માથ્થી 19

19
છુટાછેડા વિષે ઈસુનું શિક્ષણ
1ઈસુએ વાત પુરી કરયા પછી એમ થયુ, કે ગાલીલ જિલ્લાથી નીકળીને યર્દન નદીને ઓલે કાઠે યહુદીયા જિલ્લામાં ઈ આવ્યો. 2ઘણાય બધા લોકો એની વાહે ગયા, અને ન્યા તેઓને હાજા કરયા.
3ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “ક્યાં કારણને લીધે માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?” 4એણે જવાબ આપ્યો, શું તમે ઈ નથી વાસ્યુ કે, એણે તેઓને ઉત્પન્ન કરયા, એને તેઓને શરૂવાતથી નર અને નારી ઉત્પન્ન કરયા. 5અને કીધુ કે, “ઈ કારણને લીધે માણસ પોતાના માં-બાપને મુકીને પોતાની બાયડીને વળગી રેહે.” 6ઈ હાટુ તેઓ બેય એક દેહ થાહે, ઈ હાટુ તેઓ હવેથી બે માણસોની જેમ નથી, પણ તેઓ એક માણસની જેમ છે. ઈ હાટુ જેને પરમેશ્વરે જોડયુ છે, એને કોય માણસ દ્વારા જુદુ નો પાડવું જોયી. 7તેઓએ ઈસુને કીધુ કે, “તો પછી મુસાએ એવો હુકમ હુકામ આપ્યો? છુટાછેડાનો કાગળ આપીને એને મુકી દેય.” 8ઈસુએ તેઓને કીધુ કે, તમે લોકો હઠીલા હતા ઈ હાટુ મુસાએ તમને તમારી બાયડીને મુકી દેવા કીધુ, પણ શરૂવાતથી એવું નોતું. 9હું તમને કહું છું કે, “છીનાળવાના કારણ વગર બીજા કોય કારણને લીધે જે કોય પોતાની બાયડીને મુકીને બીજી બાય હારે લગન કરે, તો ઈ છીનાળવા કરે છે; અને જો કોયે મુકી દીધેલી બાય હારે લગન કરે તો ઈ પણ છીનાળવા કરે છે.”
10ચેલાઓએ ઈસુને કીધુ કે, “જો બાય વિષે માણસોનો એવો હાલ હોય તો પરણવું હારુ નથી.” 11તઈ ઈસુએ તેઓને કીધુ કે, “બધાયથી ઈ વાત પળાતી નથી, પણ પરમેશ્વર તરફથી જેઓને આ દાન આપવામાં આવ્યું છે, તેઓ જ એવું કરી હકે છે. 12કેમ કે કેટલાક પાવૈયા છે કે, જેઓ પોતાની માંથી જ એવા જન્મેલાં છે કે, કેટલાક એવા છે કે, જેઓને માણસોએ પાવૈયા બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે, જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ પાવૈયા કરયા છે. જે અપનાવી હકે છે, ઈ આ વાત અપનાવે છે.”
ઈસુ બાળકોને આવકારે છે
(માર્ક 10:13-16; લૂક 18:15-17)
13તઈ પછી તેઓ બાળકોને ઈસુની પાહે લાવ્યા કે, ઈ હાટુ કે ઈ તેઓની ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ ચેલાઓ લોકોને ખીજાણા. 14ઈસુએ તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને રોકોમાં કેમ કે, સ્વર્ગનું રાજ્ય એવાઓનું જ છે.” 15ઈસુએ બાળકોની ઉપર હાથ મુકીને આશીર્વાદ આપ્યા. પછી ઈ ન્યાથી વયો ગયો.
માલદાર માણસે ઈસુને વાહે આવવાની ના પાડી
(માર્ક 10:17-31; લૂક 18:15-17)
16અને જોવ, એક માણસે એની પાહે આવીને કીધુ કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?” 17તઈ ઈસુએ એને કીધુ કે, “તું મને કેમ ભલાય કરવા વિષે પૂછ છો? ભલો તો એક જ છે, પણ જો તું જીવનમાં આવવા માંગતો હોય, તો આજ્ઞાઓને પાળ.” 18ઈ માણસે ઈસુને કીધુ કે, “કય આજ્ઞાઓ?” તઈ ઈસુએ કીધુ કે, “હત્યા નો કરવી, છીનાળવા નો કરવા, સોરી નો કરવી, ખોટી સાક્ષી નો પૂરવી, 19પોતાના માં-બાપને માન આપ, અને જેવો તું તારા ઉપર પ્રેમ કરે છે, તેવો તારા પાડોશી ઉપર પ્રેમ રાખ.” 20ઈ જુવાને ઈસુને કીધુ કે, “આ બધીય આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાળતો આવ્યો છું, હજી મારામાં કય વાતની કમી છે?” 21ઈસુએ ઈ જુવાનને કીધુ કે, “જો તું પુરૂ થાવા દે તો જયને તારૂ છે, ઈ ગરીબોને આપી દે જેથી સ્વર્ગમાં તને બદલો મળશે, અને મારો ચેલો બનીજા.” 22પણ ઈ જુવાન તે વાત હાંભળીને નિરાશ થયને હાલ્યો ગયો, કેમ કે, ઈ બોવ રૂપીયાવાળો હતો.
23તઈ ઈસુએ પોતાના ચેલાને કીધુ કે, “હું તમને હાસુ કવ છું, કે રૂપીયાવાળાઓને સ્વર્ગના રાજ્યમાં જાવું બોવ જ અઘરું થાહે.” 24પાછુ હું તમને કવ છું કે, “જેટલું એક ઉટને હોયના નાકામાંથી જાવું અઘરું છે, એટલું જ વધારે રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું અઘરું છે.” 25તઈ એના ચેલાએ હાંભળીને ઘણાય સોકીને કીધુ કે, “તો કોણ તારણ પામી હકે?” 26પણ ઈસુએ તેઓની હામું જોય તેઓને કીધુ કે, “માણસોની હાટુ અશક્ય છે, પણ પરમેશ્વર હાટુ બધુય શક્ય છે.” 27તઈ પિતરે એને જવાબ આપ્યો કે, “જો, અમે તારા ચેલા બનવા હાટુ બધુય મુકીને આવ્યા છયી, તો અમને શું મળશે?” 28ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કહું છું, કે જઈ નવી ઉત્પતિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન ઉપર બેયશે, તઈ તમે, મારી વાહે આવનારા, ઈઝરાયલ દેશના બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસન ઉપર બેહશો. 29જે કોયે ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ, બાળકો અને ખેતરો મારા નામને લીધે મુકી દીધા છે, ઈ હો ગણા પામશે અને અનંતકાળના જીવનનો વારસો મેળવશે. 30પણ ઘણાય બધા, જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.

Цяпер абрана:

માથ્થી 19: KXPNT

Пазнака

Падзяліцца

Капіяваць

None

Хочаце, каб вашыя адзнакі былі захаваны на ўсіх вашых прыладах? Зарэгіструйцеся або ўвайдзіце