યોહાન 12

12
બેથાનિયામાં ઈસુનો અભિષેક
1પાસ્ખા તેવારના છ દિવસ અગાવ, ઈસુ બેથાનિયા પુગ્યો, લાજરસ જ્યાં રેતો હતો ઈ ગામ બેથાનિયા હતું. ઈ માણસ જેને ઈસુએ મોતમાંથી પાછો જીવતો કરયો હતો. 2લોકોએ ન્યા ઈસુના માન હાટુ ખાવાનું રાખ્યું, અને માર્થા ન્યા ખાવાનું પીરસતી હતી, લાજરસ ઈ લોકોમાંથી એક હતો જે ઈસુની હારે બેહીને ખાતો હતો. 3તઈ મરિયમે જટામાંસીનું લગભગ અડધો લીટર બોવ મોધુ અત્તર લયને ઈસુના પગ ઉપર રેડયુ, અને પોતાના વાળથી એના પગ લુસા, અને અંતરની સુગંધથી આખું ઘર સુગંધિત થય ગયુ. 4પણ એના ચેલાઓમાંથી યહુદા ઈશ્કારિયોત નામનો એક ચેલો જે ઈસુને પકડાવવાનો હતો, ઈ એમ કેવા લાગ્યો કે, 5“આ અત્તર ત્રણસો દીનારે એટલે એક વરહની મજુરીએ વેસીને ઈ રૂપીયા ગરીબોને શું કામ દેવામાં આવ્યા નય?” 6એણે આ વાત ઈ હાટુ નોતી કીધી કે, એને ગરીબોની સીંતા હતી, પણ ઈ હાટુ કીધી કે, ઈ સોર હતો અને એની પાહે એના ખરસ હાટુ રૂપીયાની એક થેલી હતી અને એમાંથી રૂપીયા સોરી લેતો હતો. 7પાછુ ઈસુએ કીધું કે, “એને છોડી દયો. એને આ કામ મારા દટાવાના દિવસ હાટુ કરવા દયો. 8ગરીબો સદાય તમારી હારે છે, પણ હું સદાય તમારી હારે નથી.”
લાજરસ વિરુધ કાવતરું
9જઈ યહુદી લોકોને ખબર પડી કે, ઈસુ ન્યા છે, તઈ લોકોનું મોટુ ટોળુ ભેગુ થય ગયું, ઈ ખાલી ઈસુને જ નય, પણ ઈ લાજરસને પણ જોવા હાટુ આવ્યા હતાં, જેણે એને મરણમાંથી જીવતો કરયો હતો. 10તઈ મુખ્ય યાજકોએ વિસારુ કે, લાજરસને પણ આવી રીતે મારી નાખવો જરૂરી હતું. 11કેમ કે, એના કારણે ઘણાય બધાય લોકોએ યહુદી લોકોના આગેવાનનો નકાર કરીને ઈસુ ઉપર વિશ્વાસ કરવા લાગ્યા હતા.
12બીજા દિવસે તેવારમાં આવેલા ઘણાય લોકોએ એવુ હાંભળ્યુ કે, ઈસુ યરુશાલેમ આવે છે. 13એથી ઈ બધાય લોકો ખજુરની ડાળખ્યું લયને ઈસુનો આવકાર કરવા ગયા, તેઓ સૂત્રો પોકારતા હતાં, “હોસાન્‍ના, પરભુને નામે ઈઝરાયલ દેશનો જે રાજા આવે છે ઈ આશીર્વાદિત છે!” 14જઈ ઈસુને ગધેડાનું એક ખોલકુ મળ્યું, તો ઈ એની ઉપર બેહી ગયો, આ જેવું શાસ્ત્રમા લખેલુ છે, એવુ જ થયુ. 15“હે સિયોનમાં રેનારા તમે બીવોમાં, જોવો, તમારો રાજા ગધેડાના ખોલકા ઉપર બેહીને આવે છે.” 16ઈસુના ચેલાઓ ઈ વાતો પેલા તો હમજા નય, પણ જઈ ઈસુની મહિમા પરગટ થય, તઈ તેઓને યાદ આવ્યું કે, જે કાય એની હારે થયુ; આ એવો જ હતો જેમ શાસ્ત્રમા કીધું હતું. 17જે લોકો ઈસુની હારે હતાં, ઈ બીજા લોકોને કેવા લાગ્યા કે, એને લાજરસને કબરમાંથી બારે બોલાવ્યો, અને મરણમાંથી જીવતો કરયો. 18ઈ હાટુ ઘણાય લોકો ઈસુને મળવા આવ્યા હતાં, કેમ કે એણે ઈ સમત્કારની નિશાની વિષે હાંભળ્યું હતું. 19તઈ ફરોશી ટોળાના લોકો એકબીજાને કેવા લાગ્યા કે, “જોવ તમારાથી કાય નય થાય, આખુ જગત એની વાહે થય પડયું છે.”
20ન્યા થોડાક બિનયહુદી લોકો હતાં, જે પાસ્ખા તેવારના વખત ઉપર ભજન કરવા હાટુ યરુશાલેમ શહેરમાં આવ્યા હતા. 21તેઓએ ગાલીલ પરદેશના બેથસાઈદા ગામના ફિલિપની પાહે આવીને વિનવણી કરી કે, “ભાઈ, અમે ઈસુને ભેટ કરવા માંગી છયી.” 22ફિલિપને આવીને આંદ્રિયાને કીધું, અને બેય જયને ઈસુને ઈ વાત કીધી. 23પણ આ હાંભળીને ઈસુએ ફિલિપ અને આંદ્રિયાને જવાબ દીધો કે, “ઈ વખત આવી ગયો છે કે, માણસના દીકરાની મહિમા પરગટ થાહે. 24હું તમને હાસે હાસુ કવ છું કે જ્યાં હુંધી કોય ઘઉંનો દાણો જમીન ઉપર પડીને ઈ મરી નથી જાતો, ન્યા હુંધી ઈ એકલો રેય છે, જઈ ઈ મરી જાય છે તઈ બોવ ફળ આપે છે. 25જે કોય પોતાના જીવ ઉપર પ્રેમ રાખે છે ઈ એને ગુમાયશે છે જે જગતમાં પોતાના જીવને ગુમાયશે, ઈ અનંતકાળના જીવન હારું એને બસાવી રાખશે. 26જો કોય મારી સેવા કરવા માગે, તો ઈ મારો ચેલો બને, તઈ જ્યાં હું છું, ન્યા મારો ચેલો પણ રેહે. જો કોય મારી સેવા કરતો હોય, તો બાપ એનો આદર કરશે.”
પોતાના મોત વિષેની ઈસુની આગાહી
27હવે મારો જીવ દુખી થયો છે. શું હું આ કવ? “હે બાપ, મને આ પીડાથી હમણા જ બસાવ?” પણ આ જ કારણે; તો હું આ ઘડી હુંધી આવ્યો છું 28હે બાપ, તમારા નામની મહિમા થાય, તઈ સ્વર્ગમાંથી એવી વાણી હભળાણી કે, “મે એની મહિમા કરી છે, અને હજી વધારે કરય.” 29તઈ જે લોકો ઉભા હતાં, ઈ અવાજ હાંભળીને એકબીજાને કેવા લાગ્યા કે, “વાદળા ગાજવાનો અવાજ આવ્યો.” કોય બીજાઓએ કીધું કે, “સ્વર્ગદુતે એને કાક કીધું,” 30તઈ ઈસુએ એને જવાબ દીધો કે, “આ વાણી મારી હાટુ નથી, પણ તમારી ભલાય હાટુ છે. 31હવે આ જગતના લોકોનો ન્યાય કરવાનો વખત આવી ગયો છે, અને હવે આ જગતના અધિકારને બારે કાઢી નાખવામાં આયશે. 32અને જઈ હું ધરતી ઉપરથી લય લેવામાં આવય તઈ હું બધાયને મારી પાહે લય લેય.” 33પણ ઈ કયને એને ઈ એધાણ કરી દીધુ કે, એનુ મોત કેવી રીતે થાહે. 34ઈ હાટુ લોકોએ એને જવાબ આપ્યો કે, “મસીહ સદાય રેહે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી હાંભળુ છે તો માણસનો દીકરો ઉસો કરવો જોયી, એમ તમે કા કયો છો? ઈ માણસનો દીકરો કોણ છે?” 35ઈસુએ એને કીધું કે, “અજવાળું હવે થોડીકવાર લગી તમારી વસ્સે છે. જ્યાં લગી અજવાળું તમારી હારે છે, ન્યા લગી હાલતા રયો, એવુ નો થાય કે અંધારું તમને ઘેરી લેય કે, જે અંધારામાં હાલે છે, ઈ નથી જાણતા કે ક્યા જાય છે. 36જ્યાં હુધી અજવાળું તમારી હારે છે, અજવાળા ઉપર વિશ્વાસ કરો જેથી તમે અજવાળાના બાળકો બની હકો,” ઈ વાત કયને ઈસુ ન્યાંથી વયો ગયો, અને એનાથી ઈ હતાય ગયો.
લોકોનો અવિશ્વાસ
37ઈસુના આટલા બધાય સમત્કારી નિશાનીના કામો તેઓના જોતા કરયા હતાં, તોય પણ તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય. 38આ ઈ હાટુ કે, યશાયા આગમભાખીયાનું વચન પુરું થાય કે, “પરભુ, અમને જે કેવામાં આવ્યું એના ઉપર કોણે વિશ્વાસ કરયો છે? પરભુનો હાથ કોની હામે પરગટ થયો છે?” 39આ કારણે ઈ વિશ્વાસ નો કરી હકે, કેમ કે યશાયા આગમભાખીયાએ ઈ પણ કીધું કે, 40પરમેશ્વરે તેઓની આંખુ આંધળી અને તેઓના મનને કઠોર કરી નાખ્યા છે, ક્યાક એવુ નો થાય કે, તેઓ આંખુથી જોય અને મનથી હમજે અને તેઓ પસ્તાવો કરે અને તેઓ પાપોની માફી હાટુ મને પ્રાર્થના કરે અને ઈ કારણે હું તેઓને હાજા કરી દવ. 41યશાયા આગમભાખીયાએ વાત ઈ હાટુ કીધી કે, કેમ કે એને પોતે ઈસુની મહિમાને જોય, અને એણે એના વિષે વાત કરી. 42તો પણ યહુદી લોકોના આગેવાનોમાંથી બોવ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, પણ ફરોશી ટોળાના લોકોના કારણે જાહેરમાં નોતા માનતા, આ બીકથી કે ક્યાક ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી નો નાખે. 43કેમ કે પરમેશ્વર તરફથી થાતા વખાણ કરતાં તેઓ લોકો તરફથી થાતા વખાણ વધારે ઈચ્છતા હતા.
ઈસુના શબ્દો દ્વારા ન્યાય
44ઈસુએ લોકોના ટોળાને જોરથી રાડ નાખીને કીધું કે, “જે મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ મારી ઉપર નય પણ મને મોકલનાર પરમેશ્વર ઉપર વિશ્વાસ કરે છે. 45અને જે મને જોય છે, ઈ મને મોકલનાર પરમેશ્વરને જોય છે. 46હું જગતમાં અજવાળાની જેમ આવ્યો છું, જેથી જે કોય મારી ઉપર વિશ્વાસ કરે ઈ અંધારામાં નય રેય. 47જો કોય મારી વાતો હાંભળીને એને નો માંને, તો હું એનો ન્યાય નથી કરતો, કેમ કે હું જગતના લોકોનો ન્યાય કરવા નય, પણ જગતના લોકોને બસાવા હાટુ આવ્યો છું, 48જે મારો નકાર કર છે, અને મારી વાતોનો સ્વીકાર કરતો નથી એનો ન્યાય કરનારો એક જ છે, હા અને જે વચન મે કીધા છે, ઈજ છેલ્લા દિવસે એનો ન્યાય કરશે. 49કેમ કે હું પોતે મારા અધિકારથી વાતો નથી કરતો કે, પણ બાપે જેણે મને મોકલ્યો છે, એણે મને આજ્ઞા દીધી છે કે, હું શું કવ અને કેવી રીતે કવ? 50અને હું જાણું છું કે, એની આજ્ઞાનું પાલન અનંતકાળનું જીવન છે, ઈ હાટુ હું જે કવ છું, ઈ જેવું બાપે મને કીધું છે એવુ જ બોલું છું.”

Цяпер абрана:

યોહાન 12: KXPNT

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце