પ્રેરિતોનાં કૃત્યો 3

3
લંગડો માણસ હાજો કરાણો
1એક દિવસ પિતર અને યોહાન બપોરના લગભગ ત્રણ વાગા હતા; જે એનો પ્રાર્થનાનો વખત હતો ઈ હાટુ મંદિરમાં જાતા હતા. 2અને લોકો જનમથી એક લંગડા માણસને લય જાતા હતાં, જેને ઈ દરોજ મંદિરનો સુંદર નામનો દરવાજો કેવાતો હતો, ન્યાં બેહાડી દેતા હતાં કે ઈ મંદિરમાં જાનારા લોકોની પાહે ભીખ માંગે. 3જઈ એણે પિતર અને યોહાનને મંદિરમાં જાતા જોયા, તો એણે એની પાહે ભીખ માંગી.
4પિતર અને યોહાને એને ધ્યાનથી જોયો. પિતરે કીધું કે, “અમારી હામું જો.” 5એની પાહે કાક મળશે તેવી આશાએ એની હામો જોતો રયો. 6તઈ પિતરે કીધુ કે, “સાંદી, હોનુ તો મારી પાહે નથી પણ મારી પાહે જે છે ઈ હું તને આપું છું નાઝરેથના ઈસુ મસીહના નામે હું તને કવ છું હાલ.”
7પિતરે એનો જમણો હાથ પકડીને એને ઉસો કરયો, અને તરત એના પગના ઘુટણમાં જોર આવું. 8અને ઈ ઠેકડો મારીને ઉભો થય ગયો, અને હાલવા લાગો અને ઉલળતો, કુદતો અને પરમેશ્વરનું ભજન કરતો એની હારે મંદિરમાં ગયો. 9બધાય લોકોને હાલતો અને પરમેશ્વરની સ્તુતિ કરતો દેખાણો.
10અને બધાએ એને ઓળખી લીધો કે આ ઈ જ લંગડો ભિખારી છે જે મંદિરના સુંદર નામના દરવાજાની પાહે બેહીને ભીખ માંગતો હતો, અને ઈ ઘટના જે એની હારે થય હતી, એને જોયને ઈ સોકી ગયો અને એને બોવ નવાય લાગી.
મંદિરમાં પિતરનો સંદેશો
11ઈ હાજો કરાયેલો માણસ પિતર અને યોહાનને પકડતો હતો, એટલામાં નવાય પામેલા લોકો ઈ બધાય સુલેમાનની ઓસરીમાં ભાગી ગયા, જ્યાં ઈ પિતર અને યોહાનને મજબુતીથી પકડેલો હતો. 12આ જોયને પિતરે ઈ લોકોને કીધું કે, ઈઝરાયલ દેશના લોકો, તમે આ માણસને જોયને કેમ સોકી ગયા છો, અને અમારી બાજું આવી રીતે એકી નજરે કેમ જોય રયો છો જેમ માની લ્યો કે, અમે અમારા પોતાના અધિકાર કે સામર્થ્યથી આ માણસને હાલવા લાયક બનાવી દીધો.
13આપડા વડવાઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબના પરમેશ્વરે પોતાના સેવક ઈસુની મહિમા કરી, જેને તમે મારી નાખવા હાટુ પકડાવી દીધો, અને પિલાતે એને મુકી દેવાનો ફેસલો કરયો, તઈ તમે એની હામે ઈસુનો નકાર કરયો. 14તમે એક પવિત્ર અને ધાર્મિક માણસનો નકાર કરયો છે, પણ એક હત્યારાને મુકવા માંગ્યો.
15અને તમને જેણે અનંતજીવન દીધુ છે, એને તમે મારી નાખ્યો, જેને પરમેશ્વરે મરણમાંથી પાછો જીવતો કરયો હતો, અને ઈ વાતના અમે સાક્ષી છયી.
16જે માણસને તમે હાજો નરવો જોવ છો અને એને ઓળખો પણ છો, ઈસુ મસીહના નામે વિશ્વાસ કરવાના કારણે હાલવા હાટુ તાકાત દીધી છે. 17અને હવે ઈ ભાઈઓ, હું જાણું છું કે, તમે અને તમારા આગેવાનોએ ઈસુને જાણીયા વગર મારી નાખ્યો, તમને ખબર નોતી કે ઈ મસીહ છે. 18પણ જે વાતોને પરમેશ્વરે આગમભાખીયા દ્વારા પેલાથી તમને કય દીધી હતી. ઈ દુખ સહન કરશે અને મારી નાખવામાં આયશે, અને મસીહે એને ઈ જ રીતે પુરું કરયુ.
19ઈ હાટુ પસ્તાવો કરીને પાપ કરવાનું બંધ કરો અને પરમેશ્વરની બાજુ પાછા વળી જાવ કે, તમારા પાપોને માફ કરવામા આવે, જેનાથી પરમેશ્વરની પાહેથી આત્મિક શાંતિનો વખત આયશે. 20અને ઈ ઈસુને મોકલશે, જે મસીહ છે જેણે તમારા હાટુ પેલાથી ગમાડવામા આવ્યો છે.
21ઈસુને સ્વર્ગમા ઈ વખત લગી રેવું જરૂરી છે, જઈ પરમેશ્વર ઈ બધીય વસ્તુઓને નવી કરી દેય; જે એને બનાવી છે. જેના વિષે પરમેશ્વરે પવિત્ર આગમભાખીયાઓ દ્વારા કીધું છે. 22જેમ કે મુસાએ કીધું છે કે, “પરભુ તમારો પરમેશ્વર તમારા ભાઈઓમાંથી તમારી હાટુ મારી જેવા એક આગમભાખીયાને મોકલશે. જે પણ ઈ તમને કેય એનું હાંભળજો.
23પણ જે કોય માણસ આગમભાખીયાની વાત નય હાંભળે; પરમેશ્વર ઈ માણસનો નાશ કરી દેહે, જેથી ઈ હવે પરમેશ્વરનાં લોકોમાં એક નય હોય.”
24વળી શમુએલ અને એની પછીના જેટલા આગમભાખીયાઓ, જેની પાહે હારા હમાસાર હતા, ઈ બધાયે અત્યારના દિવસોની વિષે કીધું છે. 25તમે બધાય આગમભાખીયાના સંતાન છો, એના વાયદાના ભાગીદાર છો. જે પરમેશ્વરે તમારા બાપ દાદાથી કરયુ. કેમ કે, પરમેશ્વરે ઈબ્રાહિમને કીધું કે, “તારી પેઢી દ્વારા બધીય જાતિના લોકો જે પૃથ્વી ઉપર છે. ઈ આશીર્વાદ પામશે.” 26પરમેશ્વરે પોતાના ચેલાઓને મરેલામાંથી પાછા જીવાડીને બધાયની પેલા તમારી પાહે મોકલ્યો કે, તમારામાથી દરેકને એના ખરાબ કામોમાંથી છોડાવીને આશીર્વાદ આપે.

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце