યોહાન 14

14
પરમેશ્વર હુધી પુગવાનો મારગ
1“તમે મનમા દુખી નો થાવ, તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખો, અને મારા ઉપર પણ વિશ્વાસ કરો. 2મારા બાપના ઘરમાં રેવા હાટુ બોવ જગ્યા છે, જો નો હોય તો હું તમને કય દવ છું કે, કેમ કે હું તમારા હાટુ જગ્યા તૈયાર કરવા હાટુ જાવ છું 3ન્યા જયને જગ્યા તૈયાર કરીને કેય પછી હું પાછો આવય, તમને મારી ન્યા લય જાય, ઈ હાટુ તમે પણ મારી હારે રય હકો જ્યાં હું રવ છું.
4અને જ્યાં હું જાવ છું, તમે ન્યા જાવાનો રસ્તો જાણો છો,” 5થોમાએ એને કીધું કે, “પરભુ, અમે નથી જાણતા કે તુ ક્યા જાય છે, તો અમે રસ્તો કેવી રીતે જાણી હકીયે?” 6ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે. 7જો તમે મને ખરેખર ઓળખો છો, તો મારા બાપને પણ ઓળખશો, અને હવે એને ઓળખો, અને તમે એને જોયો પણ છે.” 8ફિલિપે ઈસુને કીધું કે, “પરભુ, અમને બાપ દેખાડો, ઈજ અમારી હાટુ બોવ છે” 9ઈસુએ એને કીધું કે, “હે ફિલિપ, હું એટલા વખત તારી હારે રયો, તો પણ તુ મને નથી ઓળખતો? જેણે મને જોયો છે, એણે બાપને પણ જોયો છે, તુ કેમ કેય છે કે, અમને બાપ દેખાડો? 10શું તુ ઈ વિશ્વાસ નથી કરતો કે, હું બાપમાં છું અને બાપ મારામાં છે?” ઈસુએ ચેલાઓને કીધું કે, મે જે સંદેશો તમને આપ્યો છે ઈ મારી પોતાના તરફથી નથી કેતો; પણ બાપ મારામાં રયને પોતાના કામો કરે છે. 11મારા ઉપર વિશ્વાસ કરો કેમ કે, હું બાપમાં છું અને બાપ મારામાં છે, નય તો મે જે સમત્કારીક કામો તમારી હામે કરયા છે એના લીધે જ મારી ઉપર વિશ્વાસ રાખો.
12હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ પણ આ કામ કરે જે હું કરું છું, અને એનાથી પણ મોટા કામો કરશે, કેમ કે હું બાપની પાહે જાવ છું 13અને જે કાય મારા નામથી માંગશો, ઈજ હું કરય, જેનાથી મારી દ્વારા પરમેશ્વરની મહિમા પરગટ થાય. 14જો તમે મારા નામથી કાય પણ માગશો, તો હું ઈ કરય.
પવિત્ર આત્માનું વરદાન
15જો તમે મને પ્રેમ કરો છો, તો મારી આજ્ઞાઓને માનશો. 16હું બાપને પ્રાર્થના કરય, અને ઈ તમને એક મદદગાર દેહે કે, ઈ સદાય તમારી હારે રેહે. 17કા ઈ આત્મા છે, જે પરમેશ્વરનાં વિષે હાસ પરગટ કરે છે, જેણે જગત પામી નથી હકાતું, કેમ કે ઈ નતો એને જોય છે અને નતો એને જાણતા, પણ તમે એને જાણો છો, કેમ કે ઈ તમારી હારે રેય છે અને તમારામા સદાય રેહે.
18“હું તમને અનાથ નય રાખું, હું તમારી પાહે ફરીને પાછો આવય. 19થોડીકવાર પછી જગતના લોકો મને પાછો નય જોય, પણ તમે મને જોહો કેમ કે, હું જીવું છું ઈ હાટુ તમે પણ જીવશો. 20જઈ હું મરણમાંથી પાછો જીવતો થાય તઈ તમે જાણી લેહો કે હું મારા બાપમાં છું, અને તમે મારામાં છો, અને હું તમારામા છું 21જેની પાહે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, ઈજ મારી ઉપર પ્રેમ રાખે છે; અને જે મારી ઉપર પ્રેમ રાખે છે એની ઉપર મારા બાપ પ્રેમ રાખે છે અને હું એની ઉપર પ્રેમ રાખય અને એની હામે હું પોતાને પરગટ કરય.” 22યહુદા, જે ઈશ્કારિયોત નોતો એણે કીધું કે, “પરભુ, શું થયુ કે તુ પોતાની જાતને અમારી ઉપર પરગટ કરવા માગે છે અને જગતના બીજા લોકો ઉપર નય?” 23ઈસુએ એને જવાબ દીધો કે, જે કોય મને પ્રેમ કરે છે, તો ઈ મારા વચનોને માંને છે, અને મારો બાપ એને પ્રેમ કરે છે, અને આપડે એની પાહે જાહુ અને એની હારે રેહું. 24જે મને પ્રેમ નથી કરતો ઈ મારા વચનોને નથી માનતો, અને જે વચનોને તમે હાંભળો છો, ઈ મારા નથી પણ બાપના છે, જેણે મને મોકલ્યો છે.
25ઈ વાતુ મે તમારી હારે રયને તમને કીધી છે. 26પણ મદદગાર એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારા નામે મોકલશે, ઈ તમને બધીય વાતો શિખવાડશે અને જે કાય મે તમને કીધું છે, ઈ બધુય તમને યાદ કરાયશે.
27હું તમને શાંતિ આપું છું, જે શાંતિ મારી પાહે છે, આ ઈ શાંતિ નથી જે જગતના લોકો તમને દેય છે. તમે મનમા દુખી નો થાવ અને બીવોમાં . 28તમે મને ઈ કેતા હાંભળ્યું કે, “હું જાવ છું અને પાછો તમારી પાહે આવય, જો તમે મને પ્રેમ કરતાં હોત, તો ઈ વાતથી રાજી હોત કે હું બાપની પાહે આવ્યો છું, કેમ કે બાપ મારા કરતાં મહાન છે. 29અને મે હવે આ બધીય વાતો થવાની પેલા તમને કીધી હતી કે, ઈ થયા અગાવ, તો તમે મારી ઉપર વિશ્વાસ કરો. 30મારી પાહે હવે તમારી હારે વાત કરવા હાટુ વધારે વખત નથી રયો, કેમ કે આ જગતનો અધિકારી શેતાન આવી રયો છે, એનો મારી ઉપર કોય અધિકાર નથી. 31પણ જગતના લોકો જાણે કે, હું બાપને પ્રેમ કરું છું, અને એવુ જ કરું છું જેવી મારા બાપ મને આજ્ઞા દીધી છે, ઉઠો, આયથી આપડે હવે જાયી.”

Цяпер абрана:

યોહાન 14: KXPNT

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце