યોહાન 18

18
ઈસુની ધરપકડ
1પછી ઈસુ પ્રાર્થના પુરી કરીને, પોતાના ચેલાઓની હારે કિદ્રોનના નાળાની ઓલે પાર ગયા. ન્યા એક વાડી હતી, એમા ઈ પોતાના ચેલાઓની હારે ગયો. 2અને ઈસુને દગાથી પકડાવનાર યહુદા પણ ઈ જગ્યા જાણતો હતો, કેમ કે ઈસુ પોતાના ચેલાઓની હારે પેલા પણ ન્યા ઘણીય વાર મળ્યા કરતો હતો. 3તઈ યહુદા પોતાની હારે સિપાયના ટોળાને લયને અને મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકો પાહેથી સિપાયને લયને ફાનસો, મશાલો અને હથીયારો હારે લયને ન્યા ગયો. 4તઈ એની ઉપર જે થાવાનુ હતું ઈસુ બધુય જાણતો હતો, અને ન્યાંથી આગળ આવીને તેઓને પુછયું કે, “તમે કોને ગોતી રયા છો?” 5તેઓએ એને જવાબ દીધો કે, “નાઝરેથ નગરના ઈસુને” એણે તેઓને કીધું કે, “હું ઈજ છું” અને ઈસુને દગાથી પકડાવનાર યહુદા ઈશ્કારિયોત પણ સિપાયો હારે ઉભો હતો. 6જઈ ઈસુએ તેઓને કીધું કે, “ઈ હું છું” તઈ તેઓ પાછો હટીને જમીન ઉપર પડી ગયા. 7તઈ ઈસુએ બીજીવાર તેઓને પુછયું કે, “તમે કોને ગોતી રયા છો?” તેઓએ એને જવાબ દીધો કે, “નાઝરેથ નગરના ઈસુને.” 8ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તો તમને કય હક્યો છું કે, ઈ હું છું, જો મને ગોતી રયા હોવ તો આ માણસોને જાવા દયો.” 9આ ઈ હાટુ થયુ કે, ઈ વચન પુરું થાય એના પેલા જે ઈસુએ પેલેથી કીધું હતું. જેઓને તમે મને આપ્યા છે, એનામાંથી એકને પણ મે નથી ખોયા. 10તઈ સિમોન પિતરે પોતાની તલવાર કાઢીને, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો અને ઈ નોકરનું નામ માલ્ખસ હતું. 11જેથી ઈસુએ પિતરને કીધું કે, “તારી તલવારને પાછી મ્યાનમાં મુકી દે, જે પ્યાલો મારા બાપે મને આપ્યો છે, ઈ શું હું નય પીવું?”
ઈસુ આન્‍નાસની આગળ
12તઈ સિપાયોના ટોળાએ, જમાદાર અને યહુદી લોકોના અધિકારીઓએ ઈસુને પકડયો અને એને બાંધી દીધો. 13તેઓ પેલા ઈસુને આન્નાસને પાહે લય ગયા, કેમ કે ઈ વરહે ઈ પ્રમુખ યાજક કાયાફાનો હાહરો હતો. 14આ ઈ જ કાયાફા હતો, જેને યહુદી લોકોના આગેવાને સલાહ દીધી કે, આપડા લોકોની હાટુ એક માણસને મરવું ઈ વધારે હારું છે.
પિતરે ઈસુનો નકાર કરે છે
15સિમોન પિતર અને એકબીજા ચેલાઓ પણ ઈસુની વાહે વાહે વયા ગયા. ઈ ચેલો પ્રમુખ યાજકનો ઓળખીતો હતો, ઈ હાટુ ઈ ઈસુની હારે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ગયો. 16પણ પિતર બારે કમાડ પાહે જ ઉભો રયો. તઈ ઈ બીજો ચેલો જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો ઈ બારે ગયો, અને કમાડ પાહે ધ્યાન રાખનારી નોકરાણીને ક્યને પિતરને અંદર લય ગયો. 17નોકરાણીએ, જે કમાડ પાહે હતી, પિતરને કીધું કે, “ક્યાક તુ હોતન ઈ માણસનો ચેલો નથીને?” એણે જવાબ દીધો કે, “હું નથી.” 18હવે ચાકર અને સિપાય ટાઢના કારણે કોલસા બાળીને આગ પાહે ઉભા રયને તાપતા હતાં, અને પિતર પણ તેઓની હારે ઉભો રયને તાપતો હતો.
પ્રમુખ યાજક ઈસુને પ્રશ્નો પૂછે છે
19તઈ પ્રમુખ યાજકે ઈસુથી એના ચેલાઓ વિષે અને એના શિક્ષણ વિષે પુછયું. 20ઈસુએ એને જવાબ દીધો કે, “મે બધાયની હામે જાહેરમાં સવાલ કરયો, મે મંદિરમાં અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જ્યાં બધાય યહુદી લોકો ભેગા થયા કરતાં હતાં, સદાય શિક્ષણ આપ્યુ અને ખાનગીમાં કાય નથી કીધું. 21તો પછી તુ મને આ સવાલ કેમ પૂછે છે? જેણે મારો શિક્ષણ હાંભળ્યું છે એને પૂછો કે, મે તેઓને શું કીધું છે. એવું ઈ લોકો જાણે છે.” 22જઈ ઈસુએ ઈ લોકોને જવાબ દીધો કે, તો મંદિરના ચોકીદારમાંથી એક જે પાહે ઉભો હતો, ઈસુને લાફો મારીને કીધું કે, “શું તુ પ્રમુખ યાજકને આવી રીતે જવાબ દે છો?” 23ઈસુએ ઈ લોકોને જવાબ દીધો કે, “મે ક્યા ખોટુ કીધું છે? જો મે ખોટુ કીધું હોય તો મને કેય. અને જો મે હારું કીધું હોય, તો મને કેમ મારે છે?” 24તઈ આન્નાસે ઈસુને બાંધેલો, કાયાફા પ્રમુખ યાજકની પાહે મોકલી દીધો.
પિતરે ઈસુનો બીજીવાર નકાર કરયા
25સિમોન પિતર ઉભો રયને તાપી રહીયો હતો. થોડાક લોકોએ એને કીધું કે, “ક્યાક તુ પણ એના ચેલાઓમાંથી એક છે!” એણે ના પડતા કીધું કે, “હું નથી.” 26પ્રમુખ યાજકનો એક ચાકર ઈ માણસનો હગો હતો, જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો. એણે કીધું કે, “શું મે તને એની હારે વાડીમાં જોયો નોતો?” 27પિતરે પાછો નકાર કરયો અને તરત જ કુકડો બોલ્યો.
ઈસુ પિલાત આગળ
28પછી યહુદી લોકો ઈસુને કાયાફાનાં મકાનમાંથી રોમન હાકેમના દરબારની અંદર લય ગયા, ઈ વેલી હવારનો વખત હતો, યહુદી લોકો દરબારની અંદર જય હક્યાં નય. તેઓ પોતાની જાતને અશુદ્ધ કરવા ઈચ્છતા નોતા. કેમ કે, તેઓ પાસ્ખા તેવારનું ભોજન ખાવા ઈચ્છતા હતાં. 29ઈ હાટુ પિલાતે રાજ્યપાલે બારે આવીને તેઓને પુછયું કે, “તમે આ માણસ ઉપર કય વાતનો આરોપ લગાડો છો?” 30તેઓએ એને જવાબ આપતા કીધું કે, “જો આ માણસ આરોપી નો હોત તો અમે એને તારી પાહે નો લીયાવત.” 31તઈ પિલાતે તેઓને કીધું કે, “તમે પોતે એને લય જાવ, અને તમારા નિયમ પરમાણે એનો ન્યાય કરો.” પછી યહુદી લોકોએ એને કીધું કે, અમે એને મારી નાખવા ઈચ્છી છયી પણ રોમન નિયમ ઈ કરવાથી અમને રોકે છે. 32આ ઈ હાટુ થયુ કે, ઈસુનું ઈ વચન પુરું થય જાય જેના દ્વારા એણે સંકેત કરયો હતો કે, ઈ કેવા પરકારના મોતે મરશે.
33તઈ પિલાત પાછો રાજમહેલમાં ગયો અને ઈસુને બોલાવીને એને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છે?” 34ઈસુએ જવાબ દીધો કે, “શું તુ ઈ પોતાની તરફથી પૂછે છે, કા બીજાઓએ મારી વિષે તને કાય કીધું છે?” 35પિલાતે કીધું કે, “તુ જાણશો કે, હું યહુદી માણસ નથી, તારી જ જાતિના લોકોએ અને મુખ્ય યાજકોએ તને મારા હાથમાં હોપ્યો છે. તે શું કરયુ છે?” 36ઈસુએ જવાબ દીધો કે, “મારું રાજ્ય આ જગતનું નથી, જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મારા સેવક બાંધતા કે, હું યહુદી લોકોના આગેવાનો દ્વારા પકડાવવામાં આવત, પણ મારું રાજ્ય આયનું નથી.” 37આની ઉપરથી પિલાતે એને કીધું કે, તો તુ રાજા છો? ઈસુએ જવાબ દીધો કે, “તમે જ કયો છો કે, હું રાજા છું હું ઈ હાટુ જનમો અને ઈ હાટુ જગતમાં આવ્યો છું કે, હાસની વિષે સાક્ષી દવ. જે બધુય હાસનું છે, ઈ મારી વાણી હાંભળે છે.” 38પિલાતે ઈસુને પુછયું કે, “હાસુ શું છે?” આ ક્યને ઈ પાછો યહુદી લોકોના આગેવાનોની પાહે વયો ગયો અને તેઓને કીધું કે, મને તો એમા કાય ગુનો દેખાતો નથી.
ઈસુને મોતની સજા ફરમાવી
39પણ પાસ્ખા તેવાર વખતે તમારા બંદીવાનને મારે છોડી દેવો જોયી એવો તમારા રીવાજોમાં એક રીવાજ હતો, “શું તમે ઈચ્છો છો કે, હું તમારી હાટુ યહુદીઓના રાજાને છોડી દવ?” 40તઈ યહુદીઓએ પાછળથી રાડ નાખીને કીધું કે, “નય એને તો નય જ! પણ બારાબાસને છોડી દયો. હવે બારાબાસ એક લુટારો હતો.”

Цяпер абрана:

યોહાન 18: KXPNT

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце