે ઈ બેયની હાટુ સીઠ્ઠીયું નાખી અને સીઠ્ઠીમાં માથ્થીયસનું નામ નીકળ્યું અને એની અગ્યાર ગમાડેલા ચેલામાં ગણતરી થય.

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце