પ્રેરિતોનાં કૃત્યો 5

5
અનાન્યા અને સાફીરા
1વિશ્વાસીઓમાં અનાન્યા નામે એક માણસ અને એની બાયડી સફીરાએ પોતાના ભાગની થોડીક જમીન વેસી. 2આ રૂપીયામાંથી થોડાક રૂપીયા અનાન્યાએ પોતાની હાટુ રાખ્યા અને બાકીના રૂપીયા લયને એને ગમાડેલા ચેલાઓને દય દીધા. આ વાત એની બાયડી હોતન હારી રીતે જાણતી હતી
3તઈ પિતરે કીધું કે, હે અનાન્યા જો શેતાને તારા મનમા પવિત્ર આત્માથી ખોટુ બોલવાનો વિસાર નાખ્યો છે અને ઈ વેસેલી જમીનના રૂપીયામાંથી થોડાક રૂપીયા તે તારી હાટુ રાખી લીધા. 4શું તે જે જમીન વેસી એની પેલા ઈ તારી નોતી? અને જઈ વેસાય ગય તઈ એના રૂપીયા તારી પાહે નોતા? તારા મનમા આવો ખરાબ વિસાર કેમ આવ્યો? શું તુ અમારી હારે નથી? તુ પરમેશ્વરની હામે ખોટુ બોલે છે. 5આ વાત હાંભળતા અનાન્યા નીસે પડી ગયો અને ઈ મરી ગયો. જેણે આ ઘટના વિષે હાંભળ્યું તેઓ બીય ગયા. 6તઈ થોડાક જુવાનો અંદર આવીને એના દેહને ખાપણથી વીટાળીને બારે લય જયને દાટી દીધો.
7લગભગ ત્રણ કલાક પછી એની બાયડી અંદર જે થયુ ઈ જાણયા વગર જ અંદર ગય. 8તઈ પિતરે એને પુછયું કે, “શું તમે બેય ઈ જમીનને એટલા જ રૂપીયામાં વેસી હતી?” એણે જવાબ આપ્યો કે, “હા એટલા જ રૂપીયામાં વેસી હતી.”
9તઈ પિતરે એને કીધું કે, “આ શું વાત છે? તમે બેય પરભુના આત્માની પરીક્ષા હાટુ સહમત થય ગયા છો? જો, તારા ધણીને ડાટવાવાળા કમાડ પાહે ઉભા છે, અને તને પણ બારે લય જાહે.” 10તઈ ઈ નીસે પડી ગય અને તરત મરી ગય, અને જુવાનોએ અંદર આવીને એને મરેલી જોય તઈ એને બારે લય જયને એના ધણીની પાહે દાટી દીધી. 11અને આખીય મંડળીના વિશ્વાસી લોકો અને આ ઘટના વિષે જેઓએ હાંભળ્યું હતું, ઈ બધાય બીય ગયા.
સમત્કારો અને અદભુત કામો
12ગમાડેલા ચેલાઓ દ્વારા સમત્કાર અને અદભુત કામો લોકોને બતાવવામાં આવતાં હતાં, અને બધાય વિશ્વાસી લોકો એક મનના થયને સુલેમાનના ઓસરી; જે મંદિરના ફળીયામાં હતી ન્યા ભેગા થાતા. 13પણ જેણે ઈસુ ઉપર હજી વિશ્વાસ નોતો કરયો તેઓની વિશ્વાસી ટોળામાં જોડાવાની હિંમત નોતી થાતી, તોય લોકો એના વખાણ કરતાં હતા.
14પરભુ ઉપર વિશ્વાસ કરનારા માણસ અને બાયુંની સંખ્યા વધવા લાગી. 15પ્રેરીતોના કામોના પરિણામે લોકો માંદાઓને મારગ ઉપર લયને, ખાટલા અને પથારીમાં હુવડાવી દેતા હતાં, જઈ પિતર આવે, તઈ એનો પડછાયો જ એનામાંથી કોયની ઉપર પડી જાય તો ઈ હાજો થય જાતો હતો. 16એમ જ યરુશાલેમ શહેરની આજુ-બાજુના ગામોમાં પણ લોકો માંદા અને મેલી આત્મા વળગેલા લોકોને ગમાડેલા ચેલાઓની પાહે લીયાવતા હતાં, અને ઈ હાજા થય જાતા.
ગમાડેલા ચેલાઓ જેલખાનામાં
17તઈ પ્રમુખ યાજક અને એના સાથી જે સદુકી ટોળાના લોકો હતાં, તેઓ ગમાડેલા ચેલાઓ થી ઈરસા કરતાં હતા. 18ઈ હાટુ તેઓએ ગમાડેલા ચેલાઓને પકડીને જેલખાનામાં નાખી દીધા.
19પણ રાતે પરમેશ્વરનાં સ્વર્ગદુતે જેલખાનામાં બાયણા ઉઘાડિયા; તેઓએ બારે જયને કીધું કે, 20“મંદિરમાં જયને બધાયને નવા જીવનની વિષે કય બતાવ્યું.” 21ઈ હાટુ તેઓ સ્વર્ગદૂતે કીધા પરમાણે હવાર થાતા મંદિરમાં જયને બોધ દેવા લાગ્યા.
પ્રમુખ યાજકો અને એના સાથીઓએ આવીને મોટી સભામાં માણસો અને ઈઝરાયલ દેશના વડીલોને ભેગા કરયા, અને જેલખાનામાં કેતા મોકલ્યા કે તેઓને લય જાય.
22તઈ મંદિરના સોકીદાર જેલખાનામાં ગયા, પણ ન્યા એને ગમાડેલા ચેલાઓ નો મળ્યા. એણે પાછુ સભામાં આવીને કીધું કે, 23“અમે જેલખાનું બોવ જ સાવધાનીથી બંધ કરયું હતુ; અને સોકીદારોને બારે દરવાજા ઉપર ઉભા જોયા, પણ જઈ અમે બાયણું ખોલ્યું તો અંદર કોય નોતુ.”
24જઈ અમે મંદિરના મુખ્ય યાજકોને આ વાત હંભળાવી; તો ઈ સીંતામાં પડી ગયા કે, હવે શું થાહે. 25એટલામાં એક માણસે એને આવીને કીધું કે, “હાંભળો, જે માણસોને તમે જેલખાનામાં બંધ કરયા છે, ઈ તો મંદિરમાં ઉભા રયેલા લોકોને બોધ આપી રયા છે.”
26તઈ સોકીદારોના અધિકારી સોકીદારની હારે મંદિરમાં ગયા, અને એને પાસા સભાની અંદર લીયાવ્યા, પણ બળજબરીનો કરી, કેમ કે ઈ બીતા હતાં કે, ક્યાક લોકો એને પાણા મારીને મારી નો નાખે. 27તેમણે ગમાડેલા ચેલાઓને મોટી સભાની હામે હાજર કરયા. પ્રમુખ યાજકે તેઓને સવાલ પુછયો કે, 28“ઈ માણસને નામે ઉપદેશ નય આપવાની અમે તને સખ્ત આજ્ઞા નોતી આપી? પણ તમે શું કરયુ? તમે તમારો ઉપદેશ આખા યરુશાલેમમાં ફેલાવ્યો છે, અને એની હત્યા હાટુ તમે અમને જવાબદાર ઠેરાવા માગો છો!”
29તઈ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓએ કીધુ કે, “માણસોની આજ્ઞા કરતાં પરમેશ્વરની આજ્ઞા મોટી છે એને પાળવું આપડું કામ છે. 30આપડા વડવાના પરમેશ્વરે ઈસુને મરણમાંથી પાછો જીવતો કરી દીધો છે, જેને તમે વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો. 31ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે. 32અને અમે આ વાતોના સાક્ષી છયી, અને પરમેશ્વરની આજ્ઞાઓને માનનારાને પવિત્ર આત્મા દીધો, એના હોતન સાક્ષી છયી.”
33જઈ મોટી સભાના લોકોએ આ હાંભળ્યું તઈ તેઓને બોવ રીહ સડી, અને ગમાડેલા ચેલાઓને મારી નાખવાનું નક્કી કરયુ. 34પણ ગમાલીએલ નામે એક ફરોશી ટોળાના લોકોનો, જે યહુદી નિયમનો શિક્ષક હતો, અને બધાય લોકોમા માન પામેલો હતો, ઈ મોટી સભામાંથી ઉભો થયને ગમાડેલા ચેલાઓની થોડીકવાર પુરતા બારે લય જાવાનો હુકમ દીધો.
35તઈ એને મોટી સભાના લોકોને કીધું કે, “હે ઈઝરાયલ દેશના લોકો, જે કાય આ માણસોની હારે કરવા માગો છો, ઈ જોય વિસારીને કરજો. 36કેમ કે, થોડાક દિવસ પેલા થ્યુદા નામનો માણસ આવ્યો, અને આવું કેતોતો કે, હું મોટો માણસ છું, ઈ હાટુ સ્યારસો માણસો ટોળામાં ગયા, પણ એને મારી નાખવામાં આવ્યા, અને જેટલા લોકો એને માનતા હતાં, ઈ બધાય વેર વિખેર થયને ભાગી ગયા. 37એની પછી નામ લખવાના દિવસે ગાલીલ પરદેશમા યહુદા આવ્યો, અને એણે ઘણાય લોકોને એની બાજુ કરી લીધા, અને એને પણ મારી નાખયા, અને એની વાહે-વાહે હાલનારા લોકો વેર વિખેર થય ગયા.
38ઈ હાટુ હું તમને કવ છું કે, આ માણસોથી આઘા જ રયો, અને એની હારે કાય મતલબનો રાખો; કેમ કે, જો આ યોજના ઈ માણસોની તરફથી હોય તઈ ઈ નય હાલે અને નાશ થય જાહે. 39પણ જો ઈ પરમેશ્વરની તરફથી હોય, તો તમે એને ક્યારે પણ નય નાશ કરી હકો, એવુ નો થાય કે તમે પરમેશ્વરની હારે બાધનારા થય જાવ.”
40તઈ મોટી સભાના લોકોએ ગમલીએનની વાતોને માની લીધી, અને ગમાડેલા ચેલાઓને બોલાવીને માર ખવડાવી, અને એની ઉપર હુકમ કરયો કે, તેઓ હવેથી ઈસુના નામે કોયને પણ કાય નય કેય, અને તેઓને છોડી મુકા. 41ઈ આ વાતુથી રાજી થયને મોટી સભાની હામેથી વયા ગયા કે, અમે ઈસુ હાટુ અપમાનિત થાવાને લાયક તો બન્યા. 42ઈ પછી ગમાડેલા ચેલાઓ કાયમ મંદિર બાજુ ઘરે-ઘરે હારા હમાસાર દેવા અને પરચાર કરતાં હતાં કે, ઈસુ જ મસીહ છે.

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце